________________
મેડતા સાથે સંબંધ મહારાજે વ્યાખ્યાન વાંચવાનું શરૂ કર્યું. શેઠ થોડા વખત પછી આવી પહોંચ્યા, પણ મોડા થયા. વ્યાખ્યાન પૂરું થતાં જેમ ઘણા શ્રાવકે વ્યાખ્યાતાની વૈયાવચ્ચ કરવા જાય છે તેમ આ શેઠ પણ ગયા અને પ્રસંગે બોલ્યા કે “સેવક પર દયા કરી વ્યાખ્યાન જરા થભાવવું હતું.” બીજી વાર વળી તે જ વાત કરી, પણ કાંઈ પ્રત્યુત્તર મળે નહિ. શેઠ જરા બોલી ગયા “ સાહેબ! કપડાં વહેરાવું છું, આહાર વહોરાવું છું, પરિચર્યા કરું છું તેને ખ્યાલ કરીને પણ મારા ઉપર જરા કૃપા કરવી હતી.” આટલે ઉરચાર સાંભળી તેના ઉપર જરા પણ ગુસ્સે થયા વગર આનંદઘનજી બોલ્યા “ભાઈ, આહાર તે ખાઈ ગયા અને લે આ તારાં કપડાં- ' એમ કહી તેનાં કપડાં છોડી દઈ જંગલમાં ચાલ્યા ગયા અને ત્યાં “આશા રનકી ક્યા કીજે' એ પદ બનાવ્યું. ( જુઓ ૫૮ અઠ્ઠાવીસમું. ઉપાશ્રય પણ શેઠનો હતો તેથી તેનો પણ ત્યાગ કરી દીધું. આ પ્રમાણે વાત ચાલે છે એમ મને પં. ગંભીરવિજયજીએ કહ્યું હતું અને મેડતામાં પણ આને મળતી વાત અતઃપર્યત ચાલતી જણાય છે. આ વાત સત્ય હોય તો તે પરથી બહુ બોધ મળે તેમ છે. અપ્રમત્ત અવસ્થાના ખપી સર્વવિરતિ ધારણ કરનાર મુનિ અમુક શ્રાવકના રાગી થઈને પિતાની જે સ્થિતિ નીપજાવે છે તેનો જેને અનુભવ મેયો છે તે આ વાતમાં બતાવેલી નમૂનેદાર નિઃસ્પૃહતાની વાસ્તવિક કિમત બહુ સારી રીતે સમજી શકશે. સાધુજીવન ગાળવાનો નિયમ કરનાર મુનિ ગૃહસ્થના સંયોગોમાં આવી કેવા કેવા પ્રતિબંધમાં પડી જાય છે તે જૈન સાધુઓ સંબંધી વર્તમાન દુર્દશા જેનારને સમજી શકાય તેમ છે, તેનું અવલોકન કરનારને નવીન જાણવાનું રહેતું નથી અને ખાસ કરીને આગેવાન શેઠ અને ઉપાશ્રયના માલેક માટે સહજ વાટ જેવી એ સાધારણ રીતે જોતાં સામાન્ય છે છતાં એવી બાબતમાં પણ દરકાર ન કરનાર, સાધ્ય સિવાય અન્ય બાબતમાં જરા પણ વિચાર કરવાની જરૂરીયાત પણ ન સ્વીકારનાર, નિઃપૃડ મહાપુરુષના વિશુદ્ધ વર્તન પર આપણને સહજ આકર્ષણ થઈ આવે છે અને આપણા મનમાં તેમને માટે પૂજ્યભાવ ઉત્પન્ન થાય છે. પર્યુષણમાં શહેર છોડી ચાલ્યા ગયા હશે અને જે અવસ્થા આનંદઘનજીએ ધારણ કરી હશે એ વાતમાં કદાચ સંપ્રદાયથી શંકા આવે તેવું રહે છે, પણ ઊંચી હદના પુરુષે પોતાને
ગ્ય વર્તન શું છે તે બહુ સારી રીતે વિચારી શકે છે અને તેમનું વર્તન પ્રસંગાનુસાર, આત્માને ઉન્નત કરનાર અને સાધ્ય તરફ પ્રયાણ કરાવનાર જ હોય છે. વાત કેમ બની હશે અને તેમાં સત્યના અંશો કેટલા હશે તે કહેવું લગભગ અશક્ય જેવું છે, પણ એક વાત જે એમાંથી તારવી શકાય તેવી છે તે એ છે કે, આપણું ચરિત્રનાયક તદ્દન નિઃસ્પૃહી હતા, પારકી આશ કરનાર કે અન્યથી દબાઈને કે તેની શરમથી વર્તન કરનાર નહોતા. આવી વૃત્તિ થવી એ આત્માની અતિ ઉદાત્ત દશા સૂચવે છે.
નિઃસ્પૃહતાનું એક વિશેષ દૃષ્ટાન્ત નિઃસ્પૃહ દશા બતાવનારી એક બીજી પણ વાત સંપ્રદાયથી આનંદઘનજીના સંબંધમાં ચાલી આવે છે એમ મને પં. ગંભીરવિજયજીએ કહ્યું હતું. વાત એમ બની કહેવાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org