________________
૩૫
ઓગણત્રીસમું પદ પાંતિ નથી; અમે સાધન નથી કે સાધન કરનાર નથી; તેમજ અમે હળવા નથી તેમ ભારે પણ નથી.”
ભાવ-આ પદમાં નયની અપેક્ષા ધ્યાનમાં લઈ શ્રીઆનંદઘનજી મહારાજ બહુ ઉચ્ચ ઉડ્ડયન કરે છે. એને ભાવ સમજવામાં બહુ મુશ્કેલી પડે તેવું છે, કારણ નયજ્ઞાનનું સ્વરૂપ સમજવું અને સમજાવવું એ સહેલી બાબત નથી. આપણે પાંચમા પદના વિવેચનમાં નયજ્ઞાન પર સહજ વિવેચન કરી ગયા તે પરથી સમજાયું હશે કે સત્યના એક અંશને ગ્રહણ કરીને ચાલે તેને નય કહેવામાં આવે છે. સર્વાશ સત્ય જ્ઞાનને પ્રમાણુજ્ઞાન કહેવામાં આવે છે. આ વ્યાખ્યા ઉપરથી સમજવાનું એ છે કે નયજ્ઞાન એ સંપૂર્ણ સત્ય જ્ઞાન નથી તેમ અસત્ય પણ નથી, માત્ર તે સત્યને અંશ છે એટલી હકીકત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. નયાભાસ હોય ત્યાં તો સત્યને અંશ પણ તપે રહેતો નથી. આ પદમાં ચેતનની જે સ્થિતિનું વર્ણન કર્યું છે તે શુદ્ધ દ્રવ્યાર્થિક સંગ્રહનયની અપેક્ષા લઈને કર્યું છે. જીવના એક સર્વસાધારણ અંશને લઈને તેની સત્તા (Potentiality ) ગ્રહણ કરી લે તેવા સામાન્ય જાતિને ગ્રહણ કરનારા દ્રવ્યાર્થિકનયને સંગ્રહનય કહેવામાં આવે છે. ત્યાં નૈગમ, સંગ્રહ અને વ્યવહારનય દ્રવ્યાર્થિક છે. અમુક દ્રવ્ય લઈએ તે તેના જાતિ અને પાંતિ એટલે સામાન્ય અને વિશેષ ગુણ હોય છે. દાખલા તરીકે દેવચંદ નામના મનુષ્યમાં મનુષ્યત્વ એ સામાન્ય ગુણ છે અને અમુક આકૃતિ ધારણ કરનાર મનુષ્ય (દેવચંદપણું) તે વિશેષ ગુણ છે. નૈગમનય કેટલીક રીતે સામાન્ય અને કેટલીક રીતે વિશેષ ધર્મોને ગ્રહણ કરે છે, સંગ્રહનય સામાન્ય ધર્મ ગ્રહણ કરે છે અને વ્યવહારનય એકલા વિશેષ ગુણેને ગ્રહણ કરે છે. કોઈ પણ પદાર્થમાં સહભાવી ધર્મો હોય તેને ગુણ કહેવામાં આવે છે અને કમભાવી ધર્મો હોય તેને પર્યાય કહેવામાં આવે છે. આ કમભાવી ધર્મોના અંશ ગ્રહણ કરનાર ત્રાજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એ ચાર નય છે. આ પદમાં તે સંબંધી ઉપયોગી હકીકત આવે છે તે વિચારી સમજવા યોગ્ય છે.
ચેતનજી પિતે જ બોલે છે. હે ચેતન ! હે અવધૂ! જે અમારું નામ રાખી આપે, પાડી આપે તે ઉગ્ર આમિક રસને ચાખે. તેનો સ્વાદ લે. જે મસાલાદાર રસને મન પ્યાલામાં પીવાનું અઠ્ઠાવીસમા (ઉપરના છેલ્લા) પદમાં કહ્યું હતું અને તેની સાથે એમ પણ કહ્યું હતું કે તેને માટે તમે અધ્યાત્મનું નિવાસસ્થાન શોધીને તે રસ પીઓ તે અધ્યાત્મના વિષય આત્માનું નામ શું સ્થાપન કરવું અને તેના વ્યક્ત અવ્યક્ત ધર્મો કેવા છે, કેવા મનાયા છે, તેના સ્વભાવ વિભાવ ક્યા ક્યા છે એ સર્વ સમજી તેનું એક નામ સ્થાપન કરવામાં આવે ત્યારે આગળના પદમાં જે રસપાન કરવાનું કહેવામાં આવ્યું છે તે બરાબર જામે અને પછી તેની ખુમારી કદિ પણ ઉતરે નહિ.
અનાદિ નિગદમાંથી નીકળીને જેમ જેમ જીવની ઉત્કાન્તિ થતી જાય છે તેમ તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org