________________
ઓગણત્રીસમું પદ
૩૧૯ સાથે સંબંધ અનિત્ય છે; બહેન મરીને સ્ત્રી થાય છે, માતા દીકરી થાય છે અને સંબંધ બદલાયા કરે છે, તેથી શાસ્ત્રકારે કહ્યું છે કે
न सा जाई न सा जोणी, न तं ठाणं न तं कुलं ।
ન કાવા ન મુક્યા ઇથ, સહવે વા લાત ! ભવવૈરાગ્યશતક. આવી રીતે સર્વ જાતિમાં, સર્વ નિમાં, સર્વ સ્થાનકે, સર્વ કુળોમાં આ જીવે અનંત વાર જન્મે છે અને મરે છે, તેથી સગપણમાં કઈ જાતનું ઠેકાણું નથી. આ તો ભવભ્રમણની વાત કહી, પરંતુ ચાલુ ભવમાં પણ વાસ્તવિક રીતે અમે કેઈના ભાઈ બહેન છીએ નહિ તેમ જ બાપ કે દીકરા છીએ નહિ, કારણું અમારી શુદ્ધ દશામાં એવું બંધુત્વ કે પુત્રત્યાદિ અમે સ્વીકારતા જ નથી. તેથી તમે અમને કોઈના ભાઈ તરીકે કે બહેન તરીકે અથવા કોઈના પિતા તરીકે કે પુત્ર તરીકે ઓળખી અમારું નામ આપો કે આ મનુષ્ય અમુકને છોકરો છે કે ભાઈ છે વિગેરે તે તે વાત અમારે કબૂલ નથી. અમે તે આમાંનું કઈ પણ નામ સ્વીકારતા નથી.
પ્રથમ આ પ્રમાણે પુરુષ તરીકે નામ પાડવાનું વિચાર્યું, પછી વર્ણાશ્રમ પ્રમાણે વિચાર્યું, પછી પગલિક દૃષ્ટિએ તેના તેલને, સ્પર્શને, ઊંચાઈને લઈને નામ પાડવાનું વિચાર્યું તેને જવાબ નકારમાં આવ્યો. હવે પછી તેના અંતરંગ રાજ્યને અંગે અને બાહ્ય વેશને અંગે નામ પાડવાને વિચાર બતાવે છે તે આપણે જોઈએ.
ना हम मनसा ना हम शबदा, ना हम तनकी* धरणी ना हम भेख भेखधर नाहि, ना हम करता करणी. अवधू० ३
અમે મન નથી, શબ્દ નથી, શરીરને ધારણ કરનાર ભૂમિકા નથી; અમે પોતે ભેખ નથી અને ભેખ ધારણ કરનાર (સંન્યાસી) નથી; તેમ જ અમે ક્રિયા કરનાર નથી અને ક્રિયારૂપ પણ નથી.”
ભાવ-અમુક વિચારને વ્યક્ત કરવાનું કાર્ય મન કરે છે. આત્માને સહજ થાય તે અધ્યવસાય કહેવાય છે અને મન દ્વારા વ્યક્ત થતા અધ્યવસાય તે વિચાર કહેવાય છે. મને વર્ગણાનાં પુદ્ગલોને અવલંબીને થતાં આત્માનાં ચળ પરિણામ એ ભાવ મન છે અને તેની વર્ગણ જે પીગલિક છે તે દ્રવ્ય મન છે. મનમાં તેથી જે વિચાર આવે તે આત્મિક નથી પણ પગલિક છે અને તેથી મન પિતે આત્મા નથી. અમુક વિચારને લઈને આત્માને મન કહેવામાં આવે તો તે વાસ્તવિક નથી. અમે મન નથી અને અમે મને મય
* તનકી ધરણી કઈ જગ્યા પર “તરનકી ધરણી’ એ પાઠ છે.
૩ મસા=મન. શબદા શબ્દ. તનકી=શરીરની. ધરણી=ભૂમિ, ધારણ કરનાર ભૂમિકા ભેખ=વેશ. ભેખધર=વેશ ધારણ કરનાર. કરતા કર્તા, કરનાર. કરણી ક્રિયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org