________________
૩૭૬
શ્રી આનંદઘનજીનાં પદો મનસા, વસા અને કર્મણે પાળવું જોઈએ. એ બ્રહ્મચર્યને યમ કહેવામાં આવે છે અને પાંચ પ્રકારના યમ-મહાવ્રતમાં એને પાતંજળ યોગદર્શનકાર પણ ચોથું સ્થાન આપે છે.* અન્યત્ર હેમચંદ્રાચાર્યાદિક જેન ગ્રંથકાર પર એને બહુ ઉચ્ચ પદ આપે છે અને યોગના અંગ તરીકે ગણે છે. સ્ત્રીવિષયનું અથવા તત્સંબંધી વાતાનું સ્મરણ, કથન, રહસ્ય વાતે, રાગપૂર્વક અવલોકન, રહસ્ય ભાષણ, સંકલ્પ, અધ્યવસાય અને સંજોગની નિષ્પત્તિ એ આઠે અંગવાળું મિથુન વજર્ય છે એમ દક્ષ સંહિતામાં કહ્યું છે.+ તાત્પર્યાર્થ એ છે કે
ગવિષયમાં પ્રગતિ કરનારે બ્રહ્મચર્ય બરાબર પાળવું જોઈએ. આ યુગમાં તેથી જ બ્રહ્મચર્યરૂપ અથવા શીલરૂપ લંગેટી ધારણ કરવાનું બતાવવામાં આવ્યું છે. શીલનો અર્થ શુદ્ધ આચાર પણ થાય છે અને તેમાં અનેક પ્રકારના વિશુદ્ધ વર્તનને સમાવેશ થત હોવાથી અત્ર તેને નિર્દેશ કર્યો હોય એમ માનવાનું કારણ રહે છે. એ અર્થમાં વપરાતા શીલ શબ્દના જૈન શાસ્ત્રકારે ૧૮૦૦૦ ભેદ બતાવ્યા છે x સ્થળસંકેચથી અત્ર તે પર વિવેચન કર્યું નથી. ઉપર જણાવેલા અઢાર હજાર શીલાંગ વિશુદ્ધ આચારને અંગે કરવામાં આવ્યા છે. બન્ને અર્થ બરાબર બંધબેસતા આવે છે તેથી યુક્ત છે. આવી રીતે શીલ લંગટને સમકિત દેરી સાથે બાંધીને તેમાં ઘેલાવારૂપ-રમણ કરવારૂપ ગાંઠ બાંધું છું. ચારિત્રને સ્વભાવ રમણ કરવાનું છે તેથી સમક્તિ ગ્રહણ કરી, શીલાંગ આદરી પછી તેનામાં રમણરૂપ ગાંઠ બાંધવામાં આવે છે–મનનાં નિશ્ચય કરવામાં આવે છે. આ ગાંઠ કાંઈ ઉપર ઉપરથી બાંધેલી નથી પણ તેમાં ઘોળાવારૂપ મજબૂત ગાંઠ બાંધી શીલાંગમાં રમણ કરવામાં આવે છે, ત્યાં તત્ત્વનુસંધાન થાય છે અને જ્ઞાનાદિ વિશિષ્ટ ગુણમાં રમતા થતાં છેવટે તે પર દઢ પ્રેમ થાય છે, એવી સુદઢ ગાંઠ તે છે.
ગાંગની સાધનાથી બ્રહ્મરંધ્રમાંથી સિદ્ધાવસ્થાનું દર્શન થાય છે તેમ જ પિંડસ્થાદિ ધ્યાન કરતાં છેવટે રૂપાતીત દયાનની હદ સુધી ચેતનછ પહોંચે છે ત્યારે તે ચિદ્રગુહામાં દીપક જુએ છે. પ્રથમ જ્યારથી સમ્યકત્વદર્શન પ્રાપ્ત થાય છે ત્યારથી તેને દૂરથી તે સાધ્યનું દર્શન ઉપર જણાવ્યું તેમ થાય છે પણ ખાસ પિતાની ચિલ્ગુહામાં રહેલા દીપકનું દર્શન તે દયાનના ચઢતા પગથિયે થાય છે. તાત્પર્યાર્થ એ છે કે-જે સાધ્યનું દર્શન અત્યાર સુધી પિતાથી બહાર થતું હતું તે હવે સ્વમાં થાય છે. ચિદ્રગુહાની શુદ્ધિ થયા પછી આ વિશિષ્ટ વેગસાક્ષાત્કાર થાય છે. આવી રીતે જેમ ગીઓ ચિદ્રગુહામાં દીપકનું ધ્યાન કરે તેમ આ વિશુદ્ધ યેગી તત્ત્વજ્ઞાનરમણતામાં વિશિષ્ટ ધ્યાનના અનુસંધાનથી શુદ્ધ સાધ્ય દીપકનું દર્શન કરે છે. અહીં સાધ્યનું દર્શન કરનાર પ્રથમવસ્થામાં
* જાઓ પાતંજળગદર્શન પાદ ૨, સૂત્ર ૩૧.
+ જુઓ સદર સૂત્ર ૩૦ પરની ટીકા. ૪ જુઓ અધ્યાત્મક૯૫૬મ વિવેચન પૃ. ૩૫૬-૩પ૭ (દ્ધિ. આ. )
. શિયળ એટલે બ્રહ્મચર્ય અને શીલ એટલે શુદ્ધ વર્તન-ચરિત્ર. આ બન્ને અર્થને ગોટાળો ન કરવો. શબ્દનું સામ્ય હોવાથી ઘણી વખત ભૂલ થઈ જાય છે. અત્ર વિવેચનમાં બંને અર્થ ઘટાવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org