________________
ઓગણત્રીસમુ' પદ્મ
૩૧૭
પડે છે, ઘઉં વણું હાવાથી હિંદુ નામ પડે છે, પીત વર્ણ હાવાથી ચીના કે જાપાની નામ પડે છે એ કાંઇ મારું પેાતાનું સ્વરૂપ નથી, એ તેા નામકર્મના સંયોગથી ક્રમભાવી પર્યાય છે, પણ મારે તેની સાથે લેવાદેવા નથી. મારી શુદ્ધ દશામાં મને વણું, ગંધ, રસ કે સ્પર્શે કાંઇ લાગતા નથી અને તેથી તન્મય કે તદ્રુપ હું નથી, તેમજ મારા કાઇ આકાર નથી, ઘાટ નથી. કેાઇ મનુષ્ય લાંબા હાય છે, કોઈ ટૂંકા હીંગણા હાય છે; કાઇ જાડા હાય છે, કાઇ પાતળા હાય છે કેાઇ વાંકા હોય છે, કાઇ લંગડા હાય છે વિગેરે અનેક આકારને ધારણ કરનાર હાય છે તે નથી, અમે તેા છીએ તે છીએ, અમારું' ત્રણ કાળમાં એક જ રૂપ છે, પણ ઉપર જણાવ્યુ' તેમાંનુ એક પણ સ્વરૂપ અમારું નથી. અથવા વણું એટલે બ્રાહ્મણ, ક્ષત્રી, વૈશ્ય અને શૂદ્ર એવા ચાર વર્ષોં પાડવામાં આવે અને તેના પેટા વિભાગ સ્થાનથી અને ખીજી સંજ્ઞાથી પાડવામાં આવે-જેમકે એશવાળ, પેરવાડ, શ્રીમાળી અથવા તેમાં વીશા દશાના ભેઢે એ સંજ્ઞા છે, તેમાં પાછા ગાહિલવાડી, ઝાલાવાડી, સુરતી વિગેરે સ્થાનિક ભેદે છે, અથવા ઔદિચ, માઢ, કપાળ, દેશાવાળ વિગેરે અનેક પેટા વિભાગો છે તેમાંના હું પોતે કાંઇ નથી. મતલબ અમારા કાઇ પણ વર્ણ કે ભાત નથી.
વળા એકેદ્રિય, એઇંદ્રિય, તૈઇન્દ્રિય, ચૌરિદ્રિય, પાંચેન્દ્રિય એવી અમારી કોઈ પણ જાતિ નથી અથવા દેવતા, મનુષ્ય, નારકી, તિર્યંચ એવી અમારી કાઈ પંક્તિ પશુ નથી. જાતિ અને પક્તિ એ પણ નામકર્મવશાત્ પ્રાપ્ત થયેલ ક્રમભાવી અલ્પ કાળસ્થાયી પર્યંચ ધર્મ છે, પણ મારું વાસ્તવિક સ્વરૂપ એ નથી, મારે એની સાથે ન તેાડી શકાય તેવા ચાલુ સંબંધ નથી અને હું' એ વર્ણો અથવા પતિમય નથી. આ સર્વ હકીકત વ્યવહારનયથી સત્ય છે પણ અત્ર તે નયની અપેક્ષા ચાલતી નથી તે ધ્યાનમાં રાખવાનુ છે.
કોઈ કાર્ય તમારે કરવું હેાય તે તેની સામગ્રી તમારે જોઇએ, તેનાં સાધના નીપજાવવાં જોઇએ તેમ જ તેને સાધ્ય કરનાર પણ જોઇએ. ઘડા બનાવવામાં દંડ, ચક્ર, ચીવર, દારી એ નિમિત્ત કારણ છે, માટી સાધન છે અને કુંભકાર સાધક છે-આમાંના હું કાંઇ પણ નથી. તે છું તે છુ, પણ અત્રે કહ્યું તેમાંના હું કાંઈ પણ નથી.
તેમ જ હું લઘુ-લકે પણ નથી અને ભારે પણ નથી. મારા તાલ જ નથી, પછી હલકા ભારેની વાત જ ક્યાંથી ઘટે ? તેથી આકડાના ફૂલ જેવા હું હલકા નથી અને વ જેવા ભારે પણુ નથી. દરેક દ્રવ્ય પોતપોતાના ગુણુ પર્યાયમાં વર્તે અને અન્યના ગુણુ પર્યાંય ન ગ્રહણ કરે તેને અનુરૂલઘુભાવ કહેવામાં આવે છે, પરંતુ તે હકીકત તદ્ન જૂદી છે. પ્રસ્તુત હકીકત તા તાલને અગે છે.
આવી રીતે વેદાન્ત દર્શન જેની ઉત્પત્તિ સંગ્રહનયને લઇને થઇ છે તે જેમ નૈતિ નૈતિ કહે છે તેમ અત્ર આત્માનું સ્વરૂપ બતાવ્યું. આત્માની શુદ્ધ સત્તા ગ્રહણ કરી પરમાત્મા સાથે અભેદ માનનાર વેદાન્ત દર્શનમાં ઇશ્વરનું સ્વરૂપ નેતિ નેતિ કરીને આપ્યું છે એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org