________________
૩૭૮
શ્રી આન ધનજીનાં પદ્મા
અને શુકલધ્યાન એ એ શુભ ધ્યાનેા છે. તેમાં ધર્મધ્યાનના આજ્ઞાવિચય, અપાયનિશ્ચય, વિપાકવિચય અને સંસ્થાનવિચય એ ચાર ભેદ્ય છે, તેમાં પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એ ચાર વિભેદે ધ્યેય છે. ત્યાર પછી શુકલધ્યાન-મહાઉત્કૃષ્ટ ધ્યાન કરવામાં આવે છે જેના પૃથવિતર્ક સપ્રવિચાર, એકવિતર્ક અપ્રવિચાર, સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ અને સમુચ્છિન્નષ્ક્રિય અનિવૃત્તિ એવા ચાર પાયા છે. ધર્મધ્યાન તથા શુક્લધ્યાનના એકેક વિભાગમાં જેમ જેમ આગળ આગળ પ્રગતિ થતી જાય છે તેમ તેમ અનેકગુણુ કર્માંની નિર્જરા થતી જાય છે, આત્મપ્રદેશે લાગેલાં કમે* પેાતાનુ ફળ જણાવ્યા વગર સ્વતઃ ખરી પડે છે. ( અને જૈન પરિભાષામાં પ્રદેશેાય કહેવામાં આવે છે. ) કર્મના નાશ કરવાના પ્રબળ ઉપાય ધ્યાન છે, નિર્જરા કરવા માટે બાહ્ય અને અભ્યંતર તપ જ સાધન છે અને તદ્રુગત અભ્યંતર તપમાં ધ્યાન મુખ્ય ભાગ ભજવે છે. એના પર કાંઇક વિચાર છઠ્ઠા પદ્મના વિવેચનમાં કર્યાં છે અને વિશેષ હકીકત ઉપેાતમાં પણ લખી છે. વિશેષ રુચિવ તે શ્રીયાગશાસ્ત્ર વિગેરે ગ્રન્થથી વધારે હકીકત જાણી લેવી. અત્ર કહેવાની હકીકત એ છે કેક રૂપ ઇંધનને ધ્યાનઅગ્નિથી બાળી દેવાં અને તેને એવાં મળવાં કે તેમાં કોઇ પશુ કાચા રહે નહિ, સવ કર્મને બાળીને તેની રાખ કરી નાખવી. જેમ જેમ ધર્મ અને શુક્લ સાનમાં વધારે વધારે પ્રવેશ થતા જાય છે અને ચેતનજી તેમાં પ્રગતિ કરતા જાય છે તેમ તેમ તેને કર્મના ભાર ઘટતા જાય છે અને તત્ત્વગુફામાં જે દીપક તે જુએ છે તેની નજીક નજીક તેનું ગમન થતું જાય છે. છેવટે જ્યારે શુકલધ્યાનના ચાથા પાયા પર આરૂઢ થાય છે ત્યારે અનંતર સમયે તે દીપક સુધી પહેાંચી જાય છે. સિદ્ધ ભગવાન અની સિદ્ધશિલામાં નિવાસ કરે છે. હું પ્રીતમજી ! આવા પ્રકારના યુગ ઉપર તમારું મન પરોવી દે, તેનું આરાધન કરી અને તન્મય થઈ મારા અનાદિ વિરહને શાંત કરા.
ભાગ
ઉપર જણાવ્યુ. તે રીતે કઇંધનની ધ્યાનાગ્નિવડે ભસ્મ થઇ તે ભસ્મ ઉપશમનિવૃત્તિભાવરૂપ ગળણે કરીને છણી નાખું-ચાળી નાખું. આવી રીતે ભસ્મને ચાળવાથી તેમાં પણ વળી કાંઇ કચરા રહી ગયા હૈાય તે તે નીકળી જાય છે અને એવી રીતે મેલ વગરની ભસ્મ રહી તેને પછી લઈ લઈને મારા શરીરે ચાળુ, ચેગીએ ધૂણીમાંથી ભસ્મ લઈ, તેને ચાળીને પેાતાના શરીર પર ચાળે છે તેવી રીતે ઉપશમ ગળણે ભસ્મને છણી નાખીને તેને મારા શરીર પર વારવાર લગાવું. તાત્પર્યા એ છે કે-ધ્યાનાગ્નિથી સળગેલા કર્મામાં કચરા રહી ગયા હોય તે નિવૃત્તિભાવરૂપ ગળણાથી દૂર કરી નાખુ અને કર્માને વિપાકયમાં ન આવવા દેતાં પ્રદેશેાદયથી વેદી લઇ તેને પણ ફેંકી દઉં અને આવી રીતે તદ્ન કમ વગરના-લેપ વગરના-મેલ વગરના થઇ જઉં. હું ચૈતનજી ! જ્યારે તમે આવી ભાવના કરશે। અને તેને વળગી રહેવાના નિર્ણય કરશે ત્યારે મારી ઘણા વખતની આપને મળવાની ચિંતા દૂર થશે અને મારી ભવની ભાવઠ ભાગી જશે . ( અને તમારી અને મારી વચ્ચે સાત્મ્ય હાવાથી તમને પણ એવા જ અપૂર્વ આનંદના અનુભવ થશે. )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org