________________
ઉપર
શ્રી આનંદઘનજીનાં પદે મશ્કરી કરે છે. જ્યારે ખડખડાટ દાંત કાઢવામાં આવે છે, અટ્ટહાસ્ય કરવામાં આવે છે ત્યારે દંતપંક્તિ બહાર દેખાય છે, તેવી રીતે આ આકાશરૂપ સ્ત્રી આકાશમાં ઝળકતી તારાપંક્તિરૂપ પિતાના દાંત બતાવી બતાવીને આ વિરહી સ્ત્રીને ત્રાસ આપ્યા કરે છે. આ પંક્તિમાં ભાવ એ છે કે પતિના વિરહે સૌભાગ્યવતી સ્ત્રી પતિના વિરહથી ખેદ પામીને આંખનું એક પણ મટકું માર્યા વગર પતિના નામની જપમાળા જપતી પતિના માર્ગનું નિરીક્ષણ કરે છે અને નિઃશ્વાસ નાખી ખાલી ચક્ષુએ આકાશ સામું જુએ છે. દુઃખીને દુનિયા પિતાની મશ્કરી કરતી જણાય છે, સુખીને પિતા તરફ હસતી જણાય છે, તે પ્રમાણે આ પતિવિરહિણે સ્ત્રીને આકાશ પણ તારારૂપ દાંત દેખાડીને મશ્કરી કરતું હોય અને તે દ્વારા રાત્રિ પણ તેની મશ્કરી કરતી હોય એમ લાગે છે.
મુહી એટલે મને. એને અર્થ મહમય રાત્રિ એવો પણ થઈ શકે. એકાંત સ્થાનમાં મેહ રાજા પિતાનું પરાક્રમ વધારે બતાવે છે, એ પ્રસિદ્ધ હકીકત છે તેથી અહીં રાત્રિને સમય પસંદ કર્યો છે.
પતિવિરહમાં શોક કરી કરીને-આંસુઓની ધારા પાડીને મેં હૈ અનુભવ મિત્ર! ભાદરે કાદવવાળો કરી મૂકે છે, મતલબ કે મારી આંખમાં એટલાં બધાં આંસુ આવે છે કે લોકોક્તિ પ્રમાણે મારી એક આંખમાં શ્રાવણ અને એક આંખમાં ભાદર ચાલ્યા જાય છે, મારાં આંસુ ખળતા નથી, અટકતાં નથી, બંધ પડતાં નથી, અને આવી રીતે પતિવિરહમાં હું ધાર આંસુએ રડ્યા જ કરું છું અને પતિને મળવા આતુર રહું છું.
વિરહી સ્ત્રીઓ સંસારમેહમાં આસક્ત થઈ પતિના વિરહ વખતે આવી જ રીતે વિલાપ કરે છે, આવા જ પ્રકારે આંસુ પાડે છે અને તેવી સ્થિતિ અહીં સુમતિની બતાવી છે. તફાવત એટલે જ છે કે વિરહી સ્ત્રી મેહથી તેવી સ્થિતિમાં આવે અને તેનું સાધ્ય ઇદ્રિયવિષયતૃપ્તિ હોય છે અને સુમતિ શુદ્ધ પ્રેમથી પતિ તરફ આકર્ષાય છે અને તેનું સાધ્ય શુદ્ધ ચેતનત્વ પ્રકટ કરવાનું છે.
ગઅર્થમાં અંધારી રાત્રિ તે આત્મજ્ઞાન પર પડેલાં આવરણથી થયેલી અજ્ઞાનદશા સમજવી અને તેમાં તારારૂપ દંતપંક્તિ તે મતિજ્ઞાન, શ્રતઅજ્ઞાનાદિ ઉપરથી શ્વેત દેખાતા બેટા ચમકારા સમજવા. રડવાની હકીકત સામાન્ય રીતે આવા ભદ્રક પિતાના સંબંધીને અજ્ઞાનયુક્ત સ્થિતિમાં સબડતા જોવાથી ખેદ કરે તેને અનુરૂપ છે. અશ્રુની ધાર ચાલે છે તે વધારે ખેદયુક્ત સ્થિતિ બતાવે છે. આવી રીતે હું પતિના વિરહથી હેરાન થાઉં છું, છું અને અન્યવડે હસાઉં છું, પણ મારા પતિ મારા ઉપર કૃપા કરીને મારા મંદિરે પધારતા નથી તેને હું અનુભવ મિત્ર! હવે તમે મેળવી આપે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org