________________
૩૫૬
પદ્મ ચાત્રીસમું
રાગ-ગાડી
શ્રી આનઘનજીનાં પા
देखो आली नट नागरको सांग*, और ही और रंग खेलत तातें, फीका लागत अंग. देखो ० १
મ્હે સખી ! પ્રવીણુ નાટકીયાના વેશ (તે) જુએ. તે જૂદા વૃદા પાડ ભજવે છે તેથી તેના અંગો તદ્ન ફીક્કાં લાગે છે. ”
ભાવ-અનુભવને ઉપર જણાવ્યું તે પ્રમાણે કહીને પતિ પાસે મોકલ્યા પછી શુદ્ધ પવિત્ર સાધ્વી સુમતિ પેાતાની સખી શ્રદ્ધા પાસે બેસી પેાતાના પતિ સંબધી વાતેા કરે છે. એ સખીઓ એકઠી થાય ત્યારે આવી વાતા કરે એ તદ્દન સ્વાભાવિક છે. એટલા ઉપરથી એ પતિ તરફ જરા પણુ અણુગમા બતાવે છે એવા અર્થ નીકળતા નથી, પરંતુ પોતાના અતિ પ્રેમ છતાં પતિ કેવુ' અઘટિત વર્તન ચલાવે છે એ બતાવવા માટે આ હકીકત પેાતાની સાહેલીને કહે છે. શુદ્ધ ચેતના સુમતિને આ પ્રમાણે કહે છે એવા અથ લઇએ તે પણ તેમાં વિરાધ નથી.
સુમતિ કહે છેડે સખી ! મારા પતિ મહાપ્રવીણ નાટકીયા છે. તેઓ વારંવાર નવા નવા વેશ પહેરે છે અને નવા નવા નાટકા ભજવે છે. (એ નટનાગરની માજી કેવી અદ્ભુત છે તે આપણે પાંચમા પદમાં બહુ વિસ્તારથી વિચારી ગયા છીએ. ) હું સખી ! એ મારા નાટકીઆ નાથના વેશ તેા જુએ. એ કાંઇ ગામડીયા ભવાયા હાય તેવા મૂર્ખ નથી, પણ શહેરી નાટકીઆ જેવા બહુ ઉસ્તાદ છે, પ્રવીણ છે, કુશળ છે. પ્રવીણ નાટકીઆ પેઠે આ ચેતનજી વાર વાર પાઠો ભજવે છે અને વેશ ફેરવે છે, થાડા વખત તે માયા સાથે પ્રેમ કરે છે, વળી તે કુમતિની સાથે નાચ કરે છે, પાછા વળી મમતાની સાથે ભેટે છે, વળી પાછા તૃષ્ણાને પગે પડે છે, વળી શગમાં રંગાઇ તિમાં રમે છે, શાકમાં ડૂબી અરિતમાં આરડે છે, કપટકળા કેળવી જગતને ધૂતે છે, અભિમાન કરી માનમતંગજ પર ચઢે છે, ક્રોધ કરી અન્યને તુચ્છકારે છે, પેાતાના પર ગુસ્સે થઇ પેાતાનું જ માથુ ફાડે છે,
Jain Education International
* નટનાગર કે સંગ' એવા પાઠ એ પ્રતમાં છે.
× ખેલત્તને બદલે ખેલતી' એવા પાઠ છે, જે અશુદ્ધ જણાય છે.
+ પ્રીકાને ખલે ીકી' પાડે છે અને એક પ્રતમાં અંગને બદલે ‘ માંગ ' શબ્દ છે, જેના અ સમજાતા નથી.
સાંગવેશ.
૧ દેખા=જુએ. આલી=સખી. નટ=નાટક. નાગર=પ્રવીણ, શહેરી, નાયક. ઔર હી ઔરજ્જૂદા જૂદા. રંગપાઠ. ખેલત=ખેલે છે, ભજવે છે, તાતે =તેથી. પ્રીકા રૂપરંગ વગરના લાગતલાગે છે. અંગ અવયવે. ( જુએ વિવેચન )
For Private & Personal Use Only
www.jainelibrary.org