________________
ત્રેવીસમું' પદ
૨૭૫
સ મટી જાય છે અને સંસ વગરના, અસ્થિરતા વગરના, આદિ વગરના અને ખાધા-પીડા વગરના નિરુપદ્રવ સુખકારી ભગવાનના તેમાં મેળાપ થાય છે. ”
ભાવ-હવે એ અનુભવરસ કેવા સુંદર છે તે બહુ સ્પષ્ટ રીતે સુમતિ બતાવે છે. એ અનુભવરસમાં કોઇ પણ પ્રકારના રાગ નથી તેમ જ શેાક નથી. તમે જો શૃગાર, હાસ્ય, વીર વિગેરે રસનું પાન કરવા જશેા તે ત્યાં રાગ, શાક વગેરે અનેક પ્રકારના સ`સારી ભાવે જાગ્રત થશે અને તમને ત્રાસ આપશે. શૃંગાર પછવાડે વિયેળ, હાસ્ય પછવાડે રુદન, વીર પછવાડે શેક વિગેરે પ્રત્યક્ષ રીતે જાણવામાં આવેલા છે અને અવલાકનકારની દૃષ્ટિમાં તે તપે દેખાય છે. વળી એ રસનાં પાન પોતે પણ અનેક વ્યાધિઓનાં કારણુ થઇ પડે છે. અતિ શૃંગારરસમાં પડેલાઓને વ્યાધિ એવા થાય છે કે આવા ગ્રંથમાં તેનાં નામે લખવાં. તે પણ અનુચિત ગણાય. આવી રીતે સ્થૂળ રસા લેવાથી રાગ, શાક, ભય, દુગ’છા વિગેરે ભાવા ઉત્પન્ન થાય છે ત્યારે આ અનુભવરસનું પાન કરવામાં તેવે કેઇ પણ પ્રકારના ભાવ ઉત્પન્ન થતા નથી. પ્રાણીએ તા બિચારા માર ખાય છે તે પણ સંસારને વળગતા જાય છે અને આવા જ કારણથી સ’સારરસિક સાહિત્યકારા કેટલીક જગ્યાએ શાંતરસને રસ તરીકે ગણવાની પણ ના પાડે છે. એના સ્થાયી ભાવ। વિગેરે શૃંગારાદિ રસેથી જૂદી જાતના હાવાથી તેમાં તેને આનદ આવતો નથી, કારણ કે આત્મિક આનંદ શુ છે અને કેવા ડ્રાય છે તેનુ તેને ભાન પણ થયુ હાતુ નથી. આ પ્રસ્તુત વિષય છે તેથી અત્ર તેની વિશેષ ચર્ચા અસ્થાને ગણાય, પશુ કહેવાના. તાત્પર્યા એ છે કે-અનુભવરસમાં વરસપણુ ઉત્પન્ન કરનાર એક પણ વિપરીત ભાવ નથી.
સાંસારિક
વળી એથી પણુ વિશેષ આનંદદાયક હકીકત એ છે કે-અનુભવરસપાનમાં લેાકવાદ સ મટી જાય છે. આ કાર્ય કરવાથી લાકા આવું કહેશે, આવું ધારશે, આ પ્રમાણે વાતા કરશે એવી જે લેાકષ્ટ આપણને સામાન્ય રીતે પડી ગઇ છે તે પછી રહેતી નથી. જ્યાં આત્મિક ઉન્નતિ કરવાના એકાંત હેતુથી કાઇ પણ કાર્ય કે ત્યાગ કરવામાં આવે ત્યાં પછી અન્ય વાત કરનારા સંસારરસિક જીવા શું કહેશે એ વિચાર કરવાને અવકાશ જ રહેતા નથી. સંસારી જીવાનુ` સાધ્ય જ ઉલટું છે, તેઓની વૃત્તિ બધાને સ'સારમાં જ રાખવાની હાય છે, તેથી તેઓના સાધ્યથી જે વાત થાય તે અનુભવજ્ઞાનવાળાને કબૂલ થઇ શકે એ બહુ સંભવિત જ નથી. આવું વસ્તુસ્વરૂપ સમજી જનારને એક મેટા પ્રશ્નના ખુલાસા થઈ જાય છે, અનેક અગવડો મટી જાય છે અને માગ સીધા અને સરળ થઇ જાય છે. લાકરુચિ પ્રમાણે કામ કરનારા-પેાતાના મગજને ( conscienceને ) દૂર મૂકી કામ કરનારા આ જન્મમાં કેટલીક વાર માન–પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે, પ્રથમ ખુરશી મેળવી શકે છે, જ્ઞાતિ, કેમ કે સમૂહના આગેવાન થાય છે, પણ એમાં અનુભવજ્ઞાનની વાત નથી, આત્માના વિચારની ગંધ નથી, સંસારઅસારતાના વિચારના અવકાશ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org