________________
૨૮૬
શ્રી આનંદઘનજીનાં પદ તમારા ગુણેને હું શોભાવી શકો નથી. મને ગાઈને અને વગાડીને તમારા ગુણનું કીર્તન કરતાં આવડતું નથી. પિતાને ગાયનકળા આવડતી હોય અથવા વાઘકળા આવડતી હોય તે ગુણનું અવતરણ કરી તેમાં એકાગ્રતા કરાય છે અને પછી “અનંત ગીય વાઈએ” ગીત વાજિંત્રમાં અનંતગણું ફળ કહ્યું છે, એ વાત સિદ્ધ થાય. આ તે તે પણ આવડતું નથી અને ગુણ કયા છે તેનું ખરું ભાન પણ નથી તેથી શું માંગું? કેમ માગું? વળી આટલાથી પણ અટકતું નથી, પણ હું તે સુરના ભેદ પણ જાણતું નથી. અમુક સુર ખરજ (વડજ) છે, કે પંચમ છે, કે ગાંધાર છે, પૈવત છે કે નિષાદ છે તે પણ હું જાણત નથી. સુરના જ્ઞાન વગર ગુણગાન થઈ શકે નહિ એ સુપ્રસિદ્ધ હકીકત છે. આથી તાલ સુરના જ્ઞાન વગરને હું ગાઈ વજાડી ન જાણનાર અને સંગીતશાસ્ત્રથી અનભિજ્ઞ તમારા પાસે શું માગણી કરું અને શેની માગણી કરું ?
અહીં ગુણયાચનામાં સંગીત કેટલું મહત્વનું પદ ધરાવે છે એ શ્રીઆનંદઘનજી મહારાજ જેવાની દશાએ પહોંચેલાના વિચારોથી ખાસ મનન કરવા ગ્ય વિષય થઈ પડે છે પણ તે બાબત વિચાર કરતાં મૂળ વિષયથી દૂર જવાનું થઈ જાય છે, વાત એટલી જ છે કે તાલ, સુર સાથે સંગીત ચાલતું હોય ત્યારે તેના જ્ઞાનવાળાને તેમાં રસ એવો પડે છે કે તેમાં એકાગ્રતા થઈ જાય છે અને કઈ વાર એ એવી ઉદાત્ત અવસ્થા અનુભવી શકે છે કે તેને મહાલાભ પ્રાપ્ત થઈ જાય છે.
હે નાથ ! ઉપરાંત કેઈની સાથે રીઝી કેમ પડાય તે પણ હું જાણતા નથી અથવા તે રીઝ કેને કહે છે તે પણ હું જાણતો નથી અને બીજાને રીઝાવી કેમ શકાય તે પણ મને આવડતું નથી. અપ્રસન્ન હોય તેને પ્રસન્ન કરવાની જે રીતે તે રીઝ કહેવાય છે, પિતે તે વખતે જે કાર્ય કરે છે તે રીઝ કહેવાય છે અને સામાને પિતાના તરફ આકર્ષવાનું કાર્ય તે રીઝામણ કહેવાય છે. પ્રભુને અથવા પતિને રીઝવવા હાવભાવ, ગીત, નૃત્ય, પ્રિય વચન વિગેરે અનેક આવિર્ભા કરવામાં આવે છે અને તેથી તે રીઝાય છે, પણ હે પરમાત્મા! આવા પ્રકારની રીઝ અને રીઝામણ જેને અન્યાશ્રય છે તે બન્નેમાંથી એક પણ મને આવડતાં નથી.
આપની રીઝ રીઝામણ જાણતું નથી એટલેથી જ અટકતું નથી પણ આપના નિરંજન પદની સેવા કેમ કરવી? કેવી રીતે કરવી? શું સાધનથી કરવી અને તેમ કરીને તમારું પદ કેવી રીતે માગવું ? તે પણ જાણતા નથી. આપના ચરણકમળની સેવા કરતાં આવડતી નથી, નહિ તે મારી આ દશા હોય નહિ. હે નાથ ! આ પ્રમાણે સ્થિતિ છે ત્યારે હવે મારે આપની પાસે શું માગવું? કેમ માગવું? અને કેવી રીતે માગવું? મને આપની પાસે યાચના કરતાં પણ આવડતી નથી.
* ટબમાં વજાવવાનો અર્થ અનાહત અંતર્ધ્વનિરૂપ વાજિંત્ર કરે છે. મતલબ તે વાજિંત્રોના સુર-સમાધિ આદિના ભેદોને જાણતા નથી. આ ભાવ પણ સારો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org