________________
૩૧૦
શ્રી આનંદઘનજીનાં પદા
मनसा प्याला प्रेम मसाला, ब्रह्म अनि परजाली;
तन भाठी अटाइ पीए कस, जागे अनुभव लाली. आशा ० ३
- શરીર ભઠ્ઠીમાં શુદ્ધ સ્વરૂપ અગ્નિ સળગાવી, અનુભવરસમાં પ્રેમરૂપ મસાલા નાખી તેને મનરૂપ પ્યાલામાં ઉકાળીને તેનુ સત્ત્વ પીએ છે ત્યારે અનુભવની લાલી પ્રગટ થાય છે. ” ભાવ—શરીરને પોષવા માટે ઉનાળામાં જૂદા જૂદા પ્રકારના એલચી, ગુલામનાં ફૂલ, વરિયાળી વિગેરે ઠંડા મસાલા નાખી તેનું દુધિયું કરીને પીવામાં આવે છે અથવા વધારે ચોગ્ય અમાં કેશર, એલચી, બદામ, પિસ્તાં વિગેરે પૌષ્ટિક મસાલાઓ-વસાણાં નાખીને શીત ઋતુમાં દૂધ પીવામાં આવે છે, તે દૂધને પ્રથમ અગ્નિ પર ગરમ કરી તેને જાડુ બનાવવામાં આવે છે અને પછી પાણીના કેટલાક ભાગ મળી ગયા પછી ધનુ સત્ત્વ રહે છે તે પીવામાં આવે છે તેથી શરીર મજબૂત થાય છે અને મુખ ઉપર તેની લાલી આવે છે, મતલબ મુખ ઉપર પણ તંદુરસ્તપણું જણાય છે. આ નિયમને અનુસરી અનુભવરસનુ પાન કેવી રીતે કરવું તે અત્ર બતાવે છે. આ શરીરરૂપ ભઠ્ઠીમાં પ્રથમ બ્રહ્મ અગ્નિ સળગાવવા. બ્રહ્મ શબ્દના બે અર્થ અત્ર વાચ્ય થઇ શકે છે. પ્રથમ અથ બ્રહ્મ એટલે બ્રહ્મચય. સ્ત્રીસંગના સથા ત્યાગ કરવા, મનથી પણ તેની ઇચ્છા ન કરવી. જેએ ચેગમાગ માં પ્રવેશ કરવા ઇચ્છા રાખતા હાય તેમણે બ્રહ્મચર્ય પ્રથમ દરજ્જે અવશ્ય પાળવું જરૂરનું ગણવામાં આવ્યુ છે, કારણ કે તેથી વી હાનિ અટકી શરીર મજબૂત અને છે અને તેથી મનની અવ્યવસ્થિત સ્થિતિ, કુસ્વપ્ન વિગેરે અવસ્થા મટી જઈ તે સ્થિર બને છે. અથવા બ્રહ્મ શબ્દથી શુદ્ધ સ્વરૂપ સમજવું. શરીરરૂપ ભઠ્ઠી ઉપર આ બ્રહ્મરૂપ અગ્નિને સળગાવીને તેના પર મનરૂપ પ્યાલે મૂકવા અને પછી સ્વરૂપ પામવાને પ્રેમ-અભિલાષરુચિરૂપ મસાલા તેમાં નાખીને તે રસને ખૂબ ઉકાળવા અને તેના જ્યારે ચાખા કસ રહે ત્યારે તે સત્ત્વને પી જવુ’-પીધા કરવું. આથી અનુભવની લાલી જાગ્રત થશે,
અહીં પ્રેમ મસાલા નાખવાનું કહ્યું છે તેના વાસ્તવિક અથૅ Love, સર્વ જીવા તરફ બબુદ્ધિ, કોઇને પણ નુકશાન કરવાની વૃત્તિથી દૂર ખસવાપણું અને કાઇ પણુ જીવનાં દુઃખા જોઇને ત્રાસ અને પેાતાને ભાગે પણ અન્ય ઉપર ઉપકાર કરવાની બુદ્ધિ એ થાય છે. એવા પ્રેમરૂપ મસાલાને જ્યારે અનુભવરસમાં નાખીને મનરૂપ પ્યાલા જે તે રસને અને મસાલાને ધારણ કરે છે તેને તે સ્વરૂપવિચારણારૂપ દેગમાં નાખી તેમાં રુચિરૂપ મસાલે નાખે, પછી રેચક, પૂરક, કુંભક વિગેરે શ્વાસેાશ્વાસવડે પ્રાણુ અપાનાદિ પવનના ઉપર નીચે થવારૂપ ઉકાળાથી તેમાં જે નકામુ જળ હાય તેને દૂર કરી, મતલખ તેની અંદર જે દ્વેષરૂપ કચરા હાય તેને સળગાવી મૂકી છેવટે જે શુદ્ધ પ્રેમ મસાલાદાર રસ
Jain Education International
૩ મનસાmમનરૂપ. પ્રેમ=અનુભવરસમાં પ્રેમ, મસાલામસાલા, વસાણાં. બ્રહ્મ=શુદ્ધ સ્વરૂપ અથવા બ્રહ્મચય . પરજાળી=સળગાવી. અવટા=ઉકાળીને, કસ=સત્ત્વ. જાગે=જાગ્રત થાય, પ્રકટ થાય. લાલી–લાલાશ,
For Private & Personal Use Only
www.jainelibrary.org