________________
૩૨૧
ઓગણત્રીસમું ૫૮
મતલબ એ છે કે-આત્માને બહારથી કાંઈ કરવાનું નથી અને બહારથી કાંઈ તેનામાં આવવાનું નથી, જે છે તે પિતાની પાસે છે અને પિતામાં છે તે પ્રગટ કરવાનું છે તેથી આત્માની શુદ્ધ દશામાં તેનું કેવું સ્વરુપ છે તે બરાબર સમજવા યત્ન કરે. ઘણી વખત વેશમાં જ આત્મત્વ માની લેવામાં આવે છે, કેટલીક વાર સારા વિચારો બતાવવામાં જ પરિપૂર્ણતા સમજવામાં આવે છે, કેટલીક વાર મેટાં મેટાં ઉપનામ બોલવા લાવવામાં જ સંપૂર્ણતા ધારી લેવામાં આવે છે, તે સર્વમાં સત્ય શું છે તે પર વિચાર કરવા માટે આ પદ રચવામાં આવ્યું હોય એમ જણાય છે.
આવી રીતે વિચાર અથવા વેશને અંગે અમારું કઈ પણ નામ આપે, શુભમતિ અથવા ધર્મઘોષ કે આનંદગિરિ એવા નામ આપે તે તેની સાથે અમારે કાંઈ લેવાદેવા નથી.
ना हम दरसन ना हम परसन, रस न गंध कछु नाहि;
आनंदघन चेतनमय मूरति, सेवक जन *बलीजाही. अवधू० ४
અમે દર્શન નથી, સ્પર્શ નથી, રસ નથી, ગંધ નથી, કંઈ નથી, અમે આનંદસ્વરૂપ નિ કેવળ ચૈિતન્યમય મૂર્તિ છીએ અને જે તેની (તત્વસ્વરૂપે) સેવા કરે છે તે બલૈયા જાય છે-બલિહારીને પામે છે.”
ભાવ—દર્શન છ છે. બદ્ધ, નૈયાયિક, સાંખ, જૈન, વૈશેષિક અને જૈમિની. તેઓના આત્માની ઉત્ક્રાંતિ અને નિર્વાણને અંગે તથા ચેતન અચેતન વસ્તુનાં મૂળ સ્વરૂપ, ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશને અંગે જૂદા જૂદા અભિપ્રાય છે, જે અત્ર બતાવવા જતાં ગ્રંથગોરવ બહુ થઈ જાય. ( જિજ્ઞાસુઓ દર્શનસંગ્રહાદિ પુસ્તક વાં, પણ તેની સાથે મૂલ મન્તવ્યને ખરેખરો ખ્યાલ રાખવા ભલામણ છે. આ સંબંધમાં સંક્ષિપ્ત વિવેચન ચાલીસમાં પદના વિવેચનમાં અને ઉદ્દઘાતમાં જોવામાં આવશે.) આ છમાંનું એક પણ દર્શન હું નથી અથવા મારું એક પણ દર્શન નથી. દર્શનને અર્થ સામાન્ય બંધ પણ થાય છે તે અર્થ અહીં બંધબેસતો આવતો નથી. વળી અમે કેઈના ઉપર પ્રસન્ન થતા નથી. લેકે કહે છે કે-તીર્થાદિકને ભેટવાથી પ્રભુ પ્રસન્ન થાય છે એ મૂઢતા છે, અમે કેઈના ઉપર પ્રસન્ન થતા નથી; અથવા અમારે કોઈ સ્પર્શ નથી, રસ નથી, ગંધ નથી. સ્પર્શ, રસ, ગંધ એ પુદ્ગલના સહભાવી ધર્મો છે, અમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી.
* “બલીનાહીને બદલે “બલી જાઈ” અથવા “બલિહારી’ પાઠ છે.
૪ દરસન=મત, દૃશ્ય વસ્તુ. પરસન=પ્રસન્ન, સ્પર્શ કછુ=કાંઈ ચેતનમ=ચતન્યસ્વરૂપ. સેવકજન= જે એમને સેવે તે. બલી જાહી=બલૈયા જાય, બલિહારી પામે. તેનાં ઓવારણું-લુંછણાં લ.
૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org