________________
ત્રીસમુ” પદ
૩૨૫
ક્યાંથી આવી ? કેટલે વખત રહેશે ? તેમ જ સ્વજનના પ્રેમ વિયેાગનું કારણ શું છે? કેવા સ્વા` પર એની રચના છે ? એવી અગત્યની બાબતમાં આ પ્રાણીનું જરા પણુ લક્ષ્ય જતું નથી અને તેથી પ્રાણી ઘર, સ્ત્રી, પુત્ર, ધન ઉપર પ્રીતિ રાખી તેમાં સુખ સમજી સંસારમાં અથડાયા કરે છે, અનેક દુઃખા પ્રત્યક્ષ રીતે સહન કરે છે અને વેદનાએ અનુભવે છે; પણુ પાછે તે જ પદાર્થને ચાટતા જાય છે, પચાસ પાણેાસેા વરસ રહેવાની ધર્મશાળાને ઘરનું ઘર માની બેસે છે, ધનની ઉપર ચોકી કરે છે, સ્ત્રી પુત્રાદિક પાછળ ગાંડા થઈ જાય છે, એની પ્રાપ્તિમાં સુખ અને વિયેાગમાં કલ્પાંત કરી મૂકે છે; પરંતુ વસ્તુસ્થિતિ શું છે તે સમજતા નથી, સમજવા યત્ન કરતા નથી, કોઇ સમજાવે તે પર ધ્યાન આપતા નથી સૂરિકાન્તા કે નયનાવળી જેવી સ્રીએ, ચૂલણી જેવી માતા, ભરત બાહુબળ જેવા બંધુઓ, કુણિક જેવા પુત્રો શું સુખ આપે છે એનાં દૃષ્ટાંતા વાંચે, અનેક મનુષ્ય પાસે આવેલી સંપત્તિ ચાલી જતી જીએ, છતાં માહુરાજાની અ`ધી એના પર એટલી પ્રખળ અસર કરે છે કે-એ જરા પણ આંખ ઊંચી કરીને જોતા નથી, તપાસત નથી, વિચારતા નથી.
આ પ્રમાણે સ્થિતિ હાવાથી એક ધનના સંબંધમાં વસ્તુસ્થિતિ કેવી છે તેનું કાંઇક સ્વરૂપ અત્ર નિરૂપણુ કરી ધન પરના મેહ ત્યાગ કરવા અને સમતામાં રમણુ કરવા ઉપદેશ આપે છે. ધન આ દુનિયાના વ્યવહારમાં અને જીવને રખડાવવામાં એટલે બધે મેટા ભાગ ભજવે છે કે એનું સ્વરૂપ જો એક વખત સમજી-વિચારીને ગ્રાહ્યમાં લેવામાં આવે તેા જરૂર તેના પર પ્રીતિ થયા વગર રહે નહિ અને તેમ થતાં મમતાને ત્યાગ કરી તેની વિરાધી સમતાના સંગમાં રમણુ કરવાના નિય બીજે પગલે તુરત થઇ જાય તેથી આ વ્યવહારુ રીતે ઉપયોગી વિષય જે પર અગાઉ નવમા તથા તેરમા પદ્મમાં વિવેચન કરવામાં આવ્યું છે તેને હાથમાં લઈ તેના પર ચેગષ્ટિએ વિચાર ખતાવે છે. એ ઉપયાગી વિષયને અંગે યાગીરાજ શું કહે છે તે આપણે જોઇએ.
હું સાથે। ભાઈ ! સાધક મધુએ ! તમે મમતાના સંગ છેોડી દઈને સમતા સાથે રમણુ કરે. રાગદ્વેષના પિરણામને છેડી દો અને સમપરિણામી થાએ. આ મારું ઘર, આ મારાં કરાં, આ મારું ધન, એવી બુદ્ધિ છેડી દો અને સવ ચેતન અચેતન પદાર્થોં પર સમપરિણામી થાએ, સાધુએને અમમી કહ્યા છે તેથી તમારે જો દુઃખનિવ્રુત્તિરૂપ ઇષ્ટસિદ્ધિ પ્રાપ્ત કરવાની ઇચ્છા હોય તે મમતાની સંગિત જ મૂકી દે. એ મમતાની સંગતિમાં કેવા પ્રકારનાં દુઃખા છે તે પર હૈ સાધકા ! વિચાર કરે.
હું બધુ ! તું અત્ર એમાંથી એક પ્રકારની સ'પત્તિ ચાહતે હેાઇશ; દ્રવ્યસ'પત્તિ અથવા ભાવસ ́પત્તિ. દ્રવ્યસપત્તિ તે ધનાર્દિક અને ભાવસપત્તિ તે સ્વરૂપસ પદા. હવે તું વિચાર કર કે મમતા કરવાથી તને આ બેમાંથી એક પણ પ્રકારની સ ́પત્તિ મળશે ? દ્રવ્યસપત્તિ પુણ્યથી મળે છે, રાગ-મમતાથી મળતી નથી. કહેવત છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org