________________
૩૩૦
શ્રી આનઘનજીનાં પા
लक्ष्मी: कौस्तुभ पारिजातकसुरा धन्वन्तरिश्चन्द्रमाः, गावः कामदुधाः सुरेश्वरगजा रंभादि देवाङ्गना । अश्वः सप्तमुखो विषं हरिधनुः शङ्खोऽमृतं चाम्बुधे, रत्नानीह चतुर्दश प्रतिदिनं कुर्युः सदा भङ्गलम् ॥
લક્ષ્મી, કૌસ્તુભ રત્ન, પારિજાતક પુષ્પ, સુરા (મદિરા), ધન્વન્તરી વૈદ્ય, ચંદ્ર, કામ દુધા ગાય, અરાવણુ હાથી, રંભા વગેરે દેવાંગના, સાત મુખવાળે અશ્વ, વિષ ( કાળકૂટઝેર'), ઇંદ્ર ધનુષ્ય, શંખ અને અમૃત-આ ચૌદ રત્ના મંથન કરીને શેાધી કાઢ્યાં, તે દંતકથા ઉપર આ ગાથામાં ઉપમાન કરી બતાવ્યું છે. ઉપરના શ્લોકમાં જણાવ્યું છે કે ચોદ રત્નામાં પ્રથમ લક્ષ્મી પ્રાપ્ત થઈ છે. સ્થૂળ લક્ષ્મીને તેા લક્ષ્મીનુ નામ આપવું તદ્ન અયાગ્ય છે, એ ઉપરની ગાથામાં વિસ્તારથી જોઈ ગયા. જે નિર ંતર પોતાના પતિનું સુખ વધારે, તેના હિતનું ચિંતવન કરે અને પતિને રાજી રાખવા જે નિરંતર પ્રયાસ કરે એનુ નામ જ લક્ષ્મી કહી શકાય અને સમતા એ એવા પ્રકારની લક્ષ્મી છે તેથી તે જ લક્ષ્મી કહેવરાવવાને ચેાગ્ય છે.
આ સમતા રત્નાકરની દીકરી છે. અનંત જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ અનેક રત્નના આકર ચિદાનંદઘન સ્વરૂપી ચેતનજીમાંથી તે નીકળી છે અને તેથી તે રત્નાકરની દીકરી છે એમ સમજવું. તે ચારિત્રરત્નના એક વિભાગ તરીકે તન્મય છે એમ સમજવું. હવે જ્ઞાનરત્નના એક વિભાગ તરીકે અનુભવ જેનુ સ્વરૂપ આપણે આગળ ઘણી વાર વિચારી ગયા છીએ તે છે. સદસદ્વિવેક કરી વસ્તુસ્વરૂપને તેના યથાર્થ આકારમાં બતાવનાર આ અનુભવજ્ઞાનરૂપ ચંદ્રમા પણ ઉપરક્ત રત્નાકરમાંથી નીકળે છે તેથી રત્નાકરની પુત્રી સમતા અને પુત્ર અનુભવ એ અને ભાઇ બહેન થાય છે.
Jain Education International
હવે ઉપરાક્ત રત્નાકરમાં કાળફૂટ વિષ પણ છે. અશુભ ધ્યાનનું જ્ઞાન થવારૂપ હલાહલ ઝેર ત્યાં છે. રત્નાકરની શુદ્ધ સ્થિતિમાં અશુભ ધ્યાન હાય નહિ પણ જ્યારે ઉત્ક્રાન્તિની સ્થિતિમાં ચેતન અશુભ કર્મફળથી યુક્ત હાય છે ત્યારે રત્નત્વ કાંઇક ગુપ્ત, પ્રચ્છન્ન અને કાંઇક સ્પષ્ટ હાય છે તે પ્રસંગે આ સમતા અને અનુભવ બહેન ભાઇ તે કાળફૂટ ઝેરના ત્યાગ કરી શુભ પરિણામની ધારારૂપ અથવા પરિણમનના તરંગ એટલે ભાવ પરાવર્તનરૂપ શ્રેણી લઇ આવે છે. અહીં કહેવાના ભાવાર્થ એ છે કે-અશુભ ધ્યાનઆત્ત અને રૌદ્ર આ જીવને સૌંસારમાં રઝળાવી કદના કર્યાં કરે છે અને તેથી તે કાળકૂટ ઝેર છે, કારણુ કે એનાથી ભવભ્રમણુરૂપ દ્રવ્ય મરણુ આ જીવનાં વારંવાર થયાં કરે છે. એ કાળફૂટ વિષના ત્યાગ કરાવી સમતા અને અનુભવ આ જીવમાં ધ્યાન ઉત્પન્ન કરી છેવટેં તેની પ્રમત્ત અવસ્થા દૂર કરી અપ્રમત્ત સ્થિતિમાં લાવી મૂકે છે અને ત્યાંથી પણ શુભ પરિણતિરૂપ ધર્મ શુક્લધ્યાનમાં ક્રમસર આગળ પ્રગતિ કરાવી શ્રેણીમાં આ જીવને દાખલ કરી દે છે. અપ્રમત્ત અવસ્થામાં આવેલે જીવ ત્યાર પછી અષ્ટમ ગુણુ
For Private & Personal Use Only
www.jainelibrary.org