________________
૧૮૨
શ્રી આનંદ્ઘનજીનાં પદ્મા
તમારા મેળાપ પછી અને તમારા ઉપદેશશ્રવણ પછી મને જણાયું છે કે મારા ખરા સ્નેહી તા હજી દૂર રહ્યા છે અને માયા મમતા જેની સાથે હું વળગી રહ્યો હતો તે તા માર વિરાધી છે, હવે જ્યારે સ્નેહીને ઓળખ્યા ત્યારે તે તેને મળવું જોઇએ, ત્યારે હવે આપ કૃપા કરીને કહેા કે એ મારા સ્વરૂપમિત્રને હું ક્યારે મળીશ ? હું સંતપુરુષો ! તમે સારી રીતે જાણે છે કે જ્યાં સુધી પ્રાણી પેાતાના ખરા સગાઓને મળતા નથી ત્યાં સુધી તેને સ્થિરતા પ્રાપ્ત થતી નથી, તેના મનમાં ધીરજ રહેતી નથી અને તેને કાંઈ ગાઢતુ' નથી. તેવી જ રીતે આત્મા જ્યાં સુધી પેાતાના ખરા ( આત્મિક ) સગાઓને મળતા નથી ત્યાં સુધી તેને સ્થિરતા આવતી નથી. સ`સારની સ્થિતિ-પ્રાણુ ધારણ કરવાપણું જ્યાં સુધી હોય ત્યાં સુધી એક સરખી સ્થિરતા કર્દિ આવતી નથી એ જાણીતી વાત છે. સ્થિરતા-સ્વગુણુરમણતારૂપ ચારિત્ર સિદ્ધદશામાં હાય છે, ખાધકદશામાં શરૂઆતમાં તે હતું જ નથી અને પછી ઓછેવધતે દરજ્જે પ્રાપ્ત થતુ જાય છે, પણ જ્યારે ખરા સ્વજના મળે ત્યારે બહુ સારી રીતે ધીરજ મળ્યા કરે છે, તે તરફના એક જાતના મનને ટેકા મળે છે ખરા સ્વજના ક્યા છે તે વિચારતાં આપણે નવમા પટ્ટમાં જોયું હતુ કે એના મેળાપ જ દૂધમાં સાકર મળવા જેવા સુંદર સ્વાદીષ્ટ છે અને તેઓનાં નામેામાં પ્રથમ નામ સમતાને ઘટે છે. તેની સાથે ક્ષાંતિ આદિ દશ ધર્માં, ઇંદ્રિયસંયમ, કષાયત્યાગ, ગરુંધન વિગેરે આવે છે. આવા સ્વજને સાથે મેળાપ થાય ત્યારે જ ધીરજ આવે છે, મનને આલંબન મળે છે અને હૃદયને ટેકે મળે છે. હું સંતપુરુષો ! આવા મારા સ્વજને મને ક્યારે મળશે તે તમે હવે જણાવે. હજી હું સ્વજનાને બહુ સારી રીતે ઓળખતેા નથી, પણ તે મારી સાથે ન હેાવાથી મને ધીરજ રહેતી નથી અને મારા મનને શીતળતા પ્રાપ્ત થતી નથી, તે તેઓ મને કયારે મળશે તે મને હવે તમે કૃપા કરીને કહેા.
આ પ્રાણીની સંસારસ્થિતિ-દેહીપણાની સ્થિતિ પણ સ્વજનના મેળાપ ન થાય ત્યાં સુધી લાંબી ચાલ્યા કરે છે. એક વખત તેને મૂળ સ્વભાવધર્માં સાથે મેળાપ થાય છે કે તુરત જ તેને સંસારશેરી વિસરાતી જાય છે, મિત્રબુદ્ધિએ-સગપણબુદ્ધિએ માની લીધેલા માયા, મમતા, કષાય, રિત આદિ મેહુ રાજાના દ્વતા સાથે પ્રેમ ઘટતા જાય છે અને છેવટે સિદ્ધ દશામાં નિરંતરને માટે ધીરજ પ્રાપ્ત થાય એવી અપૂર્વ આનંદમય સ્થિતિ પ્રાપ્ત થાય છે.
जन जन आगल अंतरगतनी, *वातलडी कहुं केही;
आनन्दघन प्रभु वैद्य + वियोगें, कीम जीवे मधुमेही ? क्यारे० २
* ‘વાતડી કરીએ કેહી' આ પ્રમાણે પાઠ બે પ્રતોમાં છે.
+ એક પ્રતમાં વૈદ્યને બદલે વેદ શબ્દ છે તે અશુદ્ધ જણાય છે.
૨ જન જન=દરેક જણ. અંતરગતની=મનની. વાતલડી=વાતા. કહી=કેટલી, જીવે=જીવિતવ્ય ધારણ કરે. કમ=કેમ, કેવી રીતે. મધુમેહી=મધુપ્રમેહ-મીઠા પરમીયા થયેલા પ્રાણી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org