________________
ર૬પ
બાવીસમું પદ
વિચાર કરનાર બુદ્ધિસ્વતંત્રતાથી વિચાર કરે તેને કેવી મુશ્કેલીઓ આવે છે અને આગમમાં તે સર્વે મુશ્કેલીને એક શબ્દમાં કેવી રીતે નિકાલ કર્યો હોય છે તે અત્ર બતાવીને આગમજ્ઞાનની મુખ્યતા કરવા સાથે પ્રભુસ્તુતિ કરે છે.
વ્યવહારમાં તમે સામાન્ય રીતે બુદ્ધિથી વિચાર કરશે તે જણાશે કે આધેય વગર આધાર હોઈ શક્તો નથી એટલે અંદર રહેનાર વસ્તુ વગર તેને ધારણ કરનાર વસ્તુને નામનિર્દેશ પણ સંભવિત નથી, જેમકે ઘતને પાત્રમાં નાખ્યું હોય તે વ્રતને આધાર પાત્ર ઘતનું અસ્તિત્વ સૂચવે છે. આમાં ઘત આધેય છે અને પાત્ર આધાર છે, તેવી જ રીતે આધેય આધાર વગર નથી એમ પણ કહી શકાય, એટલે આધાર અમુક વસ્તુને ધારણ કરે છે તે વસ્તુને સદ્ભાવે જ તેને આધાર કહી શકાય. આથી આધેય અને આધારમાં પ્રથમ કેણ અને પશ્ચાત્ કોણ એ કહી શકાય નહિ. આધાર અને આધેય બંનેને સંબંધ તપે તસ્વરૂપે અનાદિ માન્યા સિવાય અન્ય માર્ગ નથી. આ સંબંધમાં માત્ર બુદ્ધિ પર વિચાર કરનાર શું કહી શકે તે વિચારે. એ ગમે તેટલા ગોટા વાળે પણ એમાં અનવસ્થા દેવ અને બીજા અનેક દેશે આવ્યા વગર રહેશે નહિ. સ્યાદ્વાદનય સ્વરૂપ બતાવનાર જિનાગમ એને સંતોષકારક નીકાલ છેવટે બતાવી આપે છે તે પ્રમાણે શાશ્વત ભાવ આપણે કબૂલ કરીએ ત્યારે જ તેનું ખરું સ્વરૂપ ખ્યાલમાં આવે છે.
અથવા પ્રથમ પંક્તિને બીજી રીતે પણ અર્થ સુગમ્ય છે. અરધા ભાગ વગર કઈ વસ્તુ અરધી થઈ શકતી નથી એટલે અર્ધ ભાગ ન હોય તો વસ્તુ અર્ધ પણ ન હોય. દાખલા તરીકે પ્રદેશ કે પુદ્ગલ પરમાણુ અવિભાજ્ય છે, તેને અરધે ભાગ પણ થઈ શક્તો નથી તે તે અરધ પણ થઈ શકતું નથી.
તેવી જ રીતે કુકડી વગરનું ઈંડું થઈ શકતું નથી અને ઈંડા વગર કુકડી થઈ શકતી નથી. કુકડીને જન્મ ઇંડામાંથી થાય છે અને ઇંડું કુકડીના પેટમાંથી જ નીકળે છે. ત્યારે સવાલ એ થાય કે પ્રથમ ઇંડું કે પ્રથમ કુકડી ? આ વાતને નિવેડે કરે જોઈએ. એ વાતને નિવેડા કરતાં પાછળ પાછળ ચાલ્યા જતાં નિકાલ આવી શકશે નહિ, કારણ એક વગર બીજાને સંભવ થતું નથી. જ્યારે જૈન આગમદશિત શાશ્વત ભાવ વિચારવામાં આવે ત્યારે જ આ સવાલનો નિર્ણય થઈ શકશે. જેઓ સૃષ્ટિની આદિ અને તેને ઈશ્વરકૃત માને છે તેને આ સવાલ પૂછતાં તેઓ ગુંચવાઈ જાય છે. સમગ્ર વસ્તુઓ શેમાંથી બનાવી? એ સવાલને પ્રત્યુત્તર આપતાં અટકી પડે છે. ચેતન જડને નીપજાવી શકે નહિ અને પરમાણુમાં ચલન થવારૂપ ઇચ્છાને જન્મ-ઇશ્વરથી સૃષ્ટિને જન્મ જેઓ માને છે અને દ્રયણુક, ચણુક આદિ થયા એમ માની છેવટે કપાટ અને વસ્તુઉત્પત્તિ માને છે તેઓ પણ પરમાણુની ઉત્પત્તિ ક્યાંથી થઈ તેને નિકાલ કરી શકતો નથી. તેઓ પરમાણુ તે પ્રથમ હતા એમ માની આગળ ચાલે છે પણ પરમાણુના બનાવનાર કેઈને તેઓ
૩૪
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International