________________
૨૬૮
શ્રી આનંદઘનજીનાં પદ जामन मरण विना नहि रे, मरण न जनम विनास,
xदीपक बीर्नु परकाशता प्यारे, बिन दीपक परकाश. विचारी० ४
જન્મ મરણ વગર નથી અને મરણ ન હોય તે જન્મ કે વિનાશ થતો નથી, દીપક પ્રકાશ વગર હેત નથી અને દીપક વગર પ્રકાશ નથી.”
ભાવ—જન્મ મરણ વગર નથી અને મરણ વગર જન્મ નથી. અમુક જીવને અહીં જન્મ થશે તે તેને આગામી મરણને ભાવ સૂચવે છે; નહિ તે જન્મ શબ્દની જ ઘટના થતી નથી અને મરણ જન્મને સૂચવે છે. જન્મ પહેલાં જે મરણું ન હોય તે જીવ આવ્યું ક્યાંથી ? શા માટે આવ્યો ? કેની પ્રેરણાથી આવ્યા? અમુક જગ્યાએ જ આવવાનું અને અન્યત્ર નહિ જવાનું કારણ શું? તેવી જ રીતે મરશુદશા જન્મને સૂચવે છે. એ પ્રમાણે પૂર્વ ભાવ લેતાં લેતાં છેવટે કયાં અટકવું એને વિચાર કરે.
તે જ પ્રમાણે દીપક વગર પ્રકાશપણું પ્રાપ્ત થતું નથી. એક દીપક થાય ત્યારે તેને સહાનુભાવ તરીકે પ્રકાશ થાય છે. પ્રકાશ દીપકની સાથે જ હોય છે. એમાં કહેવાની મતલબ એમ નથી કે દીપકથી જ પ્રકાશ થઈ શકે, રત્નાદિકને તથા સૂર્યનો પ્રકાશ દીપક વગર થાય છે, પણ આપણે દી૫ક પાસે બેઠા હોઈએ ત્યારે દીપક થાય તેની સાથે જ પ્રકાશ થાય છે તેથી પ્રકાશભાવ અને દીપકનું અસ્તિત્વ સાથે જ છે. એક બીજાને અવલંબીને રહેલ હોવાથી એમાં પૂર્વ પશ્ચાતભાવ નથી, અનાદિ પ્રવાહથી તેઓને એ પ્રકારને સંબંધ ચાલ્યો આવે છે. દીપક પહેલે અને પ્રકાશ પછી એવી સ્થાપના થઈ શકશે નહિ, એમ અત્ર કહેવાને ભાવાર્થ છે.
આવી રીતે કુકડી અને તેનાં ઈંડાં તથા જન્મ અને મરણનાં દૃષ્ટાંત અતિ સ્થળ છે તેમ જ ડંડા અને બીજનું માધ્યમ દૃષ્ટાંત તથા કાળાપેક્ષા રાત્રિદિવસનું દૃષ્ટાંત, જન્મ મરણનું દૃષ્ટાંત અને સિદ્ધ સંસારીનું દૃષ્ટાંત તથા તકધીન આધાર આધેય, ક્રિયા કર્તા અને દીપક પ્રકાશનાં દૃષ્ટાંતે વિચારી તમે વસ્તુસ્વરૂપ પર ખ્યાલ કરે અને પછી જુઓ કે જેનઆગમ કેવાં અગમ્ય અને અથાગ છે. જેનશાસ્ત્રકાર આ અ ન્ય (પરસ્પર) અવલંબી ભાવને કેવી સ્યાદ્વાદ નયગર્ભિત રીતે પ્રત્યુત્તર આપી નિર્ણય બતાવે છે તે હવે વિચારો.
आनंदघन प्रभु वचनकी रे, परिणति धरी रुचिवन्त;
शाश्वत भाव विचारते प्यारे, *खेलो अनादि अनंत. विचारी० ५ + બીન દીપક પ્રકાશ નહિ રે, દીપક બીનું પરકાશ ” એવો પાઠાંતર એક પ્રતમાં છે. અર્થ એક જ છે. ૪. જામન=જન્મ, વિનાસકવિનાશ અથવા વિન્યાસ-બતાવવું તે, સ્થાપન કરવું તે. * “ખેલે ” એ પણ પાઠ છે.
૫ આનંદધન=આનંદરાશિ જિનેશ્વર ભગવાન. પરિણતિક્તન્મય મતિ. ધરી-ધારણ કરી. ચિવંત= આસ્થાવંત, ભવ્ય જી. શાશ્વત ભાવ=ત્રણ કાળમાં છે છે ને છે તે ભાવ, સર્વ કાળ સ્થાયી ભાવ. ખેલકરમણ કરે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org