________________
૨૬૪
શ્રી આનનજીનાં પદ્મા
કરવા માટે સાધારણ રીતે એ રસ્તા હાઇ શકે. એક બુદ્ધિશાળી માણસ પેાતાની વિચારશક્તિ-તર્કશક્તિ દોડાવી અનુભવગાચર વસ્તુઓનુ સ્વરૂપ કલ્પે અને બીજું દિવ્ય જ્ઞાનથી જે મહાત્માએ સ્વરૂપ બતાવી ગયા હાય તેને ધ્યાનમાં લઇ પોતે સ્વરૂપ સમજવા યત્ન કરે. મહાત્માદ્દિવ્ય જ્ઞાનબળથી વસ્તુસ્વરૂપ બતાવી ગયા છે તેને અનુસરવામાં સ્વતંત્ર વિચારના રાધ થાય એમ લાગે છે તેથી ઘણી વાર પોતાની બુદ્ધિને વસ્તુસ્વરૂપ સમજવામાં આગળ કરવાના ભાવ થઇ આવે છે. એવી રીતે સ્વતંત્ર વિચાર કરતાં બહુ પ્રકારની મુશ્કેલીઓ આવે છે તે અત્ર બતાવે છે. વસ્તુસ્વરૂપ જિનેશ્વર ભગવાને પોતાના દિવ્ય જ્ઞાનથી મતાવ્યુ છે. તે પ્રમાણે અનાદિ ભાવ સમજ્યા સિવાય અન્ય પ્રયાસ કરવામાં કેવાં ગોથાં ખાવાં પડે છે તે અત્ર સ્પષ્ટ રીતે બતાવે છે. અનેક વિચાર કરનારાઓ વસ્તુસ્વરૂપ સમજવા યત્ન કર્યાં કરે છે અને અત્યાર સુધી અનેકાએ પ્રયત્ન કર્યાં છે તેમાં છેવટે ગૂચ આવ્યા વગર રહી નથી. તેમાં ગૂ ંચ કેવા પ્રકારની આવે છે તેવુ સાધારણ સ્વરૂપ અત્ર બતાવે છે. આ પદ્મ શ્રી આનંદઘનજી મહારાજ પાતે જ ખેલે છે એમ સમજવાનુ છે. એના લય અતિ ઉદાત્ત અને ભાવ ગંભીર છે.
હે નાથ ! માત્ર તર્કશક્તિથી અનુમાનપ્રમાણુ પર વિચાર કરનાર શું વિચાર કરી શકે ? કેટલા વિચાર કરી શકે ? કયાં સુધી વિચાર કરી શકે ? જો આગમપ્રમાણુ ધ્યાનમાં લઈ તેને અનુસરે તે તે તેને પણ સત્ય સ્વરૂપ દીઘ પ્રયત્નથી સમજાય, કારણ કે તારાં આગમા કાંઈ સામાન્ય નથી; તે પણુ અતિ અગમ્ય-સામાન્ય બુદ્ધિથી ન જાણી શકાય તેવાં અને અપાર-જેના પાર ન પામી શકાય તેવાં છે. એમાં એક તર્ક શક્તિ-માહ્ય દૃષ્ટિ ચાલી શકે તેમ નથી. તારા આગમસમુદ્ર અતિ ગંભીર અને ઊંડા છે. એમાં સાધારણુ રીતે ચાંચ ખુ ંચવી મુશ્કેલ છે, એના સાધારણ બુદ્ધિથી પાર પામવા મુશ્કેલ છે, તે પછી તેની મદદ વગર માત્ર બાહ્ય દૃષ્ટિથી પેાતાની બુદ્ધિ પ્રમાણે વિચાર કરનાર માણસે આગમના પાર પણ કેમ પામી શકે અને તારું' સ્વરૂપ અને સ્વસ્વરૂપ પશુ કેમ સમજી શકે ? આગમ અપાર છે. તેનુ કારણ એટલું છે કે એક દૃષ્ટિવાદ અંગ નામના બારમા અંગમાં પાંચમા પૂર્વાનુગત ભાગમાં ચૌદ પૂર્વને સમાવેશ થાય છે અને ચૌદ પૂન પ્રમાણુ વિચારતાં તેને પાર આવે તેમ નથી. આવુ વિશાળ જ્ઞાન વિચ્છેદ ગયું છે છતાં હાલ જે છે તે પણુ અતિ અગમ્ય અને અપાર છે. મતિશ્રુતજ્ઞાનાવરણીયના અતિ ક્ષયપશમ ાય તે કદાચ કેટલાક ભાગ વાંચી સમજી શકાય પણ તેના પાર પામવા તે તે અશકય જ છે. જૈનશાસ્ત્રમાં મહા અદ્ભુત ભાવા પણ બતાવેલા છે. નયનિક્ષેપેાનું સ્વરૂપ, તેના ભેદ-વિભેદ, કવાનુ સ્વરૂપ અને તેની અનેક પ્રકૃતિ તેમ જ જીવની ઉત્ક્રાંતિ તથા ષડ્ દ્રવ્ય અને નવતત્ત્વનું સ્વરૂપ એવી ખારીકાઇથી સૂક્ષ્મ રીતે અનેક આકારમાં ખાવવામાં આવ્યું છે કે તેના પાર પામવા મુશ્કેલ છે, એમ કહેવામાં જરા પણુ અતિશયક્તિ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org