________________
૩૪૮
શ્રી આનંદધનજીનાં પદ તમે જરા તેઓને મળીને મારે મંદિરે પધરાવે. તેઓ મારું વિયોગ દુઃખ ભાંગી નાખે એ કઈ માગ કરી આપે કે જેથી મારી પીડા મટી જાય.” વિરહિણી સ્ત્રીની આવી અવસ્થાને બરાબર બેસતા આવતા આ પદને સુમતિ અને અનુભવના સંવાદરૂપમાં સમજાવી શકાશે. એ શૃંગાર અને શાંતરસમિશ્રિત પદને ભાવ હવે વિચારીએ.
અનુભવ મીઠા મિત્ર ! તમે મારા અને મારા પતિના શુદ્ધ મિત્ર છે, પ્રિય સ્નેહી છે. ( અનુભવ અને સુમતિ તે સાથે જ રહે છે અને ચેતનજીને તેની શુદ્ધ દશા તરફ પ્રયાણ કરવાની સાચી સલાહ આપનાર મિત્ર પણ એ જ છે. તેથી અને ચેતનજી પાસે તેની સલાહનું વજન હેતું હોવાથી તથા બન્નેને મેળાપ કરાવી આપવામાં અનુભવકુશળ હોવાથી સુમતિ તેને કહે છે) હે દિયરજી! તમે મારા પતિને લાવીને તેને મારી સાથે મેળાપ કરાવી આપે. જો તમે આવીને જરા તસ્દી લે અને તેમને સમજાવીને મારે પતિ સાથે મેળાપ કરાવી આપે તે પછી પતિને હું મારે વશ રાખી તેઓને આનંદ કરવું અને પછી તેઓને અને મારી બહેન શુદ્ધ ચેતનાને સંગ થતાં ભવની ભાવઠ ભાંગી જાય અને પતિ એકરૂપ થઈ જાય. હાલ તે વિરહ કાળમાં મારી શી દશા થાય છે તે અનુભવ મિત્ર ! જરા સાંભળો અને તેમાંથી તમને યોગ્ય લાગે તે મારા પતિને કહે.
ચાતકપક્ષી જેમ વરસાદની રાહ જોઈ પીઉ પીલ” કરી મૂકે છે, મતલબ વષસમય નજીક જોઈ બપૈયે જેમ તેને માટે આતુરતાથી આરડે છે તેવી રીતે પતિને મળવાના ઉત્સાહથી અને આતુરતાથી હું પતિના નામની જપમાળા જપું છું, આખો વખત પતિપતિ’ એમ જા૫ કર્યા કરું છું અને જેમ બધે વરસાદની રાહ જોઈ, તેની જપમાળા લઈ, તેનું નામોચ્ચારણ કરી તેના આવવાની વાટ જુએ છે તેમ, હું પણ પતિઆગમનની વરસાદ પેઠે રાહ જોઉં છું. આટલું કરતાં છતાં અનુભવ મિત્ર ! તમે પતિને સમજાવીને મેળવી આપતા નથી. મારો જીવ તે પતિના દર્શનનું પાન કરવા માટે તરસ્ય થઈ રહ્યો છે,
મારા મનમાં પતિના દર્શનની ઉત્સુકતા છે, ચક્ષુમાં પતિદર્શનની કામના છે, કાન પતિના • શબ્દ સાંભળવા આતુર છે અને મારું આખું અંગ પતિમેળાપના વિચારથી કંપ્યા કરે છે તેથી જાણે મારા પ્રત્યેક અવયવ ચાતકની પેઠે “પીયુ પીયુ” કરી રહ્યા છે, એની કૃશતા અને ઉમત્તતા અવ્યક્ત શબ્દરૂપે પતિ શબ્દની નિર્દોષણ સ્પષ્ટ બતાવી આપે છે તેથી હે અનુભવ મીઠડા મિત્ર! એ મારાં જીવનરૂપ પતિને તું ગમે તેમ કરીને અહીં લાવ, લાવ.
વિરહી સ્ત્રીની અવસ્થાને ખ્યાલ કરે, અનંત કાળથી તેની આશા નહિ પૂર્ણ કરનાર પતિ તરફ શુદ્ધ પવિત્ર પ્રેમ રાખનાર પતિપ્રાણુ પવિત્ર સાઠવી સતીનું વર્તન વિચારો અને છેવટે તે કેટલા ઉપાયથી પતિને નિજ મંદિરે પધારવા વિજ્ઞપ્તિ કરે છે તે સંબંધમાં અગાઉનાં પદે વિચારે. (ખાસ કરીને આ વિષય પર જુઓ પદ ૮, ૯, ૧૦, ૧૩, ૧૪, ૧૬, ૧૮ તથા ૩૧.) હવે વળી એક વિશેષ ઉપાય તરીકે અનુભવ મિત્રને વિજ્ઞપ્તિ કરી પતિને નિજ મંદિરે લઈ આવવા માટે અને બન્નેને મેળાપ કરી આપવા માટે તેને કહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org