SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ એકત્રીસમું પદ ૩૩૫ उत माया काया कबन जात, *यहु जड तुम चेतन जगविख्यात; उत करम भरम विषवेलि संग, इत परम नरम मति मेलि रंग. कित० २ ત્યાં માયા અને શરીર કઈ જાતિનાં છે? તે સર્વ જડ અચેતન છે અને તમે ચેતન છે એ પ્રસિદ્ધ હકીકત છે. ( વળી) ત્યાં કર્મને ભ્રમરૂપ વિષવેલડીને સંગ છે અને અહીં પરમ નરમ બુદ્ધિના એકત્રિત થવારૂપ રંગ છે.” ભાવ–મારા નાથ ! તમે વિભાવદશામાં ભમ્યા કરે છે પણ ત્યાં તો માયા, મમતા અને શારીરિક વાર્તા જ તમને પ્રાપ્ત થશે. છળકપટ કરી આત્મવંચના કરવી, મારું મારું કરી સંસારને ચાટ્યા કરે અને શરીરની શુશ્રુષા કરી તેને પાળવું, પિષવું અને તેને માટે સંખ્યાબંધ ઉપાધિઓ કરવી એ સર્વ આપને વિભાવદશામાં પ્રાપ્ત થશે. ત્યાં માયા, મમતા આપની સ્ત્રીઓ થવા આવશે, પરંતુ તે બને કઈ જાતિની છે તેને તે આપ વિચાર કરે. લગ્નસંબંધ કરતી વખતે સ્ત્રીની ખાનદાની અને કુળ વિગેરે ખાસ જોવામાં આવે છે. હલકા કુળની સ્ત્રી સાથે લગ્ન થઈ જાય તે આખે ભવ બગડે છે એ જાણીતી વાત છે. સંસારમાં રહેવાનું હોય અને સ્ત્રી તરફની પ્રતિકૂળતા હોય તે આખું જીવન ધૂળધાણું બને છે એ વિષય પર વધારે લખવાની જરૂર રહેતી નથી, દરરોજના સામાન્ય અનુભવને તે વિષય છે. લગ્નસંબંધ કરતી વખતે આપણે કન્યાની જાતિ વિગેરે જોઈએ છીએ તેમ જ યુરોપ, અમેરિકામાં પણ સરખી પંક્તિ જોવામાં આવે છે, પણ આ તમારા માયા, મમતાના સંબંધમાં તે તદ્દન વિપરીત જાતિને સંબંધ છે. તે અચેતન-પદુગલિકજડ છે અને તમે ચેતન સ્વરૂપ આત્મા છે, એ વાત સર્વ જાણે છે, જગજાહેર પ્રસિદ્ધ હકીકત છે. અથવા માયા મમતા જડ-અજ્ઞાન છે અને તમે વ્યક્ત અવ્યક્તરૂપે અનંત જ્ઞાનના ધારણ કરનારા છો, ત્યારે આવી મૂર્ખ સ્ત્રીઓ સાથેના સંબંધથી તમારી ભવિષ્યની પરણ્યા પછીની જિંદગી કેમ જશે તેને જરા વિચાર કરે. મૂર્ખ સાથે સંબંધ કરી તમારે તમારો ભવ બગાડવો હોય તે તમારી ઈચ્છા, બાકી સ્પષ્ટ રીતે જણાય છે કે-તમારે અને માયા, મમતાને સંબંધ જો કે ઘણા કાળને છે પણ તે તમારા કુળને અનુરૂપ નથી. વળી હું મારા પતિ ! એ વિભાવદશામાં કર્મ બંધ થાય છે અને થવાનો છે. જેટલો કાળ વિભાવદશામાં રહેવાનું થશે એટલે કાળ નવીન અશુભ કર્મબંધ કરી ચેતનજી ભારે થતા જવાના છે એમાં જરા પણ સંદેહ નથી, કારણ કે વિભાવદશામાં કર્મને આકર્ષ બહુ થાય છે, તેથી તે દશામાં અનેક નિબીડ કર્મ બંધાતાં જશે અને પછી તમને * “યહુ' ને બદલે ઉબેં-ઉઠે એવો પાઠાંતર છે, અર્થ એક જ છે. ૨ ઉતeત્યાં. કાયા=શરીર કબન=કઈ. જાત જાતિના છે યહુતે સર્વ. જડ=અચેતન, પૌત્રલિક. જગવિખ્યાતપ્રસિદ્ધ હકીકત છે. કરમકર્મ. ભરમ=ભમ. વિલિ ઝેરી વેલડીને. પરમ=ઉત્કૃષ્ટ. નરમ=નમ્ર. મેલિએકત્રિત.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy