________________
શ્રી આનદ્ઘનજીનાં પદ્મા
વળી કદાચ આ ચેતન સિદ્ધ સનાતન છે છતાં પણ ઉપજે છે અને વિનાશ પામે છે એમ કહું તે પછી તેના નિત્યપણામાં અને અબાધિતપણામાં વાંધા આવે છે. અનાદિ કાળથી સિદ્ધ હાય તેા તેનામાં નિત્ય અને દુઃખ રહિતપણુ કે જે સનાતન સિદ્ધત્વના ગુણા છે તેમાં દોષ આવે છે. સિદ્ધ થયા પછી તે દશામાં તે નિત્ય રહેવા જોઇએ અને ઉપજવુ, વિષ્ણુસવું તે તા અનિત્યત્વ બતાવે છે તેથી તેમ જ સિદ્ધદશામાં ખાધા-પીડા રહિતપણું હાવુ' જોઇએ અને ઉત્પત્તિ કે વિનાશમાં તેા ખાધા-પીડાનેા સંભવ સ્પષ્ટ દેખાય છે તેથી આત્માના જ અભાવ થઈ જાય; માટે આ ચેતનને સિદ્ધ સનાતન એકાંતે કહેવા જઇએ તો તેમાં પણ વાંધો આવે છે. ત્યારે હવે ચેતનજીને રૂપી, અરૂપી, રૂપારૂપી, સિદ્ધસ્વરૂપી કે શુદ્ધ સનાતન એકાંતે કહી શકાય તેમ નથી, તેનુ સ્વરૂપ બતાવવુ. મુશ્કેલ છે, તેનુ સ્વરૂપ સમજાવવું મુશ્કેલ છે એમ સિદ્ધ થયું.
૨૫૮
सर्वागी सब नय धणी रे, माचे सब परमान;
नयवादी पल्लो ग्रही प्यारे, करे लराइ ठांन. निशानी० ४
66
( ચેતન ) સવરૂપે છે, સ` નયના સ્વામી છે, પ્રમાણજ્ઞાન સર્વ અંશે ( વસ્તુને ) માને છે; ત્યારે નયજ્ઞાનવાળા એક અંશ હાથમાં લઇને લડાઇનાં સ્થાનક ઉપજાવે છે. ”
ભાવ—ઉપર પ્રમાણે ચેતનજીનું સ્વરૂપ કહેવામાં કેટલી અગવડ આવે છે તે બતાવી, હવે તેને બહુ મુદ્દાસર ખુલાસા કરે છે. એ ચેતનજી સ રૂપે છે અને સ નયના સ્વામી છે. જે એને પ્રમાણજ્ઞાનથી સમજવા પ્રયત્ન કરે તે તેનુ' સ્વરૂપ સમજી શકે છે, પણ જે એક નયને લઈને તેને સમજવા જાય તે તેનું સ્વરૂપ કર્દિ સમજવાના નથી. દાખલા તરીકે ઉપર રૂપી, અરૂપી વિગેરે નિશાની બતાવવામાં જે મુશ્કેલીએ આવી તે નયવાદને લઇને આવી છે તે આપણે હવે પછી જોશ', પણ જો તેને પ્રમાણજ્ઞાનથી સર્વનયની અપેક્ષા ધ્યાનમાં લઇને વર્ણવવામાં આવે તે લડાઈનું સ્થાન કર્દિ પણ પ્રાપ્ત થશે નહિ.
આ પ્રસંગે× નયનું લક્ષણૢ શું છે તે જરા વિશેષ વિચારીએ. અનંતધામ વસ્તુયે ધર્માન્નયન જ્ઞાનં મયઃ વસ્તુમાં અનેક ધર્માં હાય છે તેમાંના એક ધમની મુખ્યતા કરી દેવી, બીજા ધર્મના અપલાપ પણ ન કરવા અને ગ્રહણ પણ ન કરવા તેને નય કહે છે. નયજ્ઞાનથી હમેશાં એક બાબત ઉપર ધ્યાન ચાલ્યું જાય છે, પછી તેને આગળ પાછળને વિચાર રહેતા નથી એમ ન સમજવુ, પણુ પાતે જે મુદ્દો લીધા હાય તેને તે એવા સજજડ
* પરમાનને બદલે એ પ્રતામાં પરવાન ’ શબ્દ છે.
૪. સર્વાંગી=સ રૂપે. ધણી=સ્વામી. પરમાન=પ્રમાણજ્ઞાન. નયવાદી=નયજ્ઞાનવાળા. પલા=ઈંડા, અંશ. લરાઇલડાઈ, ડાંન=સ્થાનક.
× નયના સ્વરૂપ માટે પાંચમા પદની ત્રીજી ગાથા પરનું વિવેચન વિચારીશ. વિસ્તારથી સ્વરૂપ જાણવા માટે તત્ત્વજ્ઞાનના જૈન ગ્રંથમાં અનેક સ્થળેાએ ઉલ્લેખા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org