________________
બાવીસમું પદ
૨૬૩ તમને ઇન્દ્રિયભેગના આનંદ કરતાં વિશેષ લાગશે. વ્યાખ્યાનમાં નવીને સત્ય સાંભળ્યા પછી બે ચાર કલાક તેની મીઠાશ લાગ્યા કરશે, સામાયિકમાં પ્રાપ્ત થતું અપૂર્વ જ્ઞાન કે ધ્યાનને મહિમા તમને ઘણા દિવસો સુધી મસ્ત બનાવશે. આ ખરા આનંદની વાનકીઓ છે. એમાંનિરંતરના આનંદમાં-સ્વરૂપમાં મગ્ન રહેવું એ આત્માનું શુદ્ધ સ્વરૂપ છે, આદરવા ગ્ય છે, અનુભવવા લાયક છે. આટલી નિશાની છેવટે આત્માની બતાવી તે પ્રાપ્ત કરવાની ભલામણ કરે છે, તેનું જ્ઞાન પ્રાપ્ત કરવા ભલામણ કરે છે અને બહુ કહેવા સાંભળવાની વાત દૂર મૂકવાની ભલામણ કરે છે.
આખા પદને આશય એક મુદ્દા ઉપર જ છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરી, સર્વ નકામી ઉપાધિ છેડી દઈ તેનું આનંદઘન સ્વરૂપ પ્રાપ્ત કરવા પ્રયાસ કરે અને તે માટે પ્રથમ તે કેણ છે? તે બરાબર ઓળખે-મતલબ આત્મજ્ઞાન પ્રાપ્ત કરે. એ જ્ઞાન પ્રાપ્ત કરવાથી સ્વપરની વહેંચણ પિતાની મેળે જ થઈ જશે અને સ્વને આદર થતાં પરનો ત્યાગ થશે. અને એ સ્થિતિ પ્રાપ્ત થશે એટલે આનંદસ્વરૂપ નિરંતર માટે પ્રગટ થશે. એ ચેતનજીનું સ્વરૂપ કેવું વિચારવા લાયક છે અને તેમાં કેટલે ચમત્કાર છે તે હજુ વિશેષપણે નીચેના પદમાં બતાવે છે.
પદ બાવીસમું
રાગ-ગોડી. विचारी कहा विचारे रे, *तेरो आगम अगम अथाह. विचारी० +बिनु आधे आधा नहि रे, बिन आधेय आधार; मुरगी बीनुं इडां नहि प्यारे, ४या बीन मुरगकी नार. विचारी० १
વિચાર કરનાર શું વિચાર કરે? તારો આગમ અગમ્ય અને અપાર છે; જેમકે આધેય વગર આધાર નથી અને આધાર વગર આધેય નથી. કુકડી વગર ઈંડું નથી અને ઇંડાં વગર કુકડી નથી.”
ભાવ–આત્મસ્વરૂપની નિશાની બતાવવામાં પણ કેટલી મુશ્કેલી છે તે આપણે ઉપર જોયું, છેવટે અનુભવગેચર વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવ્યું. હવે તે જ્ઞાન પ્રાપ્ત
* “ આગમ અથાહ અપાર' એવો આ પંક્તિને સ્થાને પાઠાંતર છે. + “બીનું આધાર આપે નહિ રે’ એ પ્રમાણે પંક્તિ અન્ય પ્રતોમાં છે. * “ થા” ને બદલે “ઇડા ” અથવા “ઉવા” એવા પાઠ અન્યત્ર છે.
૧ વિચારી– વિચાર કરનાર. કહા=શું. આગમ શાસ્ત્ર. અગમ સામાન્ય બુદ્ધિથી જાણી ન શકાય તેવું. અથાહ અપાર, જેને પાર ન પામી શકાય તેવું. બિનુ વગર, આધે=આધેય, ધારણ કરનાર વસ્તુ અથવા અર્ધભાગ. આધા=આધાર, અર્ધ. મુરગી=કુકડી. મુરગકી નાર-કુકડી. થાજે ( કુકડાનાં ઇડી.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org