________________
૩૦૫
અઠ્ઠાવીસમું પદ જ્ઞાનપાત્ર પ્રાણુ તે આખા જગને તણખલા તુલ્ય જુએ છે. વિદ્વાન માણસે પુગળમાં આનંદ લેનારી પતિની સાથે પ્રોતિ કરનારી સ્પૃહાને હૃદયમંદિરમાંથી બહાર ધકેલી મૂકવી જોઈએ. સ્પૃહાવાળા પ્રાણુઓ તણખલા અથવા રૂની પેઠે તદ્દન હલકા લાગે છે, છતાં સંસાર સમુદ્રના તળિયે જઈને બેસે છે એ મેટી નવાઇની હકીકત છે ! નિઃસ્પૃહી પ્રાણીને જમીન પર શય્યા કરવી પડતી હોય, ભિક્ષાથી જેવું મળી આવે તેવું ભજન કરવાનું હોય, જીણું વસ્ત્ર પહેરવા મળતાં હોય અને જંગલરૂપ ઘર નિવાસ કરવા માટે હોય તે પણ તેને ચક્રવર્તી કરતાં વિશેષ સુખ છે. પારકી આશા એ મેટું દુઃખ છે અને નિસ્પૃહીપણું એ મોટું સુખ છે. સુખ અને દુઃખનું આ ટૂંકા મુદ્દાસર સંક્ષિપ્ત લક્ષણ સમજવું.
ઉપાધ્યાયજીનાં છેલ્લાં વચન વિશેષ રીતે સમજવા યોગ્ય છે અને તે જ આ પદને વિષય છે. શ્રીઆનંદઘનજી મહારાજ કહે છે કે- ચેતન ! તું પારકાની આશા શા માટે કરે છે? તને બીજા કેઈ શું આપવાના છે? તું અન્ય માણસ પાસેથી અથવા અન્ય વસ્તુની આશા કરે છે પણ તેમાં તારું શું વળવાનું છે? તારું છે તે તે તારી પાસે જ છે, તારામય જ છે, તું પિતે જ છે; માટે પરની આશા છોડીને તું જ્ઞાન અમૃતરસનું પાન કર જેથી અજરામર થઈ જઈ આ ભવ્યાધિને હમેશને માટે દૂર રાખી શકીશ. આત્મસ્વભાવને સ્વાધ્યાય કરતાં એક વિદ્વાન લખી ગયા છે કે –
પરકી આશ સદા નિરાશા, એ હે જગ જન કાંસા તે કાટન કરે અભ્યાસા, લહે સદા સુખવાસા
આપ સ્વભાવમે રે, અવધુ સદા મગનમે રહેના. આ પ્રમાણે પરજીવની અથવા પરવરતની આશા નિરાશામાં જ પરિણમે છે, એ તે માત્ર માણસને ફાંસે દઈ ફસાવે છે, સંસારમાં રઝળાવે છે અને મળે છે તે મુંઝાવે છે અને ન મળે તે ચિંતા કરાવે છે; તેથી પરની આશા છેડી દેવા, તેને કાપી નાખવા અભ્યાસ કરવો જેથી નિરંતરને માટે સુખ પ્રાપ્ત થાય અર્થાત્ જેથી અજરામર સ્થાન પ્રાપ્ત થાય. પિતા સિવાય અન્ય કોઈના ઉપર આધાર રાખી બેસી રહેવામાં અને અન્ય પદુગલિક વસ્તુ મેળવવાની ઈચ્છામાં એટલા લટકી રહેવું પડે છે કે આ જીવ અને પરિણામે જરા પણ ઊંચે આવી શક્તો નથી, વળી તે વખતે કેવું વર્તન કરે છે એ પણ વિચારીએ.
આશાથી આ લેકમાં અને પરલોકમાં આશા કરનારની ફજેતી થાય છે. આ ભવમાં આશા પૂરી થતી નથી ત્યાં સુધી મનના જે સંકલ્પવિકલ્પ થાય છે તે એટલા તે મોટી સંખ્યામાં અને દીર્ઘ કાળ સુધી માનસિક દુઃખ આપનારા હોય છે કે ત્યાર પછી આશા પૂરી થાય તો પણ તેમાં આનંદ રહેતું નથી. આશા તે દરરોજ અનેક પ્રકારની થતી હોવાથી સોએ નવાણું આશાઓ તે કદી પૂરી થતી નથી. તે તે વળી એટલી ખરાબ અસર મૂકી જાય છે કે તેનું વર્ણન કરવું મુશ્કેલ થઈ પડે. આવી રીતે પૂર્ણ થયેલી અને
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org