________________
શ્રી આનંદઘનજી અને તેમને સમય કે મેડતા શહેરમાં એક વખત આનંદઘનજી ચાતુમાં સ્થિત થયેલા હતા તેવામાં ત્યાંના રાજાની એક અણમાનીતી રાણીએ આનંદઘનજીની જોગી-અવધૂત જેવી અવસ્થા હેવાલ સાંભળી તેમના તરફ આકર્ષણ પામી અને ગુરુમડારાજ પાસે આવી. સુખશાતા પૂછળ્યા પછી તેણે આનંદઘનજીને બહુ સંક્ષેપમાં જણાવી દીધું કે પિતે ત્યાંના રાજાની રાણું છે અને હાલ અણમાનીતી થઈ પડી છે અને કેઈ ઉપાયે રાજા તેને વશ થાય એવું ગુરુકપાથી થવું જોઈએ. ગુરુમહારાજની જગજાહેર નિઃસ્પૃહ વૃત્તિને લઈને આટલી વાત બહુ સંક્ષેપમાં પણ સુદાસર રીતે રાણીએ કહી. તેને પ્રેરનાર રોગીઓ પાસે સિદ્ધિઓ હોવી જોઈએ એમ અનુમાન થાય છે. તે વાત સાંભળતી વખતે આનંદઘનજી કાંઈ લહેરમાં હતા તેથી એક કાગળને ટુકડો લઈ તે પર કાંઈ લખ્યું અને રાણીને કાંઈ પણ બેલ્યા વગર તે કાગળ આપ્યો. રાણે સમજી કે ગુરુમહારાજે કાંઈ યંત્ર (જંતર) કરી આપ્યું અને તે વાંચવાની સ્વાભાવિક રીતે જ મના હોય છે તેથી તેણે એક સોનાનું તાવીજ તુરત બનાવી તેમાં પેલે કાગળ મૂકી પિતાને હાથે તેને રક્ષાબંધન તરીકે બાંધ્યું. અકસ્માત સંગ એવું બન્યું કે સાત દિવસમાં રાજા તે અણમાનીતી રાણને વશ થઈ ગયે, તેના તરફ અપૂર્વ પ્રેમ બતાવવા લાગ્યો અને તેને મંદિરે આવવા લાગ્યો. થોડા દિવસ પછી તે માનીતી થયેલી રાણી હર્ષમાં આવી રાજા પાસે પેલી વાત બોલી ગઈ તેથી અથવા બીજી પદય્યત થઈ ગયેલી રાણીઓના જણાવવાથી રાજાને ખબર પડી કે પિતામાં જે ફેરફાર છે તેનું કારણું લેકચર્ચા પ્રમાણે આનંદઘનજીનો મંત્રપ્રયોગ છે. રાજા આ વાત સાંભળી આનંદઘનજી પાસે આવી તેને કહેવા લાગ્યો કે “તમે આવા વશીકરણનાં કામ કરો છો તે સાધુ તરીકે કઈ રીતે ઉચિત ગણાય ? ” સાધારણ રીતે આવા ઉદ્ધત સવાલનો જવાબ આપે એવી તેઓશ્રીની પદ્ધતિ નહોતી, પણ તે દિવસે કાંઈ તેઓ ફરી વાર લહેરમાં હતા તેથી રાજાને કહ્યું કે-રાણુને બોલાવી જેને યંત્ર કહેવામાં આવે છે તે ઊઘાડી વાંચી જુઓ. રાજાએ તુરત તેમ કર્યું. રાણીને બેલાવી, સુવર્ણ તાવીજ એલ્યું અને અંદર રહેલ ચીઠ્ઠી વાંચતા તેમાં લખેલું માલુમ પડયું કે –
'તેરા પતિ વશ હવે, ઉસમેં આનંદધનકે ક્યા
તેરા પતિ વશ ન હવે, ઉસમેં આનંદઘનકે ક્યા?” આ શબ્દો વાંચતાં રાજા દિગમૂઢ થઈ ગયું અને ગુરુચરણે નમી પડ્યો. આનંદઘનજી અથવા લાભાનંદનું વર્તન કે એને રાજા નમી પડે કે એના ઉપર રૂષ્ટમાન થાય તેની તેમને દરકાર હતી જ નહિ. એમના મનમાં આ બન્નેમાંના એક પણ બનાવથી કાંઈ પણ અસર થઈ નહીં. એવી ઊંચી હદ સુધી વધેલા મહાત્માના સંબંધમાં બનેલી આવી વાતે લેકેનાં હૃદયમાં કેરાઈ રહે એ તદ્દન સ્વાભાવિક છે. જનસમૂહને મેટે ભાગ મધ્યમ પ્રવાહ પર કે ચાલુ પ્રવાહ પર હોય છે, પરંતુ તેઓને વિશિષ્ટ પ્રવાહ પર પ્રગતિ કરનાર માટે હૃદયમાં માન બહુ હોય છે અને તેવા પ્રસંગે જ્યારે જ્યારે બને છે ત્યારે ત્યારે તે તેને જાળવી રાખે છે, નાંધી રાખે છે અથવા તે સંબંધી બહુ હોંશથી તે વાતો કરે છે. આનંદઘનજીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org