SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ સત્તાવીસમું પદ જયારે પ્રભુ નામની આવી રટણ ચાલે છે ત્યારે સ્થળ વિષયકષાય તરફ વૃત્તિ જતી નથી, સંસારદશા તરફ ઉદાસીનતા થાય છે અને છેવટે પરમ વિશિષ્ટ ગુણાનુરાગ થતાં તે પ્રાપ્ત થાય છે. આવા પ્રકારનું ગુણરટણપણું એ મોક્ષનું ધામ છે, કારણ કે એ રટણ ચાલે છે ત્યારે મનમાં એક એવા પ્રકારની શાંતિ થાય છે અને સ્થળ વિષય તરફ એવી ત્યાજ્ય વૃત્તિ થાય છે કે મોક્ષધામમાં જે અખંડ શાંતિનું સામ્રાજ્ય પ્રવર્તે છે તેને અત્ર કાંઈક સાક્ષાત્કાર થાય છે. પદ સત્તાવીસમું રાગ-આશાવરી. अवधू राम राम जग गावे, विरला अलख लगावे. अवधू० मतवाला तो मतमें माता, मठवाला मठराता; जटा जटाधर पटा पटाधर, छता छताधर ताता. अवधू. १ “હે નિરંજન ભગવાન ! જગતનાં પ્રાણીઓ રામ રામ મુખેથી ગાય છે, પણ અલક્ષ્ય સ્વરૂપને ઓળખનાર તે કઈક ભાગ્યશાળી જ હોય છે. જૂદા જૂદા મતવાળા પિતા પોતાના મતમાં મસ્ત હોય છે, મઠધારીઓ પિતાના મઠમાં આસક્ત હોય છે, જટાધારીઓ જટામાં, પાટધારીઓ પોતાની પાર્ટીમાં અને છત્રધારીઓ છત્રમાં ગરમ થઈ ગયેલા હોય છે. ” ભાવ–આ પદ શ્રી આનંદઘનજી મહારાજની ધર્મસહિષ્ણુતા બતાવે છે. એમની દૂધમાંથી પાણીને જુદું પાડવાની હંસબુદ્ધિ કેવા ઉત્તમ પ્રકારની હતી તે આ પદથી જણાઈ આવે છે. જે વૃત્તિ આ પદમાં બતાવી છે તેવી વૃત્તિ સામાન્ય થઈ જાય તે દુનિયામાં ધર્મને નામે જે અનેક ઝગડાઓ ઉત્પન્ન થાય છે તેને સુરતમાં અંત આવી જાય. મતનું રહસ્ય સમજ્યા વગર અભિમાનને લઈને જે સ્થિતિ અનેક મતની અને મતાવલંબીઓની થઈ ગઈ છે તેવી સ્થિતિ માટે જવાબદાર મનુષ્યએ આ પદ બહુ મનન કરી વિચારવા ગ્ય છે. આ મુદ્દા ઉપર છેવટે વિવેચન કરવાનું રાખી એ મેગી મહાત્મા અત્ર શું કહે છે તે પ્રથમ વિચારીએ. હે પ્રભુ! આ દુનિયાની શું સ્થિતિ થઈ છે તે આપને કહું છું, તે સાંભળે– દુનિયાનાં પ્રાણીઓ “રામ રામ” ગાયા કરે છે પણ રામ કેણ છે તે સમજતા નથી, ૧ જગ=જગત, દુનિયાના લોકે. વિરલા કેઈક, અલખ=એલેક, અલક્ષ્ય. લખાવે=જગાવે અથવા જાણે. મતવૈશેષિક, સાંખ્ય વિગેરે. માતા=મસ્ત. મશૃંગેરી, શારદાપીઠ વિગેરે મઠ. પટા=પાટ, શ્રીપૂજ્યની વિગેરે. છત=છત્ર. તાતા ગરમ, તપ્ત થઈ રહેલા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy