________________
૩૮૩
આડત્રીસમું પદ વિશુદ્ધ સ્થિતિનાં દર્શન થાય છે કે જેનું વર્ણન કરવું અશક્ય છે. અત્ર મુક્તિપુરીમાં
ગસિંહાસન પર બેઠેલ પિતાની જાતનાં દર્શન આપણને શ્રી આનંદઘનજી મહારાજે કરાવ્યાં, પરંતુ જ્યારે યોગમાર્ગમાં પ્રગતિ થાય છે અને સંસારથી અભિનિષ્ક્રમણ થાય છે ત્યારે એવાં અનેક દર્શન થાય છે, એ અનુભવજ્ઞાન વધતાં વધતાં જણાઈ આવશે.
ચેતનજી ! તારી કલ્પનાશક્તિને ઉપયોગ કર, તારી શક્તિને કામે લગાડ, તારાં કપેલાં સુખને માર્ગ જે, તારી સ્થિતિને વિચાર કરે અને પછી તને આ મહાવિમળા દશામાં કાંઈ આનંદ આવતો હોય તે આ બધા બાહ્ય ઢાંગ છોડી દે અને તારા પિતામાં રહેલ અનંત આનંદના સ્થાનરૂપ તારા પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવા વિચાર કરી અને તે પ્રાપ્ત કરવા માટે-પ્રગટ કરવા માટે-તારી શુદ્ધ સનાતનતા વ્યક્ત કરવા માટે આ પદમાં બતાવેલ એગમાર્ગ તું આદર. આ પદમાં રહેલો ગંભીર આશય વિચારવાયેગ્ય છે.
- આ પદની રચના શૈલી જોતાં તે શ્રી આનંદઘનજી મહારાજનું બનાવેલું ન હોય એમ માનવાનું કોઈ કારણ નથી. શૈલી તેઓના જેવી જ છે, પરંતુ વિષય સહજ સામાન્ય છે. એક પણ પ્રતમાં એ પદ આપ્યું નથી તેથી કદાચ ક્ષેપક હોય એમ માનવાને કારણ રહે છે. એ સંબંધમાં નિર્ણયપૂર્વક કાંઈ પણ કહી શકાય તેમ નથી. પદને ભાવ અતિ સુંદર અને આકર્ષક છે અને તેથી અત્ર તે પર વિવેચન કરવાનું યોગ્ય ધાયું છે. શ્રી આનંદઘનજીનું બનાવેલું આ પદ ન હોય એમ માનવાનું માત્ર એક જ કારણ છે અને તે એ છે કે
ગના અંતરભેદનું જોગી સાથે જે સામ્ય બતાવ્યું છે તેમાં લૈને ઉપયોગ કર્યો છે તે શ્રી આનંદઘનજીની દઢ શૈલીને અનુરૂપ નથી. જેવી દૃઢ શૈલી તેમણે શ્રી શાંતિનાથજીના સ્તવનમાં વાપરી છે અને અન્યત્ર પદોમાં પણ જ્યાં જ્યાં શ્લેષે વાપર્યા છે ત્યાં તેઓ એકદમ અભેદ સશ સ્થિતિ બતાવી શક્યા છે તેવું દૃઢ સાદૃશ્ય આ પદમાં જણાતું નથી. સાધારણ રીતે ભાષાશૈલી તેઓની ભાષાને અનુરૂપ છે, પરંતુ દરેક પદની છેલ્લી પંક્તિમાં તેઓ અત્યુત્તમ રહસ્ય લાવી મૂકે છે તેવું આ પદમાં નથી; છેલ્લી પંક્તિ એકદમ નરમ પડી જાય છે, તેથી આ પદ તેમનું જ કરેલું હોવું જોઈએ એમ કહી શકાતું નથી. સમુચ્ચયે એને ભાવ ખાસ વિચાર કરવા ગ્ય છે.
પદ આડત્રીસમું
રાગ મારુ. मनसा नट नागरसूं जोरी हो, मनसा नट नागरसूं जोरी हो;
नट नागरसूं जोरी सखी हम, और सबनसैं तोरी हो. मनसा० १ ૧ મનસા=ઉપયોગ. નટનાગર=સર્વ કળાકુશળ, રંગાચાર્ય. જેરી જોડી, એકત્ર કરી દઈ ઔર બીજ, અનેરા. સબનસેં=સર્વ સાથેથી. તોરીeતેડી નાખી, દૂર કરી.
Jain Education International
ducation International
www.jainelibrary.org
For Private & Personal Use Only