________________
૨૯૦
શ્રી આનંદઘનજીનાં પદે દર્શન થયેલું ન હોવાથી હું કાંઈ જવાબ પણ આપી શકતો નથી. એ જવાબ કોઈ સાધારણ પ્રશ્નને જવાબ નથી કે તેમાં ગેટે ચાલે. આથી આપના સંબંધી પ્રશ્ન પૂછનારને સંતોષ થાય તે જવાબ હું આપી શકતું નથી. વાત તે ઘણી કરું છું પણ મુદ્દાને એક પણ સંતોષકારક જવાબ મુદ્દાસર આપી શક્તો નથી.
તેવી જ રીતે મહાત્મા પુરુએ આપને સેવવાના ક્યા કયા માર્ગ બતાવ્યા છે ? કેવી વિધિ બતાવી છે ? તેની વાતો પણ હું બરાબર જાણતા નથી. મારા સાંભળવામાં આવ્યું છે કે આપને સેવવા માટે–આ૫ના ગુણે પ્રકટ કરવા માટે શાસ્ત્રકાર અનેક વાતો કરી ગયા છે, પણ હું તેમાંનું કાંઈ જાણતું નથી, અથવા જાણું છું તે બહુ ઉપર ઉપરથી તદ્દન સાધારણ રીતે જાણું છું અને વાસ્તવિક રીતે તે તે વાત જાણવાનું જાણપણું કહેવાય એવું મારામાં છે જ નહિ. આપના ગુણોની કે આપની આવા પ્રકારની અન્યકથિત વાતો પણ હું કરી શકતા નથી ત્યારે આપ સાક્ષાત્ મળે તે હું આપને ઓળખી શકીશ કે નહિ તે પણ અક્કસ છે અને આપ મળશે ત્યારે હું આપની પાસે સમજ્યા વગર શું માગીશ? હે પ્રભુ ! આવી મારી સ્થિતિ છે.
વળી હે પ્રભુ! આપની ભક્તિ કેવી રીતે કરી શકાય છે તે પણ હું જાણતો નથી. ‘ચિત્તપ્રસનને રે પૂજનફળ કહ્યું રે” એમાં શું રહસ્ય છે તે હું સમજતો નથી અને આપની ભક્તિમાં એવી ચિત્તની પ્રસન્નતા થઈ હોય, એ અપૂર્વ વિલાસ થઈ ગયું હોય, એવી અપૂર્વ આત્મતિનું દિવ્ય દર્શન થઈ ગયું હોય એમ મારા ધ્યાનમાં નથી અને એનું કારણ એ ભક્તિ માટે કેવા પ્રકારને ભાવ જોઈએ, કેવી ઊંચા પ્રકારની રુચિ જોઈએ, કેવી દઢ સહણ જોઈએ તેનું મને વાસ્તવિક ભાન નથી એ જ હોવું જોઈએ. “ભાવ વિના દાનાદિકા, જાણ અલુણે ધાન; ભાવરસાંગ મળ્યા થકી, ગુટે કર્મ નિદાન” એ વાત સત્ય હશે એમ મને જણાય છે, કારણ કે અનેક રીતે મેં ક્રિયા કરી હશે પણ શરમાત્ સિવાય પ્રસિFસ્ટરિત ન માવશ્વા : ભાવશૂન્ય-નિરાદરપણે અથવા અન્યત્ર ચિત્ત કરી હશે તેથી આપને સાક્ષાત્કાર કદિ થયે નથી. હું તો એથે ભક્તિ કરતો હતો પણ મને પણ બેધ નહોતું કે આપની ભક્તિ પુષ્પ, ચંદનથી થાય કે ગુણાનુકીર્તનથી થાય કે ખમાસમણાં દેવાથી થાય કે રાગ કાઢીને સ્તવન બોલવાથી થાય કે ઘંટ વગાડવાથી થાય. આવી રીતે ભક્તિનું સ્વરૂપ, તેના ભેદ-વિભેદ સમજ્યા વગર અને તેની સાથે ભાવરસાંગ મેળવ્યા વગર કરેલી સર્વ ભક્તિ આત્માદ્ધિને ઉત્પન્ન કરનાર ન થવાથી વિફળ ગઈ એમ જણાય છે. વિવેકપૂર્વક દશ ત્રિક, પાંચ અભિગમ સાચવીને, આશાતના ટાળીને પ્રભુસ્વરૂપ ઓળખી પ્રેમથી, સ્નેહથી, એકાગ્રતાથી એક વખત આપની ખરી ભક્તિ થાય તે મારા ભવના ફેરા મટી જાય એમ સાંભળ્યું છે, પણ મને હજુ તે આવડતું નથી, ત્યારે હે નાથ ! આપને શું કહું? આપની પાસે શું માગું? કેવી રીતે માગું?
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org