________________
તેત્રીસમું પદ
૩૪૭ વાસ્તવિક હિત થાય તે મા આદર, વિભાવનું જોર થઈ જવા દેવું નહિ અને સ્વભાવને પ્રગટ કરવા બની શકે તેટલે અને બની શકે તેટલી દિશાએથી જરૂર પ્રયત્ન કરે. આ જીવનનું તે કાર્ય છે અને તેની સફળતામાં જીવનયાત્રાની સફળતા છે. આનંદઘન અને સુમતિ એક થાય, એક થવા માટે બનતે પ્રયાસ કરે, પ્રયાસ કરવા માટે ગ્ય સામગ્રી એકઠી કરે અને એ પ્રત્યેક સાધ્ય માટે જેટલું બની શકે તેટલે પ્રગતિ તરફ પુરુષાર્થ થાય એ ખરું જીવનનિર્વહન છે, એના પ્રયાસમાં આનંદ છે અને એની પ્રાપ્તિ માં સાધ્યબિંદુનું લક્ષ્યસ્થાન છે.
પદ તેત્રીસમું
રાગ ગોડી. मिलापी आन मिलाओ रे, मेरे अनुभव मीठडे मित्त. मिलापी. चातक पीउ पीउ पीउ *स्टे रे, पीउ मिलावे न आन; जीव पीवन पीउ पीउ करे प्यारे, जीउ नीउ आन ए आन. मिलापी० १
મારા અનુભવ મીઠા મિત્ર ! મેળાપ કરી જાણનાર ! (પતિને) લાવીને મેળવી આપો. ચાતક પીઉ પીઉ કરે (તેમ હું પતિ પતિ ૨૮ છું) (૫ણ) પતિને લાવીને મેળવી આપતા નથી; મારો જીવ (પ્રેમરસ) પીવાને તરસ્યો થઈને પીઉ પીઉ કરે છે, હે પ્યારા ! મારા જીવનરૂપ તેમને લાવ, લાવ. ”
ભાવ-એક વિરડી સ્ત્રી પિતાના પતિને વિગ સહન કરી શકતી ન હોવાથી પિતાના પવિત્ર પ્રેમ રાખનાર ગોઠીયા પાસે જઈ તેને વિજ્ઞપ્તિ કરે કે “હે બંધુ ! તમે મારી દશા તે જુઓ ! મારા પતિ પર હું શુદ્ધ પ્રેમ રાખું, તેઓની ખાતર મારું સર્વ સુખ તળું, તેઓ ઉપર મારા પ્રાણ પાથરું, તેઓના વિરહથી રાતના ઊંઘ પણ ન લઉં છતાં તેઓ મારે ત્યાં પધારતા નથી, મારે ઘણા કાળને વિયેગ દૂર કરતા નથી, માટે
* રટેરેને બદલે “ કરે રે એવો પાઠ બે પ્રતમાં છે, રટે શબ્દ લેવામાં પીઉને ભાર વધારે આવે છે તેથી એ પાઠ મૂળમાં જાળવી રાખે છે.
૪ મિલાવેને બદલે “મિલાવો” અથવા મિલાવ પાડે છે. એ શબ્દનો કયો અર્થ કરે તેના પર પાઠાંતરનો અત્ર આધાર છે.
+ “આનિ અવનિ' એવો પાઠ બે પ્રતોમાં છે. એનો અર્થ સમજાતું નથી. આનિ એટલે લાવી અને અવાનિ–અર્વાણ, જલદી એ અર્થ ઘટી શકે ખરે તે વિચારવા યોગ્ય છે.
૧ મિલાપા-મેળાપ કરી જણનાર, કરી આપનાર, આન-લાવીને, મિલાવ મેળવી આપે. મીઠડે= મીઠા, દીલેજાન. મિ=મિત્ર, દોસ્ત. મિલાવે મેળવી આપે. આન=આણીને, લાવીને. પીવન-પીવાને માટે તરસ્યો થયો કે જઉ નિઉ મારા (નિજ) વનરૂપ. એ=એને, મારા પતિને.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org