________________
બત્રીસમું પદ
૩૪૩ સુગંધી ફૂલની સુવાસથી આકર્ષાઈ ભમરો જેમ ફૂલની આસપાસ અને ચોતરફ ચક્કર લીધા કરે, જરામાં તેની ઉપર આવે, વળી એક બાજુમાં જાય, વળી બીજી બાજુમાં જાય, અને તેની પરના પ્રેમને લીધે તેના ફરતી પ્રદક્ષિણા ફર્યા કરે, તેવી રીતે હું તે મારા નાથ પરના પ્રેમથી આકર્ષાઈ તેમના કરતી, તેમની આજુબાજી, તેમની ઉપર તરફ ફર્યા કરું છું, તેમના પ્રેમમાં મસ્ત થઈ તેઓશ્રીની ઓળગે જાઉં છું અને આટલું કરતાં છતાં પણ પતિ તે મારી સામું જોતા પણ નથી. ત્યારે હવે મારે તે પ્રીતિને નિભાવ કેવી રીતે કરે? આપણે ઉપર પડતા જઈએ અને પતિ લાત મારે, સામું પણ ન જુએ ત્યારે હવે પ્રીતિને નિવહ શી રીતે કરે? પ્રીતિના નિયમ પ્રમાણે બનેનું મન હોય તો જ પ્રીતિ વધે છે, નહિ તે પ્રીતિ નભતી પણ નથી તે વધે તે કેવી રીતે? એકપખી પ્રીતિ લાંબે વખત ચાલતી નથી એ સુપ્રસિદ્ધ નિયમ છે.
આટલી હકીકત સાંભળી શ્રદ્ધા સખી જે બાજુમાં ઊભી હતી તેણે સુમતિને કહ્યું કે“સખિ ! તમે કહો છો કે “રાવરી રીત અનેસે પણ અત્યાર સુધીમાં તમે તમારા પતિથી કાંઈ જૂદાઈ જણાવી હશે અને તેથી પતિ કદાચ રુક્યા હશે અને તમારા પર મન નહિ લગાવતા હોય.” શ્રદ્ધા સખીનાં આવાં વચન સાંભળી સુમતિ તેને પ્રત્યુત્તર આપે છે.*
હે સખિ ! હું તે પતિ સાથે એવી મળી રહી છું કે જેવી રીતે ફૂલ-પુષ્પ તેની વાસ સાથે મળી ગયેલ હોય. ફલ અને તેની સુવાસ જેમ જુદાં નથી, ઘટ અને ઘટત્વ જૂદાં નથી, અત્તર અને અત્તરની સુગંધી જેમ જૂદી નથી, તેમ હું સુમતિ મારા પતિ સાથે એકરૂપે મળી રહી છું. મારા મનમાં તેમના સંબંધી જ વિચાર આવે છે, મારાં વચનમાં તેમના ગુણાનુવાદ અને ગુણેકર્ષ આવે છે, મારું શરીર તેમને જ અર્પણ છે, મારામાં તેમના સિવાય અન્યને સંકલ્પ પણ નથી. ટૂંકામાં હું તે તેમનામય છું, ત૬૫ છું, તસ્વરૂપ છું. કદિ પણ એમના તરફ ભિન્નભાવ બતાવ્યું નથી. મારી કદિ પણ તેમના તરફ અરુચિ થઈ નથી, મારું મન કદિ અન્ય પુરુષ તરફ ગયું પણ નથી. તેઓ ગમે તેવી કુલટાઓનાં ઘરે જાય, તેઓને બોલાવે, તેઓ સાથે વિલાસ કરે તેમ છતાં પણ મેં પતિ તરફ કદિ ઉપેક્ષા કરી નથી. તેઓ જ્યારે મારે મંદિરે પધારે છે ત્યારે તેઓની સાથે હું એકરૂપ થવા તૈયાર જ રહું છું, અત્યારે પણ તૈયાર છું અને ભવિષ્યમાં કદિ તેમનાથી વિપરીત થવાની નથી. આટલું બધું કરતાં છતાં પણ નાથ મારાથી તદ્દન વિરુદ્ધ વર્યા કરે છે, મારી તરફ જરા પણ પ્રેમ દર્શાવતા નથી એનું કારણ શું હશે ? તે હે સખિ ! વિચાર કરવા યોગ્ય છે. હું તે સ્પષ્ટ રીતે કહું છું કે-મારો અને મારા પતિને ફૂલ અને તેની વાસની પેઠે અભેદ છે, અને મારામાં કદિ દ્વિધાભાવ થવાને નથી.
* આવી રીતે શ્રદ્ધા સાથે વાતચીત થાય છે એવો અર્થ કરે જ યુક્ત થશે કારણ પ્રથમ ગાથા પતિને ઉદેશીને લખી છે અને આ ગાથા માં આલી શબ્દ આવે છે તેને તે વગર બીજી કઈ રીતે ખુલાસો થઈ શક નથી. ટબાકાર પણ એ જ રીતે અર્થ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org