________________
ઓગણત્રીસમું પદ
૩૩ ઉતરવાની ઈચ્છા થશે પણ તદનુસાર ચારિત્ર નહિ હોય ત્યાં સુધી વિદ્વાનના ઉપનામ ઉપરાંત કઈ પણ પ્રકારને લાભ મળવાને સંભવ રહેતો નથી, તેથી અત્ર ખ્યાતિ મેળવવાના વિચારને બદલે આત્મખ્યાતિ કરી તેની પ્રગતિ સાધ્ય તરફ બને તેટલી વિશેષ કરાવવા પ્રયત્ન કરવાની ખાસ જરૂર છે અને તે જ મુખ્ય કર્તવ્ય છે.
* આ પદનો અર્થ એક ટબમાં નીચે પ્રમાણે આપે છે. ભાષામાં ફેરફાર કરી લગભગ રબામાં આપેલ અર્થ અહીં ઉતારી લઈએ છીએ,
હે આત્મારામ ! અમારું અનાદિસિદ્ધ નામ રાખે-ધીરે સો એટલે ભાવવંત ચેતન પરમ ઉત્કૃષ્ટ રૂપ આત્મસ્વરૂપને ચાખે. આ ભાવમાં અમે પુરુષ નથી, સ્ત્રી નથી એટલે આત્મા સ્વ કહીં નથી ભાત વરણને નાના પ્રકાર અનંત જ્ઞાનાદિ ભાંતિ વિચિત્રતા અમારી છે; તેથી અમારી જાત એકંકિયાદિ નહિ, પાંત કોઈ જડાદિથી પાંતિ એક સ્થાન મેળાપ નહિ ( સાધનને બદલે પ્રથમ ગાથામાં સાટક પાઠ છે. ), અમે હલકા ભારી નથી. અગુરુલઘુપણાને લીધે તથા સ્પર્શાભાવપણાને લીધે ૧. ન તાતા ન શીતળસંસ્થાનભાવ માટે ( સંસ્થાન હેય- અસ્થિનિચય હોય તેમ જ પુદ્ગલ હોય તે જ ઠંડા ગરમ હોય), ન દીર્ઘ ન છોટા-પુગલ ધર્મના અભાવ માટે. અમારો કોઈ સહોદર નહિ, નહિ કોઈ સહોદરી ભગિનીપુદ્ગલ ધર્મના અભાવ માટે. ૨. નહિ અમે મનસા-વિચારણ, તે કારણે જ નહિ અમે શબ્દ. અનાદિ સિદ્ધની અપેક્ષાએ તિરણો સંસારથી નીસરીને મુક્તિએ પહોંચવું તદ્રુપ તરવાની ધરણી સ્થાનક અમે નહિ-એટલે અનાદિ કાળમાં અમે સંસાર ગત્યાગતિમાં આવ્યા જ નહિ તે તરવું અમારે કેમ સંભવે ? પરંતુ સુવિહિત ગીતાર્થે પન્નવણાવૃત્તિમાં એવું લખ્યું છે કે “ અનાદિ સિદ્ધ હી સંસારથી પહોંચ્યા કહીએ” એવું કહ્યું છે તે અનાદિ સિદ્ધતા વિરોધ પામે છે, પછી તરવં તુ પુનઃ કેવલિન વદન્તિ. નહિ હમ ભેખ-ઓધે મુહપત્તિથી અમારી સિદ્ધતા નહિ, ના હમ ભેખધર, ભેખ એધા મુહપજ્યાદિ તીનહી કાલમે ધાર્યા નહિ-એ અપેક્ષાથી તે અનાદિ સિદ્ધ સંસારથી સિદ્ધિને પામ્યા. નહિ સ્વરૂપના કર્તા, ન સ્વરૂપ સિદ્ધ કરવાની કરણી-વર્તન. ૩. નહિ અમારે જેનાદિ દર્શનથી સિદ્ધતા તેથી અમે દર્શન નહિ; સ્પર્શન નહિ-અપૌદ્ગલિકી માટે; તે માટે જ અરસન, જીભ, ગંધ, નાસિકા. આદિ શબ્દ વર્ણ સંસ્થાનાદિ કછુ નાહિ. અમે આનંદનો ઘનસમૂહ. અત એવ ચેતના જ્ઞાનમય મૂર્તિ છું, સંસારવાસી સર્વ જીવ અમારી બાઈ–બલૈયા લે રહ્યા છે. ૪. આ ટબાકારને અર્થ તદ્દન જુદા લખાયેલું છે અને ઉપર કર્યો છે તે અર્થ તદન જુદા દષ્ટિબિંદુથી લખાયેલું છે. બન્ને અર્થ બહુ સમીચીન છે તેથી અરસ્પરસ ભેળસેળ ન થઈ જાય તેટલા માટે આ અર્થ ખાસ નોટમાં આપવામાં આવ્યો છે. અન્ય જગ્યાએ ટબાને અર્થ જ્યાં લભ્ય હોય છે ત્યાં બનતાં સુધી મૂળ વિવેચનમાં જ દાખલ કરવા પ્રયાસ કર્યો છે. ત્રીજી ગાથાને અર્થમાં ટબાકાર જે સંદેહ બતાવે છે તેનો ખુલાસો નય ક્ષિા ધ્યાનમાં રાખવાથી બહુ સારી રીતે થઈ જાય છે. સંસારગતિમાં જે આવેલ છે તે તે કર્માતૃત્ત ચેતનજી છે અને તેથી પન્નવણાવૃત્તિમાં અનાદિ સિદ્ધ સંસારથી પહોંચ્યા છે એમ કહ્યું છે તેને અત્ર જે હકીકત કવિએ બતાવી છે તેને જરા પણ વિરોધ નથી. ચેતનછ તેની શુદ્ધ દશા માં તરેલ જ છે તેથી તેને તરવાનું કાંઈ બાકી રહેતું નથી અને એ દૃષ્ટિબિંદુએ વિચાર કરવાથી બાકારને જે મુશ્કેલી જણાઈ છે તેને સ્પષ્ટ ખુલાસે થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org