SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ચાત્રીસમુ પદ્મ ૩૫૭ ઇંદ્રિય ભાગમાં આસક્ત થઈ સ્પ, રૂપ, રસ, ગંધ અને શબ્દના અનેક પ્રકારના વિલાસમાં મેાજ માણે છે, રાજા થઈ હાથી પર બેસે છે, ભિખારી થઈ ‘ભીક્ષાં દેહિ ' કરે છે, રાગી થઈ રખડે છે, ભાગી થઇ ભટકે છે, શાગી થઇ છટકે છે, કેાઈ વાર દેવના વેશ કાઢે છે, કાઇ વાર મનુષ્યના વેશ ધારણ કરે છે, કાઇ વાર અનેક પ્રકારના તિર્યંચાના વેશ ધારણ કરે છે, કાઇ વાર નારક જાતિમાં મહાદુ:ખ ભાગવનાર વેશને પહેરી લે છે. આવી રીતે અનેક જાતિમાં અનેક વ્યક્તિરૂપે અને તે પ્રત્યેકમાં પાછા જૂદા જૂદા આંતરસ્થિતિ બતાવનારા માહના આવિર્ભાવા ધારણ કરી નવા નવા પાઠ ભજવે છે, નવા નવા પાત્રાનાં કપડાં પહેરી લે છે અને તેથી થાકી જાય છે. પછી અતિશય પાઠ ભજવેલા નાટકીઆનાં અંગા જેમ ફીક્કા-ઢીલાં પડી જાય તેમ તેના અવયવા તદ્દન ફીક્કાં પડી ગયેલાં દેખાય છે, તેના મુખ ઉપર, તેના શરીર પર, તેના પ્રત્યેક અવયવ પર થાકની નિશાનીએ પ્રત્યક્ષ દેખાય છે. અથવા અતિ વષયી માણસાનાં અંગ જેમ ફીક્કાં દેખાય તેમ મારા નટનાગર કુમતિ, માયા, મમતા, તૃષ્ણા વિગેરે અનેક વેશ્યાએ સાથે નાચતા હેાવાથી તેમના શરીર ઉપર પણ વીર્યહાનિનાં પરિણામે સ્પષ્ટ દેખાય છે. જોને! તેનાં અંગ તદ્ન ફીક્કાંચ જેવાં લાગે છે, તેઓનાં ગાત્રા શિથિલ થઇ ગયાં દેખાય છે અને તેઓની ચામડી ઉપરથી જાણે રતાશ ઊડી ગઇ હાય એમ તેઓની આંખના ફીક્કાં પડેલા ખૂણાએ ઉપરથી જણાય છે. અથવા અંગ શબ્દના અર્થ માક્ષનાં સાધના' એવા પણ થઈ શકે. અનેક સ્ત્રીઓ સાથે ખેલવાથી તેઓના મેાક્ષનાં સાધના તદ્દન ફીક્કાં થઈ ગયાં છે. આવા સાધનાપતિને હવે રુચતાં પણ નથી અને તેથી કરીને સ્વપરિણામ તેમને પસંદ આવતાં પણુ નથી. વિભાવમાં રમણુ કરવાની એટલી બધી ટેવ પડી ગઇ છે કે-સ્વભાવદશા તરફ પ્રયાણ કરવાનાં સ્વપરિણામેા તરફ તેમને રુચિ પણ થતી નથી. અથવા અંગનો અર્થ ‘નિજ પરિવાર’ લઇ શકાય. ચેતનજીના નિજ પિરવાર ક્ષમા, માવ, આવ, સતાષ, દમ, દયા, તપ વગેરે છે, તે સવ ચેતનજીની આવી પરરમણુતા જોઈને તદ્ન ફીક્કાં પડી ગયાં છે. તેને એમ થાય છે કે-અમારા જ કુટુંબી થઈને આ ચેતનજી માયા, મમતાની કુસંગતિમાં પડી જઇ કેવાં નિષિદ્ધ આચરણા કરે છે ! કેવાં અધમ કાર્યાં કરે છે! કેવી પરિણતીની મલિનતા કરે છે! આવા આવા વિચારથી ચેતનજીનેા પોતાના પરિવાર ફીક્કો-ઝાંખા પડી ગયેા છે. ચેતનજી પણ ઉપર ઉપરના માહથી માયા-તૃષ્ણામાં રૂપરંગ દેખે છે અને આ નિજ પરિવારના માણસને ફીક્કા સમજે છે. આવા આવા અનેક વેશ કાઢીને ચેતનજી બીજા બીજાની સેાખતમાં રખડ્યા કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy