________________
ત્રેવીસમું પદ
૨૭૧
जाये न कबहु और दिग नेरी, तोरी विनता वेरी;
+माया चेडी कुटुंब करी हाथे, एक डेढ दीन घेरी. अवधू० १ “હે શુદ્ધ સનાતન ચેતન ! અનુભવકલિકા હવે વિકસી છે અને તેથી મારી મતિ આત્માને મળવા લાગી છે. હવે કદિ અન્ય( ઈન્દ્રિય વિષયો)ની પાસે તેની નજીક પણ તે જતી નથી. વળી તારે હવે ( અનુભવજ્ઞાન ) જાણી લેવાને આ વખત છે. માયારૂપી દાસી અને (તેના) કુટુંબને એક દોઢ દિવસ સુધી ઘેરી લઈ કબજે કરીને (પછી અનુભવજ્ઞાન વિકસ્વર કરો).”
ભાવ–આગમષ્ટિએ આત્માનું સ્વરૂપ વિચારતાં વિચારતાં હવે અનુભવજ્ઞાન જેનું સ્વરૂપ અગાઉ જેવાઈ ગયું છે તે જાગ્રત થયું. આ હકીકત બનતાં તેનું પરિણામ શું આવે છે તે બતાવતાં સુમતિ બેલે છે. અનુભવજ્ઞાન એ સર્વ વસ્તુને સાર છે અને અનુભવજ્ઞાન વગર જે કઈ વસ્તુ હોય તેનું સ્વરૂપ બરાબર અંતરંગમાં ઉતરતું નથી. એ અનુભવજ્ઞાનનું પરિણામ અતિ ચમત્કાર ઉત્પન્ન કરનાર છે અને તે અત્ર બહુ સ્પષ્ટ અક્ષરોમાં બતાવે છે. - સુમતિ કહે છે કે-હે અવધુ! હે શુદ્ધ ચેતનજી! તમે જ્યારે શાશ્વત ભાવ વિચારીને અનાદિ અનંત ભાવમાં રમણ કરવાને વિચાર કરવા લાગ્યા છે ત્યારે હવે યથાર્થ સ્વરૂપજ્ઞાન જેને અનુભવજ્ઞાન કહેવામાં આવે છે તેની કળી જે અત્યાર સુધી તદ્દન બંધ પડેલી હતી, વિકવર થયેલી નહોતી તે હવે ઉઘડવા લાગી છે, ખીલવા લાગી છે, વિકસ્વર થવા માંડી છે, તે અનુભવજ્ઞાન સ્વરૂપમય થવા પ્રયત્ન કરે. આત્માનું સ્વરૂપ વિચારવાથી અને તેનું જ્ઞાન આગમ દ્વારા પ્રાપ્ત થવાથી હવે આત્માનુભવ થવા માંડ્યો છે. આ અનુભવજ્ઞાનરૂપ કલિકા વિકસ્વર થવાથી મારું મન જે અત્યાર સુધી અવ્યવસ્થિત રીતે અહીં તહીં રખડ્યા કરતું હતું તે હવે નિજ સ્વરૂપ જોવા લાગ્યું છે, તે હવે નિજ સ્વરૂપની વિચારણા કરવા લાગ્યું છે અને તન્મય થવા લાગ્યું છે. કલિકા વિકસ્વર થવા માંડી છે અને એક વાર વિકસ્વર થઈ જશે તે પછી તેના આનંદતેની સુગંધીને પાર રહેશે નહિ, અત્યારથી જ તે બહુ આનંદ આપે છે તે કેવા પ્રકારને છે તે બતાવે છે અને ધીમે ધીમે તે આનંદમાં કેવી રીતે વધારો થતો જાય છે તે પણ
+ “માયા ચેડી કુટુંબ કરી હથી, એક દીન દેઢિ ઘેરી’ એ પ્રમાણે પાઠાંતર બે પ્રતમાં છે. માયારૂપી દાસીના કુટુંબને હાથ કરીને એક દિવસ તેને ઘેરી દીધી આવો તેને ભાવ છે. આશય વિવેચનમાં જણાવ્યું છે તે જ છે.
૧ જાગી=બુલી, વિકસી, ઊઘડી. મીલન=આત્માને મળવા. ઔર=અન્ય, પર, ઈદ્રિયના વિ. ઢિગ= પાસે તેરી નજીક. તરીeતારે. વિનતા=વિજ્ઞતા, વિવિક્તપણું. વેરી=વખત. ચેડી=દાસી, કરી હાથે કબજે કરી. ડેઢ દોઢ. ઘેરી રોકી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org