________________
સત્તાવીસમું પદ
૨૯૭ રહે છે અથવા માયાવાદી વેદાન્તીઓ માયામય જગત સમજી પુરુષ અને પ્રકૃતિના સ્વરૂપમાં અન્ય સત્ય હકીકત લક્ષ્યમાં જ લેતા નથી. આવી રીતે એકાંત સ્વમતાવલંબીને કદિ અલક્ષ્ય સ્વરૂપને આવિર્ભાવ થતો નથી. જેઓ સત્ય સ્વરૂપ સમજવા માગતા હોય તેઓએ પિતાનું મન નિરંતર ઉઘાડું રાખવું જોઈએ અને રાગટણથી કે ષષ્ટિથી અમુક
સ્વરૂપ કે સ્વરૂપાભાસ તરફ ન જેવું જોઈએ. જે પૂર્વ બુદ્દશાહિત ચિત્તથી અભ્યાસ કરે છે તે કદિ સત્ય સમજી શકતા નથી.
આવી સ્થિતિ મઠારી, આગમધારી અને માયાધારીઓની થઈ ગઈ છે અને બાકી જે દુનિયાદારીના વ્યવહાર માણસ રહ્યા છે તે દુનિયાનાં કાર્યમાં આસક્ત રહ્યા કરે છે. તેઓ તે ઘર, છોકરાં, સ્ત્રી, ધન, ધંધે, ખટપટ, સગપણ અને બીજા અનેક પ્રસંગમાં પરભાવરમણ પ્રત્યક્ષ દેખાડી આપે છે. તેઓને તો સવારથી મોડી રાત સુધી અલક્ષ્ય સ્વરૂપ શું છે તે સંબંધી ચિંતા કરવાને અવકાશ કે યોગ્યતા જ નથી ત્યાં તેઓ પાસેથી તે શું આશા રાખવી?
અથવા આગામધારી અને માયાધારી વિગેરે ઉપર બતાવેલા સર્વ દુનિયાદારીના માણસે છે, સંસારી પ્રાણીઓ છે, સંસારથી જરા પણ ઊંચા આવેલા નથી અને દુનિયાને જ લાગી રહેલા છે, દુનિયાની મમતામાં રક્ત છે અને આશાના દાસ છે. આ અર્થ પણ સંબંધ સાથે બેસતે આવે છે.
શ્રી આનંદઘનજી મહારાજ કહે છે કે-ઉપર જણાવેલા સર્વ મતરાગી મનુષ્ય આશાના દાસ છે, મડ હશે તે પૂજા-મહિમા વધશે, રહેશે એમ સમજનારા હોય છે અને આશીભાવથી ક્રિયા-કષ્ટ સહન કરનારા હોય છે. પ્રભુપ્રીત્યર્થ-ફળની અપેક્ષા વગર--નિરાશીભાવથી નિષ્કામપણે તેઓની એક પણ કરણી નથી અને તેમ હોવાથી તે સર્વ વસ્તુતઃ નકામી છે, ફળ વગરની છે અને ખાસ કરીને તે કેવી છે તે નીચેની ગાથામાં સ્પષ્ટ બતાવ્યું છે.
અત્ર બહુ વિચારવા લાયક હકીકત કહી છે. આવા આગમધારી અને મઠધારીઓને પણ આશાના દાસ કહ્યા એ ખાસ લક્ષ્યમાં લેવા લાયક બાબત છે. આશા કાંઈ ધનની જ નથી હોતી. માન-પ્રતિષ્ઠા મેળવવાની, પદવી પ્રાપ્ત કરવાની, શિષ્ય, પુસ્તક, ઉપાધિ એકઠી કરવાની આશા પણ પુદ્ગળાનન્દિપણને લીધે સંસારમાં રઝળાવનારી છે, બહિરાત્મભાવની દશા છે અને એકાંત વર્યું છે. આથી મેટા આગમધારીઓ પણ આવી આશાપૂર્વક કઈ પણું અનુષ્ઠાન કરતા હોય તો તે શ્રી આનંદઘનજી મહારાજની દૃષ્ટિમાં દુનિયાદારી લેકે જ છે અને નીચેની ગાથામાં દુર્લભ પ્રાણ કહ્યા છે તેની ગણનામાં તે આવી શક્તા નથી. આશાના વિશેષ સ્વરૂપ માટે આ પછીના પદમાં પણ કેટલીક હકીકત બતાવવામાં આવશે.
૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org