SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર૬ શ્રી આનંદઘનજીનાં પદો જર વાહિતા સવાબ કરૂ. જે તું પૈસા મેળવવાની ઈચ્છા રાખતા હોય તો ધર્મ કર. જર જર કરદન નમે ઉ કરદન. જે તું પૈસા પૈસા કરીશ તે તે તને કદિ મળશે નહિ. એવી જ રીતે જે તું તારી ભાવસંપત્તિ વધારવા ઈચ્છે છે તે તે મમતાથી કદિ મળશે નહિ, કારણ કે તે આપત્તિઓમાં અને તારા અત્યાર સુધીના અનુભવથી જોયું છે કે મમતાને અને આત્મવિભૂતિને અનાદિ કાળથી વૈર ચાલ્યું આવે છે, અને તારે આટલે વખત સંસારમાં રઝળવું પડયું છે તેનું કારણ પણ મમતા જ છે, તેથી તેને માલુમ પડશે કે-દ્રવ્ય કે ભાવ બંનેમાંથી કોઈ પણ પ્રકારની સંપત્તિ મમતામાં નથી, અમે ભાર મૂકીને કહીએ છીએ કે-હે બંધુ ! કઈ પણ પ્રકારની વિભૂતિ મમતામાં નથી, સર્વથા નથી. અરે ! એટલું તે નહિ પણ મમતામાં તે ઉલટી એટલી શ્યામતા-કાળાશ છે કે તેના સંબંધમાં જે આવે તેને તે શ્યામ બનાવી મૂકે છે, ત્યારે હે સાધક ભાઈ ! આવી શ્યામતા લગાડનારી મમતામાં રહી તું વધારે કાળો શા માટે થતું જાય છે ? મમતા હમેશાં પાપપ્રકૃતિને ગ્રહણ કરનાર હોવાથી તેને સંસારમાં વધારે વધારે દુઃખભરી કાળી સ્થિતિમાં મૂકી આપે છે અને ત્યાં પછી તેને અનેક પ્રકારની ઉપાધિ-માનસિક અને સ્થળ-થાય છે અને તારા આત્મગુણ ઉપર પડળ વળતાં જાય છે. આવી સ્વરૂપારછાદન કરનારી અને શ્યામતા લાવનારી મમતામાં તું શા માટે પડી રહ્યો છે? શા માટે તારી જાત ઉપર શાહી ચઢાવે છે? તું જે કે લાખો રૂપિયા કમાનાર પ્રાણીઓ પિતાના ખાટલા અને પાટલા એટલે પિતાની સર્વ સંપત્તિ ત્યજી દઈને અંતે શમશાનમાં જઈ ચિતામાં સૂવે છે, રાખમાં રગદોળાય છે અને આવી રીતે પિતા ઉપર શ્યામતા લાવી મૂકે છે એ શું તું નથી જેતે ? તેં સહજાનંદીની સજઝાયમાં નથી વાંચ્યું કે – “રાજી ગાજીને બેલતા, કરતા હુકમ હાર રે, પિયા અગ્નિમાં એકલા, કાચા રાખ સમાન રે, બ્રહ્મદત્ત નરક પ્રયાણ રે, એ ઋદ્ધિ અથિર નિદાન રે, જેવું પીપળ પાન રે, મ ધરે જુઠ ગુમાન રે; સહજાનંદી રે આતમા. હસી હસી દેતાં રે તાળીઓ, શય્યા કુસુમની સાર રે, તે નર અંતે માટી થયા, લેક ચણે ઘરબાર રે; ઘડતાં પાત્ર કુંભાર રે, એહવું જાણી અસાર રે, છેડયો વિષય વિકાર રે, ધન્ય તેહને અવતાર રે; સહજાનંદી રે આતમા.” અને મેટા સુભૂમ, બ્રહ્મદત્ત જેવા ચક્રવતીઓ ચાલ્યા ગયા પણ તેની સાથે તેઓની ઋદ્ધિ અલ્પ પણ ગઈ નહિ તે તું જાણે છે. મુંજ રાજાએ પોતાના ભત્રીજા ભેજને મારી નાખવા મારા સાથે બહાર વનમાં એક ત્યારે તેણે મુંજ પર એક વિચારવા લાયક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy