________________
૩૨૦
શ્રી આનંદઘનજીનાં પદો પણ નથી. વળી કઈ વિચારવાચક નામ અમે નથી. અમુક વિચારને વ્યક્ત કરનાર શબ્દ છે તેથી કઈ વાર વિચારવાચક નામ આત્માને આપવામાં આવે કે અમુક આત્માએ અમુક વિચાર કર્યો અને તેથી તે શબ્દમય આત્મા થયે તો તે પણ અમે નથી. મતલબ અમે ચિંતવન કરનાર મન પણ નથી અને ચિંતવન કરેલા વિષયને વ્યકત કરનાર શબ્દ પણ નથી. વળી એ મન, શબ્દ અને આખા શરીરને ધારણ કરનાર પણ અમે નથી. જેમ મનને અને અમારે તાદામ્ય સંબંધ નથી તેમ તેના વિચારવાચક શબ્દને પણ સંબંધ નથી અને તેવી જ રીતે મન અને પાંચે ઈદ્રિય ધારણ કરનાર શરીરને પણ અમારી સાથે સંબંધ નથી, થોડા વખત સંબંધ છે તે તો દેખાય તેવો છે પણ વાસ્તવિક સંબંધ નથી; જે તેમ હોય તો સંબંધ વિનાની સ્થિતિ કદિ થવી ન જોઈએ અને તેથી કોઈ આ ચેતનનું મન અથવા શબ્દ અથવા તેનું નામ આપે છે તે વ્યાજબી નથી.
તરનકી ધરણું- એ પાઠ પણ કવચિત્ જોવામાં આવે છે. કેટલાક આત્માને બ્રહ્મ તેજરૂપ કપે છે તે પણ વાસ્તવિક હકીકત નથી. અથવા તે સ્થાનકને આશ્રય લઈ તરી જવાય, જેમકે વહાણ, પૂલ ( bridge ) વિગેરે તે તે પણ અમે નથી. અમે આવું કરવાનું સ્થાન પણ નથી.
વળી અમે પિતે વેશથી રહિત છીએ. અમે નથી રજોહરણ કે એવા અથવા નથી ૌરવ વસ્ત્ર કે કમંડળ તેમ જ તે વેશને ધારણ કરનાર પણ અમે નથી. અમે ભેખ પણ નથી અને ભેખધારી પણ નથી, બન્નેથી અળગા છીએ. અમુક ભેખથી આત્મસ્વરૂપ પમાય એમ પણ નથી અને એ સ્વરૂપ આત્મારામરૂપ છે એમ પણ નથી.
વળી શુભ અશુભ ક્રિયા કરવાપણું અમારામાં નથી અને અમુક પ્રકારનું કર્તવ્ય પણ અમે પિત નથી. હું પોતે કાંઈ વસ્તુતઃ કરતો નથી અને ક્રિયારૂપ પણ નથી. વ્યવહારમાં જે કરણી કરતે આત્મા દેખાય છે તે સ્થિરતાને અભાવે છે, વસ્તુતઃ તેને અને આત્માને ચિર સંબંધ નથી, તેથી આત્માને તે ક્રિયામય અથવા તેને કરનાર કહે એ તેના સ્થિરતાસ્વરૂપનું અજ્ઞાન બતાવે છે. અતિ ઉદ્દાત્ત સ્થિતિ પ્રાપ્ત કરવા કેટલીક વાર શુભ કિયા કરતે આત્મા વ્યવહારથી દેખાય છે પણ તે કિયા આત્મામયી નથી. આત્માની સ્થિતિ તે સ્થિરતામાં જ છે. અત્ર જે વ્યવહાર અને સંગ્રહનયને ભેળવી નાખવામાં આવે તે માટે ગટાળે થઈ જાય તેમ છે તેથી આ સ્વરૂપ બરાબર વિચાર કરીને સમજવું. સાથે એટલી વાત પણ યાદ રાખવાની છે કે અત્ર કોઈ ક્રિયાને નિષેધ કર્યો નથી. પ્રસ્તુત હકીકત એ છે કે-આ આત્માનું તમે ગમે તે નામ પાડો પણ તે બંધબેસતું આવે તેમ નથી, કારણ કે કોઈ પણ નામ એની સત્તાગત સ્થિતિને અનુરૂપ આવતું નથી. આ અપેક્ષાને બરાબર ધ્યાનમાં રાખી આ પદને અર્થ વિચાર, જે પદના વિષયને બરાબર લક્ષ્યમાં રાખવામાં નહિ આવે તે કેટલીક ન ધારેલી હકીક્ત તેના અર્થમાં માની લેવાને ભ્રમ થઈ જાય તેમ છે, તે સંબંધી વિવેક રાખવા ખાસ સૂચના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org