________________
તેત્રીસમું પદ
૩૫૩ +चित्त चोरी चिहुं दिसे फीरे, प्राणमें दो करे पीस;
*अबलासें जोरावरी प्यारे, एती न कीजे रीस. मिलापी० ४ “ચિત્તરૂપ ચકવી હૃદય ઉપર બને હાથ દાબીને ચારે દિશામાં ફરે છે; હે પ્યારા ! અબળા સ્ત્રી ઉપર જોરાવરી કરીને આટલી બધી રીસ કરવી ન ઘટે.”
ભાવચિત્તરૂપ ચકવી પિતાના હદય ઉપર અને હાથ મૂકીને પતિની શોધમાં ચારે દિશામાં ફર્યા કરે છે. પતિને મેળાપ કરવાની દઢ ઈછામાં ચિત્તરૂ૫ ચકવી આખી દુનિયામાં ફર્યા કરે છે અને પિતાનું હૃદય તૂટી ન જાય તેટલા માટે વિરહી સ્ત્રીની પેઠે પોતાની ધડકતી છાતી ઉપર હાથ મૂકી રાખે છે. અસહ્ય વિરહાવસ્થાનું આ અંતિમ દુઃખદર્શન છે. રડી રડીને થાકી ગયેલી, નિસાસા નાખતી વિરહી સ્ત્રીની ધડકતી છાતી ફાટી ન જાય તેટલા માટે તે કાંઈક દિલાસારૂપે પિતાના બન્ને હાથ તેના ઉપર મૂકે છે. પતિથી વિટી પડી ગયેલી ચકવી જેમ નદીના કિનારા ઉપર યું યું કર્યા કરે છે અને આમતેમ ઊડે છે તેમ વિરહી સ્ત્રી પતિઘેલી થઈ તેના નામની જપમાળા જપતી તરફ ફર્યા કરે છે.
અહીં પાઠાંતરને અર્થ વિચારીએ. ચિત્ત ચાતક પીઉં પીઉં કરે રે, પ્રણમે દે કર પીસ” એ પાઠ ભીમશી માણેકવાળી બુકમાં છે. ચિત્તરૂપ ચક પતિ પતિ એ અવાજ કરે છે અને બંને હાથ મેળવીને પગે લાગે છે–આ અર્થ થઈ શકે છે, પણ તેમ કરવામાં ઘણા પ્રકારની અગવડ જણાય છે. એક તે ચાતકને પીયું પીયું કરવાનું જણાવવું ચાલતી હકીકતને અનુરૂપ નથી, તેને સામાન્ય જાતિવાચક શબ્દ ગણી તેને અર્થ ચકવી કરીએ તે જ કાંઈક અર્થઘટના થાય તેમ છે. જેમ ચાતક પાણી પીવાને તરસ્યા થયો હેય તે પ્યું મુંને અવાજ કર્યા કરે તેમ તેમ હું પતિ પતિને જાપ કર્યા કરું છું એ બીજો અર્થ થઈ શકે તે કાંઈક ઠીક છે, પણ તેમાં દ્વિતીય પંકિતનું અર્થગાંભીર્ય જળવાતું નથી. ચકવી બે હાથ જોડીને પતિને પગે પડતી હોય એ તદ્દન અસ્વાભાવિક હકીકત છે, કારણ કે પતિ તે મંદિર પધારતા નથી એટલે એને પગે પડવાની વાત કેવી રીતે આવી શકે? આ બધી બાબતને વિચાર કરતાં ઉપર મૂલમાં જે પાઠ લખે છે તે વિશેષ ઠીક હોય એમ લાગે છે.
+ પ્રથમ પંક્તિને સ્થાને “ચિત્ત ચાતક પીઉ પીઉ કરે રે' એ પાઠ છે, એમાં અર્થ તદ્દન ફરી જાય છે, તેની ચર્ચા વિવેચનમાં કરી છે.
# બીજી પંક્તિને સ્થાને “ પ્રણમે દો કર પીસ ” એવો પાઠ છે, તેની ચર્ચા પણ વિવેચનમાં કરી છે. * “અબલાસું' એવો પાઠાંતર છે. * રીસને બદલે “ઈસ’ શબ્દ એક પ્રતમાં છે, પણ તે અશુદ્ધ જણાય છે.
જ ચેકીચકવી, ચાતકની વિરહી સ્ત્રી, ચિહું દિસે ચારે દિશામાં. પ્રાણમેં હૃદય ઉપર. દ=બે. કરે હાથવડે. પીસ દાબીને મેળવીને. અબળા સ્ત્રી, બળ વગરની. જોરાવરી=બળાત્કાર, રીસામણી. એતી એટલી. ન કીજે=કરવી ન ઘટે, રીસ ગુસ્સે થવું તે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org