________________
૨૮૪
શ્રી આન’ઘનજીનાં પદ્મા
વ્યાધિની વાત મારાથી જેને તેને કહી શકાય તેમ નથી. આપ કુશળ વૈદ્ય છે, મારા વ્યાધિ લાંબા વખતને ( chronic disease ) છે અને જો આપ મારા કેસ હાથમાં લઇ મારા વ્યાધિનું નિદાન કરી આપી મને વ્યાધિથી છેડાવશે. તે જ મારે નિસ્તાર થશે. આવી વ્યાધિગ્રસ્ત સ્થિતિમાં આપને હું કેટલી વાત કરું ? મારા સગાસ્નેહી મને મળે તે તેઓની સાથે બેસી જરા આનંદ મેળવું. હે નાથ ! એ મારા સગાસ્નેહીએ મને ક્યારે મળશે એ હવે આપ કૃપા કરીને કહેા, હાલ તે હું તેની જ ઝંખના કરું છું, તેની જ જપમાળા ફેરવુ છું અને તમે મને મારા આ મોટા દુઃખમાંથી છોડાવી શકશે. એવી દૃઢ ભાવના વિશ્વાસપૂર્વક રાખું છું.
કાઈ સાબરની પછવાડે શિકારી કૂતરાઓ લાગ્યા હોય, જંગલમાં પૂર્ણ જોરથી દોડીને સાબર થાકી ગયુ. હાય અને પાણીની શેાધ કરતું હાય તે વખતે તેને ગમે તેટલે ખારાક આપવામાં આવશે તે તેથી તેને શાંતિ થશે નહિં, એને સુંદર સાવર પ્રાપ્ત થતાં તે પાણી પીને પાતાની તૃષા મટાડશે અને ત્યારે જ તેના જીવને શાંતિ મળશે; અથવા એક ખાળક મુંબઇની બજારમાં તેની માથી છૂટુ પડી ગયું હોય તેને ગમે તેટલાં રમકડાં આપશે, ખાવાનું અપાવશેા કે પ્રેમથી ખેલાવશે પણ તે કર્દિ સતાષ પામશે નહિં, તે તા પેાતાની માને મેલાવ્યા કરશે અને તે તેને મળશે ત્યારે જ તેના મનમાં શાંતિ થશે. આવી રીતે જ્યારે આપણા મનમાં પરમાત્મભાવ પ્રાપ્ત કરવાની તૃષા ઉત્પન્ન થશે ત્યારે તરસ્યા સાબરની પેઠે અથવા માથી વિખૂટા પડેલા બાળકની પેઠે અન્ય વસ્તુ કઢિ આનંદ આપી શકશે નહિ. આવા પ્રકારની તૃષા થાય ત્યારે મન તે પાછળ કેવી રીતે લાગી જાય છે તે અરણ્યમાં મુસાફરી કરતી વખત સખ્ત ઉનાળામાં અપેારે તૃષા લાગે ત્યારે પાણી માટે મુસાફરને કેવી ઝ ંખના થાય છે તેના અનુભવ કરનાર વિચારી શકશે. હે પ્રભુ ! મારા નાથ ! મને હવે સ્વજનાને મળવાની ઇચ્છા થઇ છે અને પરમાત્મભાવ પ્રગટ કરવાની તૃષા લાગી છે તે ગમે તેમ કરીને છીપે એમ કરે. હું આપને ખાત્રીથી કહું છું કે જ્યાં સુધી મારી તૃષા છીપશે નહિ ત્યાં સુધી મને કોઇ ઠેકાણે ચેન પડશે નહિ,
પ૬ છવીસમું
( રાગ-આશાવરી )
अवधू क्या मागुं गुनहीना, वे गुनगनन प्रवीना. अवधू० गाय न जानुं बजाय न जानुं, न जानुं सुरभेवा; रीझ न जानुं रीझाय न जानुं न जानुं पदसेवा.
अवधू० १
૧ અવધૂ=અખંડ સ્વરૂપ ભગવાન્ અથવા ચેતન. ગુનહીન=જેનામાં ચુણા નથી અથવા હીન આચારે છે તેવા હું. ગુનગનન=ગુણની ગણતરી, ગણિત. પ્રવીના=પ્રવીણ, હુશિયાર. બજાય=ભજવવું અથવા અાવવું. સુરભેવા=સુરના ભેદ. રીઝાય=અન્યને રીઝવવું, પ્રસન્ન કરવા. પદ્મસેવા=સ્વરૂપની સેવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org