________________
૩૬૭
છત્રીસમું પદ દેખાડવામાં આવે અને ગમે તેટલી ખાલી ટાપટીપ કરવામાં આવે પણ જ્યાં સુધી એ સર્વમાં શુદ્ધ ઉપગ ભળતો નથી, એટલે કે જ્યાં સુધી એનું વાસ્તવિક તાદામ્ય અંતરાત્મદશામાં થતું નથી ત્યાં સુધી સર્વ બાહ્ય આચરણને સાર લગભગ શૂન્યતામાં આવે છે. આત્મા વગરનું શરીર જેમ ફેંકી દેવા ગ્ય છે તેમ શુદ્ધ ઉપયોગ વગરની ક્રિયા વિશિષ્ટ સાધ્ય દષ્ટિએ એટલું અલ્પ ફળ દેવાવાળી થાય છે કે તસ્કુળાપેક્ષયા નકામી છે એમ કહી શકાય. આ પ્રમાણે હકીકત હોવાથી સુમતિ પતિ વગરની સેજડી જઈ ખેદ કરે તે સ્વાભાવિક છે. સુમતિ પતિને કહે છે કે કેકિલ વિગેરે તમને બાહ્ય સુખ આપનારા પદાર્થો પ્રિય છે તેને લઈને પણ એક વાર મંદિરે પધારે, એક વખત મંદિરે પધારશે તે પછી બાહ્ય પદાર્થને તમારો સંબંધ, તેની સ્થિતિ અને તેનાં કારણો તમારા ધ્યાન પર લાવવામાં આવશે, એટલે પછી આપને યોગ્ય લાગે તે ગ્રહણ કરજો; પરંતુ હે નાથ ! હવે આ બાબતને બહુ અંત લે નહિ અને ગમે તેમ કરીને મારે મંદિરે પધારી એક વખત તે રંગ જમાવી મારા વિરહકાળને છેડે લાવે.
પદ છત્રીસમું
રાગ-માલસિરિ. वारे नाह संग मेरो, युही जोबन जाय;
ए दिन हसन खेलनके सजनी, रोते रेन विहाय. वारे० १ “નાથે મારી સોબત અટકાવે છે–કરતા નથી અને આવી રીતે મારું જોબન (નકામું) ચાલ્યું જાય છે. હે સખી ! આ દિવસે તે હસવા ખેલવાના છે (તેને બદલે) રોતાં રતાં પસાર થાય છે.”
ભાવ–આ પદ માત્ર ભીમશી માણેકવાળી બુકમાં છાપેલું છે. મારી પાસે પદની બીજી પ્રત આવી છે, તેમાં તે નથી. શેલી આનંદઘનજીની જણાય છે તેથી આખું પદ મૂકી દેવાને બદલે તેના કર્તા આનંદઘનજી હશે કે કેમ? તેની ચર્ચા ઉપાદ્દઘાતમાં કરવાનું રાખી તે પદનું વિવેચન અત્ર કર્યું છે.
સુમતિએ પતિને અનેક પ્રકારના સંદેશા કહેવરાવ્યા, આડકતરી રીતે તેઓને પિતાના મનને અભિપ્રાય પણ સંભળાવી દીધે, એ સર્વની અસર હજુ પતિ ઉપર થઈ નહીં. દરમ્યાન એક વખત સખીઓના આગ્રહથી પિતે પતિ, મંદિરે પધારશે એમ ધારી શયનગૃહમાં ગઈ તે શય્યા ખાલી દીઠી. (ઉપરનું પદ જુઓ.) ત્યાં શય્યા નજીક બેસી કેટલાક
૧ વારે=વારે છે, અટકાવે છે. નાહનાથ, પતિ. સંગ સેબત. યુહીં=આવી રીતે. દિન=વખત. હસન ખેલન હસવા ખેલવાના. સજની સખી, રેનરાત્રિ. વિહાય=વહાય, પસાર થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org