________________
બત્રીસમું પદ
૩૪૧ પદ બત્રીસમું
રાગ રામેરી. पीया तुम, निठुर भये कयुं ऐसे. निठुर० में तो मन वच क्रम करी राउरी,
राउरी रीत असे. पीया तुम० १ હે પતિ! તમે આવા કઠણ કેમ થઈ ગયા છો? મન વચન કાયાએ કરી આપની છું અને તમારી રીતિ જ ગ્રહણ કરું છું.”
ભાવ-આ શ્રી આનંદઘનજીનું પદ બહુ અર્થઘટનાવાળું અને નૂતન પ્રકારનું છે, એને આશય સમજ અતિ મુશ્કેલ છે. એના પર બે ટબા પણ મળી આવ્યા છે. તે અર્થ અને મારા ગુરુ મહારાજે બતાવેલા અર્થ અત્ર કરવામાં આવ્યું છે અને તે સ્કુટ કરવા વિવેચન કરવામાં આવ્યું છે તે વિચારવા વિનતિ છે.
ઉપર્યુક્ત એકત્રીશમા પદમાં સુમતિ ચેતનજીને નિજ પરિવાર જેવાની વિજ્ઞપ્તિ કરે છે અને તેની સાથે સ્વભાવદશામાં અને વિભાવદશામાં શું શું વસ્તુસ્થિતિ છે તેનું તેને દિગદર્શન કરાવે છે. એ સર્વને આશય પતિ માયા, મમતાની સોબતમાં કુછ દે પડી ગયા છે તે માર્ગથી તેમને છુટા પાડી શુદ્ધ ચેતનાના અતિ પવિત્ર માર્ગ તરફ પ્રયાણ કરાવવાને છે. ઉપરના પદમાં જે સ્વરૂપ બતાવ્યું તેથી પણ ચેતનછ સમજ્યા નહિ ત્યારે હવે કાંઈ વિનતિરૂપે અને કાંઈક અતિ માયાળુપણે સુમતિ ચેતનજીને કહે છે અને તે વખતે તેની સખી શ્રદ્ધા પાસે ઊભી છે.
હે મારા નાથ! તમે આવા કઠોર કેમ થયા છો? મેં તમને આગળ મમતા, માયાનું કુટિલપણું બતાવ્યું, વિભાવદશાનું વિભાવપણું બતાવ્યું અને શુદ્ધ દશાનું મહત્વ બતાવ્યું, છતાં તમે તે મારા સામું જોતાં પણ નથી ! ખરેખર ! મારા નાથ ! આપ આટલા બધા કઠોર શા કારણે થયા છે? તમે મારી સામું તે જુઓ. હું તો મન વચન કાયાએ કરીને તમારી જ છું, હું મનમાં તમારું જ ધ્યાન કરું છું, વચનથી તમારે જ જાપ કરું છું અને મેં શરીર તમને જ અર્પણ કરી દીધું છે. હું તમારી સર્વ રીતિઓ અંગીકાર કરું છું, તમને જે વસ્તુઓ તત્ત્વતઃ હિતકારી હોય તેને હું ગ્રહણ કરું છું, તમારા પવિત્ર સગાઓ સાથે જ સગપણ રાખું છું અને શુદ્ધ દશામાં તમે જેવા પવિત્ર છે
૧ પીયા=પતિ, નિર-કઠોર, સખત, બેશરમ. ભયે થયા. કર્યું =શામાટે. અસે=એવા. મેં છું. કમ= કાયા, શરીર. રાઉરી=આપ સાહેબની, રાજાની, તમારી. રીત=રીતિ. અને ગ્રહણ કરીશ અથવા અને એંસી એટલે એવી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org