________________
૩૧૮
શ્રી આનંદઘનજીનાં પદો ગમે તે વસ્તુ, પદાર્થ, આકાર કે વદિ લઈ તમે કહો કે આત્મા આવે છે તે તેના જવાબમાં “નહિ” “એ નથી ” એમ કહેવામાં આવે છે. અહીં પણ તે રીતે કહે છે કેઅમે પુરુષ નથી, સ્ત્રી નથી વિગેરે. તમે વ્યવહારથી મારું ગમે તે નામ આપતા હે, પણ તે સર્વ મારાં વિશેષણ વસ્તુતઃ અગ્ય છે, કારણ કે સર્વ મારા ક્રમભાવી પર્યા છે અને મારા તે સહભાવી ગુણ ન હોવાથી મારે તેની સાથે કઈ પણ પ્રકારને હમેશને તાદામ્ય સંબંધ નથી. આ પ્રમાણે હોવાથી તમે મારાં જે નામે આપે છે તે તે વાસ્તવિક નથી, તેથી જે મારું વાસ્તવિક નામ સ્થાપન કરી આપે તે ઉત્કૃષ્ટ મહારસને સ્વાદ કરે. હજુ પણ તે જ લય આગળ ચલાવી નૈતિના પ્રકારમાં જ કેટલાક જવાબ આપશે. આ વિવેચન ધ્યાનમાં રાખી નીચેની ગાથાઓ વિચારવાથી પદને ભાવ સમજાશે. પુનરાવર્તન કરી એ ભાવ પર હવે વિવેચન કરવામાં આવશે નહિ, પણ તે ભાવ પ્રત્યેક ગાથા સાથે સમજી લે.
ना हम तातें ना हम शिरे, ना हम दीरघ न छोटा; ना हम भाई ना हम भगिनी. ना हम बाप न धोटा.+ अवधू०२
“અમે ગરમ નથી તેમ જ ઠંડા નથી, અમે લાંબા નથી તેમ જ ટૂંકા નથી, અમે કેઈના ભાઈ નથી તેમ જ બહેન નથી; અમે કેઈના બાપ નથી તેમ જ બેટા પણ નથી.”
ભાવ—તમે આ શરીરને ગરમીવાળું જોઈને ગરમ કહેતા અથવા વાયુપ્રકૃતિવાળું જઈ ઠંડું કહેતા હો તે તે અમે પિત નથી. ગરમ કે ઠંડા હોવું તે પુદ્ગલને ધર્મ છે. આઠ સ્પર્શમાં એક પણ સ્પર્શ મારા પિતાનો નથી, એ તે નામકર્મના ઉદયથી મને તે ધર્મો લાગે છે ત્યારે ઉપચાર માત્ર થાય છે, પણ મારું વાસ્તવિક સ્વરૂપ તે નથી; તેમ જ અમે લાંબા કે ટૂંકા પણ નથી. કેઈ શરીર લાંબું હોય છે, કે ઈ ઠીંગણું હોય છે પણ તે અમે નથી. આત્મા તે અસંખ્યાત પ્રદેશ હોવાથી તે આખા શરીરમાં વ્યાપી રહે છે. કુંજર અને કીડીના શરીરમાં અસંખ્યાત પ્રદેશમાં પ્રસરીને રહી શકે છે અને કેવળી સમુઘાત કરે ત્યારે સર્વ લેકવ્યાપી થઈ જાય છે, તેથી અત્યારે અમુક શરીરને લાંબું ટૂંકું કહેવામાં આવે અથવા મેટું નાનું કહેવામાં આવે છે તે અમે પોતે નથી. તેથી તમે મારું ગરમ કે ઠંડું અથવા દીધું કે હું એવું નામ આપે છે તે વાસ્તવિક નથી.
તેમ જ અમે કોઈના ભાઈ નથી કે કોઈની બહેન પણ નથી. એક માતાની કૂલીમાંથી જન્મે તેને સહોદર-ભાઈ અથવા બહેન કહેવામાં આવે છે. એ માતા અથવા બહેન ભાઈ
* ‘ના’ને બદલે સર્વ જગા પર “ નહિ' પાઠ છે.
+ ધેટા સ્થાને બેટા શબ્દ છે તે અર્થ બરાબર આપે છે, પણ રાગનો મેળ બેટા સાથે આવે છે જેને અર્થ બેટા થતું હશે એમ ધારી લીધું છે. વળી સર્વ પ્રતમાં ધટા એ જ પાઠ છે.
૨ તાતેં–ગરમ, ઊના. શિરે ઠંડા, ટાટા. દીરઘ લાંબા, મોટા. છોટાટૂંકા, નાના. ભગિની=બહેન. ધેટા=બેટા, દીકરા ( અનુમાનથી અર્થ).
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org