________________
શ્રી આનઘનજી અને તેમના સમય
આનધનજી સંબંધી કેટલીક હકીકત ચરિત્રવિચારણાનાં દૃષ્ટિબિન્દુઃ
આ નિઃસ્પૃહી મહાત્માનું જીવન વિચારતાં પ્રથમ એક ખાસ હકીકત પર અહીં વિચાર કરવા પ્રાસંગિક જણાય છે. એક મહાત્મા સંબધી હકીકત વિચારતાં કેવળ પેાતાને અનુકૂળ આવે તેટલી અથવા તેવા આકારવાળી હકીકત બતાવવાની લાલચમાં પડી જવામાં ન આવે એ પ્રામાણિક લેખકની ખાસ ફરજ છે. ઘણી વખત પેાતાને અનુકૂળ આકારમાં વાતને જોડી દેવાની ટેવ લેખકને પડી જાય છે ત્યારે તે વાસ્તવિક સ્વરૂપ બતાવવામાં પાછા પડી જાય છે અને આવા પૂર્વયુદ્ઘાહિત લેખકનાં અનુમાને પણ એવાં (વચિત્ર, અપૂર્ણ અને આડે માર્ગે દોરનારાં હાય છે કે તે સંબંધમાં વાંચનારાઓએ બહુ સંભાળ રાખી તેને સ્વીકાર કરવાની જરૂર પડે છે. આવી સ્થિતિ ઘણી વખત થઈ ગયેલી જોવામાં આવે છે તે ઐતિહાસિક અને પારમાર્થિક દૃષ્ટિએ બહુ હાનિ કરનાર થઇ પડે છે. આનંદઘનજી મહારાજના જીવનચરિત્રને આપણે ખરાખર પૃથક્કરણુ કરીને સમજવાની અને જોવાની બહુ જરૂર છે, કારણ કે એથી વ્યવહારના બહુ અગત્યના કેટલાક સવાલાને નિ ય થઈ શકે તેમ છે. અતિ વિશુદ્ધ જીવન વહન કરનાર, નિઃસ્પૃહી, આશાના ત્યાગ કરી ઉદાસીન ભાવે વનાર, જનસમાજમાં એકી વખતે માન અપમાન પામનાર અને બન્નેમાંથી એકની પણ દરકાર ન કરનાર મહાત્માનું લેખિત જીવન તે કાળના લેખકથી લખાયેલુ જો પ્રાપ્ત થઇ શકયું હાત, ચરિત્રના વિભાગ આધારભૂત સ્થાનકેથી મળી આવ્યા હાત તે બહુ ઉપયોગી થઈ પડત એ ખરી વાત છે, પણ તેમ ન હેાવાથી સંપ્રદાયથી જે હકીકત મળે છે તેને ખરાખર જાળવવી એ આપણું ખાસ કન્ય છે અને એના સાચા અને ખરા રહસ્યને વિચારી તદ્દનુસાર આપણી ભાવના કરવી અથવા તેને માટે ખાસ નિયા કરવા એ વિચારણાના સાર છે. ઐતિહાસિક અને પારમાર્થિક દૃષ્ટિથી આપણા ગ્રંથકર્તાનાં સમય, વિહાર, વર્તન અન લેખા પર વિચાર કરવા અતિ આવશ્યક છે. વિશુદ્ધ દૃષ્ટિથી શેાધખાળ કરવાના ઇરાદાથી અને રહસ્ય પ્રાપ્ત કરવાની પ્રમળ સાત્ત્વિક ઈચ્છાથી ચરિત્રનાયકના વર્તન પર વિચારણા ચલાવવામાં આવે એ ખાસ ઇષ્ટ છે, તેને બદલે પેાતાના પૂર્વબદ્ધ વિચાર અનુસાર ચરિત્રને ખેંચી લેવામાં આવે અથવા તેવા પ્રયત્ના કરવામાં આવે તે તે બહુ રીતે નુકસાન કરનાર થાય છે. પ્રામાણિક લેખકે જે હકીકતા મુદ્દાસર મળી હાય તે વાસ્તવિક આકારમાં રજૂ કરી દેવી જોઇએ એવી તેની ખાસ ફરજ છે. આ બાબતમાં બહુ પ્રમાદ જોવામાં આવે છે અને તેને પરિણામે કેટલીક વાર અજાણુપણે મહાપુરુષાને અને ઐતિહાસિક દૃષ્ટિથી તેમજ પારમાર્થિક દૃષ્ટિથી વાંચનારાઓને મેટા અન્યાય થાય છે એમ જોવામાં આવ્યુ છે. આ નિયમ ખાસ ધ્યાનમાં રાખી નીચેની હકીકત લખવા વિચાર કર્યાં છે છતાં પણ કોઇ વખત દોરવાઇ જવાના પ્રસંગ ખની આવે તે વિદ્વાન વાચકે પ્રયત્ન કરી તેને શોધી કાઢવા અને તત્સ્વરૂપે તેને સમજી લેવા.
સ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org