________________
૩૬૪
શ્રી આનંદઘનજીનાં પદો विरहव्यथा कछं ऐसी व्यापती, मानु कोई मारती *बेजा;
अंतक अंत कहालुं लेगो प्यारे, चाहे जीव तुं ले जा. करे० २
વિરહની પીડા એવી થાય છે કે જાણે કઈ બાણના પ્રહાર કરતું હોય. હે યમરાજ ! તું તે હવે કેટલે અંત લઈશ. મરજી હોય તો હવે તે જીવ જ લઈ જા.”
ભાવ-પતિની સેજડી ખાલી જોઈને સુમતિના મનમાં મહાઆઘાત લાગે તે આપણે ઉપર જઈ ગયા. તે વખતે તે વિચાર કરે છે કે-પતિના વિરહની પીડા કાંઈક એવી વ્યાપી જાય છે કે જાણે કઈ બાણુના પ્રહાર કરતું હોય નહિ! કામદેવ પિતાનાં કુસુમબાણથી જે વખતે કામીને વધે છે તે વખતે તેને એવી પીડા થાય છે કે જેવી. પીડા સખ્તમાં સખ્ત અણીદાર બાપુના વાગવાથી પણ થાય નહિ. તેટલા માટે સુમતિ કહે છે કે પતિ વગર મારી આવી વ્યથિત અવસ્થા થઈ પડી છે. બાણના પ્રહારથી જાણે પોતે મુંઝાઈ ગઈ હોય તેવી તેની સ્થિતિ ગઈ છે. અહો ! અંત લેનારા ! તું મારે અંત કયાં સુધી લેશે ? તારે મારો અંત કેટલો લે છે? તું સિદ્ધસ્વરૂપે અંતક એટલે અંત લેનાર છે પણ હાલ વિરહાવસ્થામાં રાખીને મારે અંત ક્યાં સુધી લઈશ? દુનિયાને નિયમ છે કે કઈ પણ બાબતમાં છેવટ સુધી અંત લે નહિ, બહુ તાણવાથી કદાચ તૂટી જાય, એ તું જાણે છે, છતાં મારે અંત ક્યાં સુધી લેવાનું છે? અરે મારા નાથ ! તારી એમ જ ઈચ્છા હોય તે મારે જીવ તું લઈ જા. આ પ્રમાણે વિરહમાં ને વિરહમાં મને વ્યથિત કરી મારી નાખવાને બદલે તે મારા પ્રાણું લઈ જા કે આવી પીડા ભેગવવામાંથી મારી મુક્તિ થાય. હે ચેતનજી ! મારું ચેતનાપણું છે અને સમતા છે તે તું લઈ જા, તું તેને તારી પાસે રાખ અને તેને ગમે તે ઉપયોગ કર. એવી રીતે મારા શુદ્ધ ચેતનનો અંત આવશે તો પણ હું તારારૂપ બની જઈશ, તારામય બની જઈશ અને પતિચરણમાં પ્રાણાર્પણ કરવાની આર્ય સ્ત્રીની ઉન્નત ભાવનાને મારા અને તારા એકત્ર જોડાણમાં અંત આવશે, આપણે એક થઈ રહીશું અને પરમ સુખનું આસ્વાદન કરશું. હે નાથ ! તને ગમે તે કર, જોઈએ તે મારું જીવન લે, મારા પ્રાણ લે, પણ હવે આ વિરહવ્યથાને છેડે લાવ, હવે હદ થઈ છે, વધારે પીડા મારાથી સહન થઈ શકે તેમ નથી.
અત્ર જીવ લેવાનું કહ્યું તે અલંકારિક છે. પતિચરણમાં પ્રાણ અર્પણ કરવાથી પતિમેળાપ થાય છે તે માન્યતા પર આ રૂપક છે. પતિને એ રીતે સમજાવીને પિતાનું શુદ્ધ સતીત્વ બતાવી આપવાનું તેમાં લક્ષ્યાર્થ છે. તેને ઉપાલંભ તરીકે પણ કહી શકાય. જેમ
* બેજાને બદલે “નેજા' પાઠ છે. નેજાનો અર્થ ઘેબી થાય છે. તે અર્થ પણ સુંદર છે અને તે પાઠ બે પ્રતમાં છે.
૨ વિરહવ્યથા=પતિવિરહથી થતી પીડા. વ્યાપતી થતી, પ્રસરી. માનું=જાણે કે. બેજા બાણના પ્રહાર. અંતક=અંતના લેનાર, યમ. અંત છે. કહાલું ક્યાં સુધી ? લેગ લઈશ. ચાહે મરજી હોય તે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org