SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આનંદઘનજી અને તેમને સમય બાજુના ફલેધી તીર્થની દેખરેખ રાખે છે અને પોષ દશમ જેવા માંગલિક પ્રસંગે શ્રીફલેવી તીર્થમાં દર્શન-પૂજા કરવા માટે મોટી સંખ્યામાં ઊતરી પડે છે. ફલેધી તીર્થને મેડતા રોડ (Menta Road) સ્ટેશનના નામથી ઓળખવામાં આવે છે, જ્યાંથી એક ટેન મેડતા માટે ખાસ જાય છે. પિોષ દશમને દિવસે થતી પૂજાનો મહોત્સવ જેવાને પ્રસંગ મને મળ્યો હતો. તે વખતે મેડતાનો હાકેમ પણ ફલેધી આવે છે. આ મેડતા શહેરની પૂર્વની જાહોજલાલી સાંભળતાં અને જેનોની આધુનિક અને પ્રાચીન સ્થિતિની સરખામણી કરતાં બહુ ખેદ થાય છે. મેડતા શહેરમાં પૂર્વે સેંકડે લક્ષાધિપતિ જેને હતા, કેટલાક કટિવ પણ હતા, અનેક આચાર્યોને ત્યાં વિહાર થયો હતો, અનેક પ્રકારના મહોત્સવે વારંવાર ત્યાં થતા હતા, ત્યાં ઘણું જ્ઞાનભંડારો હતા અને હાલ જે દેરાસર મેજુદ છે તે પૂર્વકાળની જેમ જાહોજલાલીનો સંપૂર્ણ ખ્યાલ કરાવે તેવાં છે. સ્થિતિ એવી છે કે અત્યારે ત્યાં સર્વ દેરાસરમાં પૂજા કરનાર જૈન સભ્ય નથી અને પરિણામે વંશપરંપરાના પૂજારીઓ પર આધાર રાખવો પડે છે. આ મેડતા શહેરમાં ખાસ ઉદ્યોગ કઈ પ્રકારનો નથી, માત્ર ત્યાં કેટલીક દુકાનો હાથીદાંતના રમકડાંની લેવામાં આવે છે. તે શહેરની વર્તમાન સ્થિતિનું એક કારણ વ્યાપારની ગેરહાજરી હોવી જોઈએ એમ સહજ અનુમાન થાય છે. આ શહેરમાં અનેક રા બન્યા છે, પૂજા બનાવાઈ છે, ટીકાઓ લખાઈ છે અને દર્શન તથા જ્ઞાનનો ઉદ્યોત થયો છે એમ અનેક ગ્રંથોની પ્રશસ્તિ પરથી જણાય છે. આ શહેર સાથે આનંદઘનજી મહારાજનો સંબંધ વિશેષ હોય એમ ત્યાં ચાલતી દંતકથા પરથી જણાય છે. તેમનો દેહોત્સર્ગ પણ અહીં જ થયું છે એમ ત્યાંના લોકો કહે છે. પ્રતિબન્ધ ત્યાગવૃત્તિ ઃ નિસ્પૃહતાનું દૃષ્ટાંત એ મેડતા શહેરમાં એક શેડ હતા જેઓ આનંદઘનજી મહારાજને અતિ આગ્રહ કરીને ચોમાસું કરવા લઈ આવ્યા હતા અને શરૂઆતથી પોતે જાતે મહારાજશ્રીની સેવામાં હાજર રહેતા હતા. અનેક પ્રકારે આનંદઘનજીની સેવાચાકરી કરવા ઉપરાંત તે મહારાજશ્રીને પિતાને ઘેર આહાર વહોરાવવા લઈ જતા, કપડાં વહોરાવતા અને વારંવાર મહારાજશ્રીની પાસે હાજર રહેતા હતા. પર્યુષણનાં વ્યાખ્યાનો સંપૂર્ણ સાંભળવાની ઈચ્છા સ્વભાવિક રીતે સર્વને વધારે હોય છે અને બની શકે તે કલ્પસૂત્ર અવિચ્છિન્ન સાંભળવાની ઈચ્છા શ્રદ્ધાળુ જેને વધારે રહે છે. એ ગામનો રિવાજ કાંઈક એવો હતો કે શેઠ આવ્યા પછી જ ચાતુર્માસસ્થિત સાધુ વ્યાખ્યાન વાંચવાનું શરૂ કરે. નિઃપૃડી આનંદઘનજીને તે કોઈની દરકાર નહોતી અને એ શેઠ ઉપર કાંઈ ખાસ રાગ પણ નહોતો. અગાઉધી મુકરર કરેલા વખતે તેઓએ વ્યાખ્યાન શરૂ કરવાની તજવીજ કરી ત્યારે કોઈ શ્રાવકે જણાવ્યું કે “ અમુક શેઠ પૂજામાં છે તે જલદી આવી પહોંચશે, માટે ત્યાં સુધી રાહ જોવી ગ્ય છે.” આ પ્રમાણે રાહ જોવા માટે કહેલી હકીકત પર લક્ષ્ય ન આપી આનંદઘનજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy