________________
શ્રી આનંદઘનજીનાં પદો બતાવી શકતા નથી. આ સવાલનો જવાબ જૈનશાસ્ત્રકાર અનાદિ ભાવ બતાવીને આપે છે. જેમ કુકડી અને ઈંડાના દષ્ટાંતથી સવાલ પૂછયો તેમ બીજા સવાલે મુશ્કેલી બતાવવા માટે હવે પછી પૂછે છે અને તે સર્વને જવાબ છેવટની ગાથામાં આપે છે તે બરાબર વિચારી લેવો.
भुरटा बीज बिना नहि रे, बीज न भुरटा टार;
निसी बीन दिवस घटे नहि प्यारे, दिन विन निसि निरधार. विचारी० २
“બી વગર ઠંડું કે વૃક્ષ ઊગી શકતું નથી અને ડુંડા વગર કે વૃક્ષ વગર બી થતું નથી. રાત્રિ વગર દિવસ ઘટમાન થતું નથી અને દિવસ વગર રાત્રિને નિરધાર થઈ શકતું નથી.”
ભાવ-એવી જ રીતે તમે વસ્તુસ્વરૂપ વિચારશો તે ડંડા વગર કે વૃક્ષ વગર બીજ (બી) પ્રાપ્ત થઈ શકશે નહિ અને બીની પ્રાપ્તિ વૃક્ષ વગર થઈ શકશે નહિ. સામાન્ય રીતે આપણે કેરી લઈએ તે કેરીની ગોટલી કેરીને સદ્ભાવ અને તે આંબાને સદ્ભાવ સૂચવે છે અને આંબે ગોટલી વગર ઊગી શકતું નથી. ત્યારે અરસ્પરસ બીજ અને વૃક્ષને તેમ જ ધાન્ય અને ડુંડાને સંબંધ એ છે કે એક વગર બીજાનું અસ્તિત્વ અસંભવિત છે. એમાં વૃક્ષની ઉત્પત્તિ પ્રથમ કે બીજની ઉત્પત્તિ પ્રથમ એ ગમે તેટલી દલીલથી કહેવાને પ્રયત્ન કરવામાં આવે પણ તેમાં નિષ્ફળતા જ પ્રાપ્ત થશે.
તેવી જ રીતે દિવસ રાત્રિની અપેક્ષાએ છે અને રાત્રિ દિવસની અપેક્ષાએ છે. રાત્રિ જ્યારે કહી શકાય કે તેની પહેલાં દિવસ થઈ ગયો હોય અને રાત્રિની અગાઉ થયેલા દિવસને દિવસ સંજ્ઞા ત્યારે જ આપી શકાય કે તેની પહેલાં રાત્રિ થઈ ગઈ હોય. તે વિના દિવસ અને રાત્રિની ઘટના થઈ શકતી નથી. એક બીજાની ઉપર આધાર રાખતી વસ્તુઓ પૈકી એકની વિવક્ષા અન્યની પૂર્વાવસ્થા સિદ્ધ કરે છે. તેથી રાત અને દિવસ એ કાળની અપેક્ષાએ પરસ્પર એવી રીતે અવલંબન કરીને રહેલા છે કે એ બેમાંથી પ્રથમ કોણ અને પશ્ચાત્ કેણુ એ કહી શકાય તેમ નથી. એ દલીલને પૂર્વ પૂર્વ રીતે પાછળ લેવાથી છેવટે અનવસ્થા પ્રસંગ આવે એટલે સૃષ્ટિકર્તુત્વને સિદ્ધાન્ત આપોઆપ પડી ભાંગે છે અને તેટલા માટે ન્યાયની દલીલ સમજાવનાર તર્કવાદીઓ અને ખાસ કરીને મીમાંસકે તથા વેદાન્તીઓ સૃષ્ટિકર્તત્વનો સવાલ લગભગ નકામે બનાવી દઈ સૃષ્ટિને અનાદિ માને છે અને વૈશેષિકે તથા નૈયાયિકે પરમાણુને અનાદિ માને છે ત્યારે બીજાઓ મૌવિજાતુ રે માવા ન તરતËા થોકત અલૌકિક વસ્તુઓ (ભા) તર્કથી જવી ન જોઈએ એ જવાબ આપી મનુષ્યજ્ઞાનશક્તિની અથવા સ્વજ્ઞાનશક્તિની મર્યાદા બતાવે છે. વિદ્વાને સમજી શકશે કે આ કાંઈ જવાબ નથી, પણ જવાબ ઉડાવવાની એક પદ્ધતિ છે. જે એવા સવાલો વિચારવાની
* દિવસને બદલે “સ” એવો પાઠ છે, તેનો અર્થ પણ દિવસ છે. ૨ ભુરટાકડુંડા, પેખ; સામાન્ય રીતે વૃક્ષવિશેષ. કારટાળીને, વગર. નિસિરાત્રિ, નિરધાર=નિર્ણય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org