________________
ચારિત્રવિચારણાનાં દષ્ટિમ દુ
આનંદઘનજીની દીક્ષા-ગચ્છ
શ્રી આનંદઘનજી મહારાજના સંબંધમાં મને જે હકીકત મળી આવી તે પર વિચાર કરતાં તેઓએ દીક્ષા તપગચ્છમાં લીધી હાય એમ જણુાય છે. તેમનાં કાઇ કાઈ પો પર જ્ઞાનસાર નામના એક વૈરાગ્યવાસિત યતિએ ટા પૂર્યાં છે. તે ટખામાં લખે છે કે • આનંદઘનજી સાધુવેશે રહેતા હતા. ' સંપ્રદાયમાં ચાલી આવતી હકીકત પણ એ વાતની સાક્ષી પૂરે છે. તેએએ દીક્ષા તપગચ્છમાં લીધી હતી એમ માનવાને ઘણાં કારણેા મળી આવે છે. તેઓને યશોવિજય ઉપાધ્યાયજી તથા સત્યવિજય પંન્યાસ સાથે સંબંધ અને તે કાળમાં તપગચ્છનું ખાસ કરીને મારવાડ તથા ગુજરાતમાં અસાધારણ પરિમળ શ્વેતાં આનંદઘનજી જેવા ખપી જીવ તેને આશ્રય લે એમ ધારવું ચેાગ્ય છે. આ સત્તરમે સૈકા અનેક વિદ્વાનાથી ભરપૂર છે અને તે વિદ્વાનાની કૃતિઓ આનંદ આપે તેવી હાલ પણુ મેાજુદ છે. ગછપર’પરાને અંગે શ્રી યશેાવિજયજીના વિચારા અને સત્યવિજય પંન્યાસના ક્રિયાઉદ્ધાર, તેઓને આનદ્રુઘનજી સાથેના સંબંધ, ખાસ કરીને અષ્ટપદીમાં બતાવેલા અદ્ભૂત વિચારે અને તેમનું ગુણાનુરાગીપણું એ સ આનંદઘનજીનેા તપગચ્છ તરફ આદર સૂચવે છે. સંપ્રદાયને સવિશેષપણે માન આપનાર, વ્યવહારતા બાહ્યાકારની પણ અતિ આવશ્યકતા સમજનાર અને નિયંત્રણા માની ઉપયેાગિતા સમજીને અન્યને સમજાવનાર યશેાવિજય ઉપાધ્યાય જેવા પ્રખર વક્તા અને સ્થિતપ્રજ્ઞ લેખક તેમજ વિચારક વિશુદ્ધ મહાત્મા આન ંદઘનજીને જે અસાધારણ માન આપે છે તે જેમ આનંદઘનજીના અસાધારણ માનસિક અને આધ્યાત્મિક યોગ બતાવે છે તેમ તેઓમાં રહેલ વિશુદ્ધ વનના અને વ્યવહારના એકત્રિત ચેગ પણ બતાવે છે. વ્યવહાર અને નિશ્ચયમાં સપાટી ઉપરથી દેખાતા ભેદ્યના હાર્દમાં રહેલ અભેદ જે સાધારણ રીતે સમજી શકાય તેવા નથી તેના ખાસ સારભૂત રહસ્યને સમજનાર ઉપાધ્યાયજી જેવા વિદ્વાનો આનંદઘનજીને માન આપતાં પહેલાં બહુ પ્રકારે વિચાર કરે એમાં નવાઈ નથી. વ્યવહારના લાપ ન થાય એ જોવાની ખાસ કાળજી તેઓને હાવી જોઇએ એમ માનવામાં જરા પણ આંચકા લાગતા નથી અને ખાસ કરીને પૂર્વ વયમાં જ્યારે વ્યવહાર માટે બહુ મક્કમ વિચારા શ્રી યશેાવિજ્યજીના હતા અને હાવા જોઇએ તે પ્રસંગે તેએ આનંદઘનજીને અત્યંત માન આપે એ બતાવી આપે છે કે, આન ધનજીએ વ્યવહારિક રીતે તપગચ્છમાં દીક્ષા લીધી હેાવી જોઇએ. ઉપાધ્યાયજીનાં સવાસે તથા સાડાત્રણસેં ગાથાનાં સ્તવને પૂર્વ વયમાં રચવામાં આવ્યા હાવાનેા આંતિરક પૂરાવા જણાઇ આવે છે અને તેના આનંદઘનજી સાથે મેળાપ પણ પૂર્વ વયમાં થવા સંભવત લાગે છે. આટલુ છતાં આનંદઘનજીના વિચારે જોતાં તેને ગચ્છના માહુ હાય એમ તા લાગતું નથી. ચૌદમા શ્રી અનંતનાથજીના સ્તવનમાં તેઓ લખે છે કે—
ગુચ્છના ભેદ અહુ નચણુ નીહાલતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે, ઉદરભરણાદિ નિજ કાજ કરતાં થયાં, સેહ નડી કલિકાલ રાજે.
Jain Education International
૩
For Private & Personal Use Only
www.jainelibrary.org