________________
શ્રી આનઘનજીનાં પા
ભાવહૈ અનુભવ મીઠડા મિત્ર ! મારા પતિના વિરહમાં હું રાત દિવસ દુ:ખમાં ને દુઃખમાં રહું છું, મને તે વાત ગમે તેટલુ કરતાં પણ વિસરાતી નથી અને તેથી મારી બધી શુદ્ધબુદ્ધ ચાલી ગઈ છે અને એક ઉન્મત્તની માફક જાણે મારા બધા હાશકેશ ઊડી ગયા હૈાય તેમ હું ફરું છું. હું અહીંતહીં જાઉં છું પણ મારું કાઇ બાબતમાં ચિત્ત ચોંટતું નથી તેથી ગાંડી જેવી લાગુ છું. આ પતિને વિરહાગ્નિ એટલે સખત લાગે છે કે તેની જવાળામાં મને તનની કે મનની શાંતિ મળતી નથી, હું મળી રહી છું અને મારા શરીરમાં અને મારા મનેારાજ્યમાં વિરહના અગ્નિ પ્રજવલિત થઈ રહ્યો છે. મારા મનની તે તનની પીડા જાણનાર તારા વિના કાઇ નથી. એક વિરહી સ્રી જે પરમ પતિવ્રતા હાય તેને જ્યારે પતિના વિરહ થાય ત્યારે તેની કેવી દશા થાય તે તે હું અનુભવ મિત્ર ! તમે અનેક કાવ્યેામાં વાંચ્યું હશે. અત્યારે મારી આ દશા થઈ છે કે હું તમને રેકીને પણુ તે કઈ રીતે ખતાવું ? રડવામાં પણ જરા શુદ્ધિ તે જોઇએ અને મારી શુદ્ધબુદ્ધ પણ એટલી કમતી થઇ ગઇ છે કે હું તમને રડીને પણ મારે ખરેખરા મનાભાવ બતાવી શકું તેમ રહ્યું નથી.
૩૫૦
પચીશમા પટ્ટમાં સુમતિ કહે છે કે-દરેક મનુષ્યની આગળ મનની વાત કેવી રીતે કહી શકાય ? હવે તેને અહીં અનુભવ સ્વજન મળેલ છે તેથી તેની પાસે મન ખોલીને પેાતાની ખરેખરી સ્થિતિ બતાવી આપે છે અને તેમ કરતાં તેને કહે છે કે-હે મિત્ર ! મારા પતિવિરહે મારા શરીરની અને મનની એવી સ્થિતિ થઇ ગઇ છે કે હું તે તારી પાસે રાઇને બતાવી શકતી નથી. રડવામાં રડવા પૂરતી અને તે સાથે પેાતાનું દુઃખ બતાવવા પૂરતી તે શુદ્ધિ હાવી જોઇએ, તેટલી પણ મારામાં નથી તેથી હું તને રડીને પણ મારા ખરે। મનેાભાવ સમજાવી શકતી નથી. મારે તે આખા દિવસ ખેદ કરવામાં જ જાય છે, મને ખીજું કાંઈ સૂઝતું નથી અને મારા આખા શરીરમાં અને વિરહાગ્નિની જ્વાળાએ ઉઠ્યા કરે છે અને તે મને બાળી નાખે છે. હું મિત્ર ! હન્તુ પણ કેટલી વાત કહું ? અત્યારે તારી પાસે મન ખેાલીને કહું છું. પતિવિરહે મરા હાલ કેવા થયા છે? તે જરા સાંભળ અને પતિને તે કડીને તેની સાથે મારે। મેળાપ કરાવી આપવા હવે બનતા પ્રયાસ જરૂર કર.
મનમાં
સુમતિ શુદ્ધબુદ્ધ ખાઇ એસે એના ભાવાર્થ એ સમજવા કે-મમતા, માયાના પ્રસંગ માં આ જીવ એટલેા બધા પડી ગયા છે કે તેનામાં શુદ્ધ બુદ્ધિ જે કાંઇ હાય તે ચાલી જાય છે, તદ્ન નહિ જેવી થઇ અવ્યવસ્થિત અથવા અસ્વસ્થ સ્થિતિમાં પડી રહે છે, અને તે સાહેબજી તે ઉન્મત્તની પેઠે માયા, મમતા વેશ્યાઓના ઘરે રખડ્યા કરે છે. આવી સ્થિતિને પરિણામે ચેતનજીની પેાતાના મનની અને શરીરની શાંતિ રહેતી નથી, તે ધનની લાલચે અહીંતહીં વલખાં માર્યાં કરે છે, ઇંદ્રિયના ભાગા પ્રાપ્ત કરવા જ્યાં ત્યાં માતુ નાખ્યા કરે છે અને આખા સ'સારચક્રમાં ગાંડા માસની પેઠે રખડે છે. એની એ સ્થિતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org