________________
ત્રીસમુ' પદ્મ
૩૨૭
બ્લેક લખી મોકલ્યા હતા. તેમાં લખ્યું હતું કે “ માંધાતા જેવા રાજા કે જે કૃતયુગના અલંકાર જેવા હતા તે ગયા, સમુદ્રમાં જેણે પાળ બાંધી એવા રામચંદ્ર પણ ક્યાં છે ? તે પણ ગયા. બીજા યુધિષ્ઠિર વિગેરે રાજાએ પણ સ્વગે પહેાંચી ગયા પણ તેમાંના કોઇની સાથે આ પૃથ્વી ( રાજ્ય-દોલત-ધનસપત્તિ) ગઇ નથી, પણ હું કાકા ! તમારી સાથે તે તે જરૂર આવશે એમ મને લાગે છે. ” આ એક બ્લેક વાંચવાથી મુજને બહુ પશ્ચાત્તાપ થયા. એમાં બતાવેલે ભાવ જે વિચારે તે જરૂર વિચારમાં પડી જાય તેની જ એ હકીકત છે. આવી રીતે લાખા રૂપિયા કમાનારની સંપત્તિ પણ અહીં પડી રહી છે અને પાતે મશાનમાં પાઢી ચૂક્યા છે એ વાત લક્ષ્યમાં લઈ કાંઇ વિચાર કર અને સમતાના રંગ જમાવી તેમાં આનંદ કર, તેની સાથે પ્રેમ કર અને તેમાં એકરૂપ થઈ જા,
આવી રીતે માયા, મમતા કરી ધન મેળવવું અને પાછા તેને અત્રે મૂકી ચાલ્યા જવું અને સાથે માત્ર કિલષ્ટ કર્મરૂપ શ્યામતા લઇ જવી એ માયા, મમતાના સંબંધનુ અનિવાય પરિણામ છે, જ્યારે સમતાથી મેળવેલી પૂજી ઓછી થતી નથી, મૂકીને જવું પડતું નથી; તે કાઈ પણ પ્રકારની શ્યામતા લગાડતી નથી, અને ઉલટુ તે ભારે થયેલ આત્માના હાર ઉતરાવે છે અને સર્વ પ્રકારે તેની અક્ષય અવ્યાબાધ સ્થિતિ કરાવે છે. એ સર્વ વિચારી તારે હવે મમતાના સંગ કરવા જરા પણ ઉચિત નથી. ધનના સંબંધમાં હજુ પણ તને વધારે વિચાર કરવાનું અને તેટલા માટે યાગી મહારાજ આગળ વધે છે.ક
धन धरती में गाडे बौरे, धूर आप मुख ल्यावे;
मूषक साप होयगो आखर, तातें अलच्छि कहावे. साधो भाई० २
“ આ ગાંડ। જમીનમાં ધન દાટે છે (તેથી) પાતાના મ્હાઢા ઉપર ધૂળ નાખે છે. છેવટે (મરીને) ઉંદર કે સર્પ થશે અને તેથી (તેને) અલક્ષ્મી કહેવામાં આવે છે. ”
* मान्धाता स महापतिः क्षितितलेऽलंकारभूतो गतः सेतुर्येन महोदधौ विरचितः कासौ दशास्यान्तकः । अन्ये चापि युधिष्ठिरप्रभृतयो यावन्त एवाभव- नैकेनापि समं गता वसुमती मुञ्ज ! त्वया यास्यति ॥
× છેલ્લી એ પ`ક્તિના અર્થ એક પ્રતમાં બીજી રીતે બતાવ્યો છે તે પણ જોઇએ. ખાટ એટલે લાલ–પ્રાપ્તિ તેને પાટ એટલે માગ છેાડી દઇને લાખ મેળવવાની ઇચ્છા કરે છે તે અતે રાખાડીમાં ભળે છે. લાભ મેળવવાના રસ્તા સમતામાં છે તેને છેડી દઇને પછી લાખા મેળવવાની ઇચ્છા કરે તે કેવી રીતે મળી શકે ? જે રસ્તે લાભ થવાના છે તે રસ્તા મૂકી દેવામાં આવે ત્યારે પછી લાભ ક્યાંથી થાય ? ગેરરસ્તે ચાલનારને લાભ મળતા નથી પણ અંતે ધૂળમાં રગદોળાવું પડે છે. તારે જો આત્મકલ્યાણ કરવું હોય તો ખાટવાના માર્ગોં કિ છેડવા નહિ અથવા એ રસ્તો છેડે તો કદિ લાખ મેળવવાની આશા રાખવી નહિ. આ ભાવા જરા ખેંચીને આણેલા જણાય છે, છતાં વિચારવા યોગ્ય છે.
૨ ધરતીમે=જમીનમાં. ગાડે=દાટે. બૌરે=માઉસ, ગાંડા. ધર=ધૂળ. આપમુખ=પાતાના મ્હાઢા પર. યાવેલાવી નાખે છે. મૂષક=ઉંદર. હાયગા=થઈશ. આખર=છેવટે મરીતે). તાતે=1થી. અલચ્છિ=અલક્ષ્મી, લક્ષ્મી નહિ તે. કહાવે=કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org