SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીસમું પદ ૩૨૯ પૂરમાંથી લાકડાં ખેંચનારો માત્ર તેલ ને ગેળા ખાતો હતો; તેવી જ રીતે બીજા અનેક ધનના સ્વામીઓ ધૂળમાં રગદોળાયા સાંભળ્યા છે, અનુભવ્યા છે, જોયા છે. પિંપી અને સીઝરના ઘાટ જોઈએ, ઓરંગઝેબને રાજ્યભ જોઈએ, હૈદરઅલી યા ટીપુ સુલતાનના કાવાદાવા જોઈએ તે સર્વ વાતનું એક જ પરિણામ આવતું જણાશે કે લક્ષમીપતિઓને અલક્ષ્મી-નિર્ધન કહેવા એ જ હકીક્ત વાસ્તવિક છે. વળી ધન વાપરવાથી જ વધે છે, દાટવાથી વધતું નથી, એટલું જ નહીં પણ ત્યાં ને ત્યાં ટકી રહેતું નથી. વસ્તુપાળ તેજપાળ ધોળકાથી શ્રી શત્રુંજયે જતાં રસ્તે ધાડને ભય ઉત્પન્ન થતાં એક ખેતરમાં ધન દાટવા ગયા ત્યાં તેમને સામો ધનને કળશ-ચરુ પ્રાપ્ત થયે, જેને વ્યય તેઓએ શ્રી સિદ્ધાચળ પર કર્યો, પણ એ પ્રસંગે તેજપાળની પતિવ્રતા સ્ત્રી અનુપમા દેવી ધનનું સ્વરૂપ બતાવે છે તે આ ગાથામાં કહેલી હકીકતને વાસ્તવિક બનાવે છે. ધનની ઉપર વાસના રહે તો મરણ પામીને તેના ઉપર સર્પ કે ઉંદર થઈ ચેકી કરવી પડે છે, વૃક્ષરૂપે તેના ઉપર મૂળ નાખીને રહેવું પડે છે તે ઉપરાંત મનુષ્યભવમાં વહાણ પર ચઢી પરદેશ રખડવું પડે છે, સમરાંગણી માં ઝુકાવવું પડે છે અને દેવગતિમાં વ્યંતરાદિક અધમ જાતિમાં અવતાર લઈ ધન પર ચેકી કરવી પડે છે–આવી રીતે સર્વત્ર એની મૂરછ આ જીવને હેરાન કર્યા કરે છે. એની પ્રાપ્તિમાં દુઃખ છે, એના વ્યયમાં ઉપાધી છે, એના રક્ષણમાં ત્રાસ છે. આવી રીતે લક્ષમીની શું સ્થિતિ છે તે વિચારી મમતાને ત્યાગ કરે અને સમતાને ધારણ કરે, તેનામાં રંગ જમા અને તેમાં લય પામે. લક્ષ્મી પ્રાપ્ત ન થઈ હોય તેણે તેટલા માટે જરા પણ મુંઝાવું એગ્ય નથી, કારણ તેના પતિઓ અનેક પ્રકારની ઉપાધિ જ ભગવે છે. તે દેવગે પ્રાપ્ત થઈ હોય તે તેને શુભ વ્યય કરે કે જેથી લાભ થાય समता रतनाकरकी जाइ, अनुभव चंद सुभाइ; જૂર તની જમાવર્ષે શ્રેણી, બાવકુત શા. માધો માત્ર ૨ સમતા રત્નની ખાણ-સમુદ્રની દીકરી છે, અને અનુભવરૂપ ચંદ્રમા તેને ભાઈ થાય છે. કાલકૂટ વિષને વજીને શુભ પરિણામની ધારારૂપ અમૃત તે પોતે લઈ આવી છે.” ભાવ-મસ્ય પુરાણમાં એવી કથા છે કે–દેવતાઓએ મેરુપર્વતને મંથન દંડ અને વાસુકી સર્પનું દેરડું બનાવી રને શોધવા માટે સમુદ્ર જે રત્નાકર- રત્નની ખાણ કહેવાય છે તેનું મંથન કર્યું અને તેમાંથી ચૌદ રત્ન બહાર કાઢ્યાં, જેનાં નામે નીચેના શ્લેકમાં બતાવ્યાં છે. * “ભાવમેં' ને બદલે બંને પ્રતમાં “ભવમેં” એ પાઠ છે. 8 રતનાકર રત્નાકર, સમુદ્ર, જાઈ=દીકરી. ચંદચંદ્ર, ચંદ્રમા, સુભાઈ=સારો ભાઈ, બંધુ. કાલકૂટર અતિશય આકરું ઝેર. ભાવમેં શ્રેણી શુભ પરિણામની ધારા. આપ પોતે જ. લે આઈબ્લઈ આવી. ૪૨ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy