SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ શ્રી આનઘનજીનાં પદ્મા बहिरात मूढा जग जेता, माया के फंद रहेता; घटअंतर परमातम भावे, दुरलभ प्राणी तेता. अवधू० ३ “ દુનિયામાં જે પ્રાણીઓ આવા છે તે બહિરાત્મભાવમાં મુંઝાઈ ગયેલા છે અને માયાના ફેંદામાં રહેનારા છે; (અથવા જગતના જેટલા પ્રાણીઓ માયાના મેંદામાં રહેનારા છે તે અહિરાત્મભાવમાં મૂઢ થઇ ગયેલા છે. ) મનમાં પરમાત્મભાવનું ધ્યાન કરે તેવા પ્રાણીઓ દુર્લભ છે-ભાગ્યે જ મળી શકે તેવા છે. ” ભાવ—ઉપર જણાવ્યું તે પ્રમાણે જેએ પોતાના મતમાં આગ્રહવાળા પ્રાણી હાય છે, જેઓ પેાતાના ધર્મના નામે રળી ખાનારા હાય છે, પણ વસ્તુતઃ જેએ આશાના દાસ છે તેઓ અહિરાત્મભાવમાં મુંઝાઈ ગયા છે. અગાઉ સાતમા પદના વિવેચનમાં બહિરાત્મ, અંતરાત્મ અને પરમાત્મભાવનુ' સ્વરૂપ આપણે વિસ્તારથી જોઇ ગયા છીએ. જેએ શરીર, ધન વિગેરેમાં આત્મબુદ્ધિ માનતા હાય તેએ હિરાત્મભાવમાં વતતા હોય છે. જેઓ મુખેથી એમ બેલે છે કે શરીરથી આત્મા ભિન્ન છે પણ જેઓની આન્તરિક પ્રવૃત્તિ પરલોકનિરપેક્ષપણે શરીરને પોષણ કરવાની, ઇંદ્રિયાને તૃપ્ત કરવાની અને ઐહિક સુખ ભાગવવાની હાય છે તે પણુ અંતરાત્મભાવને એટલા જ દૂર રાખે છે અને પરમાત્મભાવ તેએથી એટલા બધા દૂર રહે છે કે વાસ્તવિક રીતે તેઓ પણ હિરામભાવમાં વર્તે છે. જ્યાં સુધી આશાના તાબામાં રહેવાનું થાય, જ્યાં સુધી આશા રાખીને આ લેક અથવા પરલેાકમાં ફળ મેળવવાની ઇચ્છાથી ધર્મકરણી કરવાના દેખાવ કરવામાં આવે ત્યાં સુધી અહિંરાત્મભાવ જ વતે છે એમ સમજવું. આથી મતધારી, છત્રધારી અને આગમધારી સજ્યાં સુધી આશાના દાસ છે ત્યાં સુધી અહિરાત્મભાવમાં મુંઝાઇ ગયા છે એમ અત્ર કહેવાના આશય છે. વળી આવા પ્રાણીએ માચા—દુંભના કબજામાં જ રહેલા છે, તે મેહનીય કર્મની એટલી પ્રબળ સત્તા તળે દબાયલા રહે છે કે ધર્મને પણ સંસારનિમિત્ત બનાવી મૂકે છે, આથી શુદ્ધ આત્મજ્ઞાન અથવા અનુભવજ્ઞાન તેથી દૂર રહે છે. શ્રી આનંદઘનજી મહારાજ આ જ વિષય ઉપર લખતાં ચોદમા શ્રીઅનંતનાથ પ્રભુના સ્તવનમાં લખે છે કે Jain Education International ગચ્છના ભેદ બહુ નચણુ નિહાળતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે; ઉદરભરણાદિ નિજ કાજ કરતાં થયાં, મોહ નડીયા કલિકાલ રાજે. સામાન્ય ગચ્છના ભેદની હકીકત હૃદયચક્ષુથી જેએ નિહાળતા હોય છે અને તેમાં જે આસક્ત હાય છે તે તત્ત્વની વાત કરતાં લાજતા પણ નથી, મતલબ તેએના મુખમાં તત્ત્વની વાત એક નિર્લજ્જ મનુષ્યના હૃદયમાં અધિકાર વગરની વાત જેવી લાગે ૩ અહિરાતમ=અહિરાત્મભાવમાં. મૂદ્દામુ ઝાઈ ગયેલ. જંગ=જગમાં. જેતા=જે.કુ=ક્દામાં. ઘટ=મન. અંતર=માં, દુરલભ–દુલ બ્ય, દુ:ખે મળી શકે તેવા, થાડા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy