________________
શ્રી આનંદઘનજી અને તેમને સમય
વળી અડતાલીશમા પદમાં ‘રામ ભણી રહેમાન ભણ્વી , અરિહંત પાઠ પઠાઈ;
ઘર ઘરને હું ધધે વિલગી, અલગી જીવ સગાઈ. ' આવા દૃઢ વિચાર જણાવનાર પિતે અમુક ગ૭ના મેહમાં દેરવાઈ જઈ અન્યને તિરસ્કાર કરે છે તે સમીચીન લાગતું નથી, પણ સાથે તેઓ એટલા જ મક્કમપણે શ્રીનેમિનાથના સ્તવનમાં જણાવે છે કે –
ચૂરણ ભાષ્ય સૂત્ર નિયુક્તિ, વૃત્તિ પરંપરા અનુભવ રે;
સમયપુરુષના અંગ કહ્યાં છે, જે છે તે દુરભવ રે. અહીં સૂત્રનાં સમયપુરુષનાં અંગની વિચારણામાં પૂર્વ ધકૃત છૂટક પદવ્યાખ્યા તે નિર્યુકિત, સૂત્ર ઉકત અર્થ તે ભાગ, સૂત્ર પિતે, માગધીમાં પૂર્વધરકૃત સૂત્રની ટીકા તે ચૂણિ અને સંસ્કૃત ટીકા તે વૃત્તિ એ સમયપુરુષનાં પાંચ અંગ ઉપરાંત તેઓ પરં પરા અનુભવને-સંપ્રદાયાગત જ્ઞાનને પણ એટલી જ અગત્ય આપે છે; આ ઘણી અર્થસૂચક વાત છે. તેઓ આમાંનાં એક પણ અંગને ઓછું કરનાર–તેને નહિ માનનાર અથવા તદનુસાર ન વર્તનારને દૂરભવ્ય કહે છે, એ હકીકત ખાસ ધ્યાન ખેંચનારી છે. ગચ્છવિચારણને અંગે તેવા કથનથી અહીં સ્વાભાવિક રીતે એમ લાગે છે કે તેઓએ એકલા નિશ્ચય કે એકલા વ્યવહાર ઉપર વિચાર રાખે નહિ હોય. તેઓ શ્રી અનંતનાથજીના સ્તવનમાં જણાવે છે કે –
વગન નિરપેક્ષ વ્યવહાર જ કહ્યો, વચન સાપેક્ષ વ્યવહાર સાચે; વચન નિરપેક્ષ વ્યવહાર સંસારલ, સાંભળી આદરી કાંઇ રાચે.
આવી રીતે એક બાજુએ સંપ્રદાયને અને પરંપરાને અતિ માન આપનાર મહાત્મા પુરુષ અપેક્ષા વગરનાં વ્યવહારવચનની દરકાર કરનાર ન હોય અને તેવાં વચનને સંસારવૃદ્ધિનું કારણ ગણુતા હોય અને તેને આદર કરવાની ના કહેતા હોય તો તેના પરિણામે બહુ સુંદર એકત્રકરણ થઈ જાય છે. એને પરિણામે ઉપરનાં છોતરાં ક્યાં છે અને અંદરનું તત્ત્વ શું છે તે પૃથક્કરણ કરવાની વિશુદ્ધ બુદ્ધિ જાગ્રત થતાં પરંપરાને
ગ્ય રીતે સમજી તેની અપેક્ષા વિચારી યથાઘટિત વર્તન કરતા હોય એમ વિચારતાં તેઓએ ગચ્છની તદ્દન ઉપેક્ષા કરી હોય એમ માની શકાતું નથી. પરંપરાએ એથી બહુ હાનિ થાય. મધ્યમ ઉત્ક્રાન્તિને જીવે પર એથી બહુ નુકસાનકારક અસર થાય અને માર્ગમાં અનેક પ્રત્યવાયે અવે એવું વિચારનાર મહાત્મા ગચ્છના મેહમાં ન પડે એ જેટલું સ્વાભાવિક છે તેટલું જ સાધુવેશધારણ વિગેરે ક્રિયાકલાપની જરૂરીઆત સ્વીકારે એમ માનવું તે પણ સ્વાભાવિક છે. વ્યવહારનો લેપ કર્યા વગર અને તેની અણઘટતી વિગતમાં ઉતર્યા વગર વિશુદ્ધ માર્ગ પર ચાલવાના નિર્ણય પર તેઓ આવ્યા હોય એમ ધારી શકાય છે. ચાલી આવતી વાતે પ્રમાણે તેઓ સાધુ હતા, દીક્ષિત હતા એમ જ
Jain Education International
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org